________________
७७०
શારદા રત્ન
ન ચરિત્ર – શુભમતી પોતાને પરણવા આવેલ પ્રિયતમને જેવા ઝંખી રહી છે. બધાના મુખેથી તેની પ્રશંસા સાંભળી તેના દિલને તલસાટ વિશેષ વળે. મરાય પ્રકૃલિત બન્યા. શુભમતિ પતિને જોવા માટે ગેલેરીમાં ગઈ. તેણે દૂર સુધી નજર કરી પણ માણસોને સમૂહ ઘણો હોવાથી જેને જેવો છે તે બરાબર જોઈ ન શકી. તે માટે તેણે ગેલેરીમાં એક માટે અરિસે રાખ્યો. જે વચ્ચે કંઈ અટકાયત ન આવે તે ઘણે દૂર સુધીનું પ્રતિબિંબ તેમાં પડે. તેણે અરિસામાં જોયું. આટલી મોટી માનવમેદનીમાં કિશોરકુમાર જુદો તરી આવતું હતું. તેના મનમાં થયું, કે અલોકિક છોકરો છે.! પણ તેના નયને નીચા ઢળેલા છે. આથી એક ક્ષણ તેના દિલમાં કમકમાટી આવી ગઈ. તે સમજી ગઈ કે કુમાર બધી રીતે ડાહ્યા છે, ગુણીયલ છે, પણ તેમના મનમાં કોઈ ચિંતા લાગે છે. તેના દિલમાં આનંદ નથી. તે ઉમળકો બતાવવા પુતે બતાવે છે, પણ તેને મનમાં ચિંતા છે. ચતુર છકરી અરિસામાં મુખ જોઈને સમજી ગઈ કે એમનામાં બીજી કોઈ બેટ નથી, પણ જે કહો તે મનમાં ચિંતા છે. કિશોરકુમારના સ્વરૂપનું દર્શન કરતાં શુભમતિનું હૈયું ધરાતું ન હતું. અહા! શું તેમનું રૂપ છે! શું તેમનું સૌંદર્ય છે ! અહાહા....કે સુગ!
સામૈયું જાનીવાસ પાસે આવી ગયું. શેઠના ઠાઠમાઠ, વૈભવ, સંપત્તિ તથા સુંદર સજાવટ બધું જોઈને કુમાર મનમાં વિચાર કરવા લાગ્યો કે જેને ત્યાં આટલા ઠાઠમાઠ છે. એમની કન્યા કેવી હશે ! શું હું એનું ભવિષ્ય બગાડવા આવ્યો છુંએક ક્ષણવાર મનમાં થઈ જાય કે હું વાતને પ્રગટ કરી દઉં કે હું સાચે મુરતી નથી પણ ભાડે પરણવા આવ્યો છું. બીજી ક્ષણે વિચાર થાય છે કે ના..ના....જે હું કહી દઉં તે શેઠનું મત થઈ જાય. પંચેન્દ્રિય હત્યાનું મને પાપ લાગે અને મેં વિશ્વાસઘાત કર્યો કહેવાય. જે શેઠ પોતે સત્ય વાત કહી દે કે મારો દીકરો કોઢીયે છે, પણ આ છોકરાને મેં દીકરો ગણીને રાખ્યો છે તે બધી વાત પતી જાય ને તેમની ઈજ્જત રહી જાય ને સામાની દિકરી સુખી થાય પણ એવું તે બને તેમ નથી. ભાવિમાં જેમ લખ્યું હશે તેમ થશે.
અશ્વ પર સે ઉતરે નીચે, કિશોરકુમાર વરરાજા,
શુભમતીકા દાહિણુ ફરકને લગા, મન અસ્થિર બન જાય. વિચારમાં ને વિચારમાં કિશોરકુમાર ઘોડેથી નીચે ઉતર્યો, પણ એવા વિચારોમાં અટવાઈ ગયું છે કે સાસુજી પખવા આવ્યા તેનું પણ ધ્યાન ન રહ્યું. સાસુજી સમજી ગયા કે ગમે તે હોય પણ જમાઈના દિલમાં આનંદ નથી. તેઓ બધી રીતે સરસ છે. મન કરે છે પણ મુખ પર હર્ષ કે ઉમંગ નથી. શી ચિંતા હશે ! રંગમાં કેમ ભંગ હશે! તે પરણવા આવ્યા છે પણ ચિંતા તેને કોરી રહી છે. શું તેમને મારી દીકરી નહિ ગમતી હાય ! શુભમતિએ ઉપરથી આ બધું જોયું. તેનું દિલ વિઠ્ઠવલ બની ગયું. અંતરપટમાં આતાપના જતી રહી. હું આ શું દેખું છું ! આનંદના પ્રકાશમાં ઉદાસીનતાનું વિરાટ દર્શન! અરે, સંસાર ! તારા ચિત્રો જ્યારે તું ખડા કરી રંગમાં ભંગ પાડે છે. તને શું કરૂણ નથી આવતી ?