________________
શારા ૨ન સ્ત્રીને બાજુમાં બેસાડીજેણે લાજ મર્યાદા છેડી એને શું? ગુજરાતી કહેવત છે, કે જેણે મૂકી લાજ તેને નાનું સરખું રાજ' સવારી ફરતી ફરતી નગરશેડની દુકાન પાસે આવી. નગરશેઠને ખબર પડી કે અમારા નરેશે આજે લાજ મર્યાદા નેવે મૂકી છે. પિોતાની રખાત સ્ત્રીને બાજુમાં બેસાડીને એ હાથીના હોદ્દે બેઠા છે. આ ખબર મળતાં શેઠના દિલમાં દુઃખ થયું. રાજા જેવા રાજા રખાત રાખે એ જેટલું ખરાબ હતું એથી વધુ ખરાબ એ હતું કે રાજા આ રીતે ઉઘાડે છેગે એ રખાતની સાથે સવારીમાં બેસે. આજે સવારીમાં સાથે બેસતી રખાત કાલે સિંહાસનની પટરાણીપદે પણ શું ન બેસે ? પહેલાના માણસે ખેટામાં હાજી હા નહોતા કરતા, પણ સામાને સત્ય વાત કહેતા પાછા પડતા નહિ. આ નગર શેઠે રાજાને કેપ વહોરવો પડે તે કોપ વહોરીને પણ કર્તવ્ય અદા કરવાનું નકકી કર્યું.
તૂટેલી સદાચારની સાંધને સાંધવા શેઠને કિમિ – રાજાની સવારી ફરતી ફરતી નગર શેઠની દુકાન પાસે આવી. રાજાના મનમાં એમ છે કે નગરશેઠ મારું બહુમાન કરશે એટલે સવારી ત્યાં ઉભી રખાવી, પણ આ શેઠ તો નીચું જોઈને નામું લખતા હતા. તેમણે તે રાજા સામે ઉંચી દૃષ્ટિ પણ ન કરી કે તેમના સત્કારસન્માન પણ ન કર્યા. છેવટે સવારી આગળ વધી. રાજાને પોતાનું આ અપમાન ઠંખ્યા વિના ન રહ્યું. અહો ! નગરશેઠને એટલી બધી ખુમારી આવી ગઈ છે કે તેમણે મારું બહમાન તે ન કર્યું, પણ મારા સામે દૃષ્ટિ પણ ન કરી ! આ રાજા સવારીમાં ફરે છે. પણ તેમના મનમાં નગરશેઠને અસભ્ય વર્તન માટેની વિચારધારા આગળ વધતી ગઈ. હજારોના સન્માન મળ્યાં છતાં નગરશેઠ તરફથી ન મળેલા સત્કારે આખી સવારીને સ્વાદ મારી નાંખ્યો. રાજાના દિલમાં આજને આ પ્રસંગ પડઘા પાડી રહ્યો હતો, સવારી રાજમહેલમાં પહોંચી ગઈ.
શેઠની નીડરતા – રાજાએ વટહુકમ છોડ્યો કે જાવ નગરશેઠને બોલાવી આવો. શેઠને રાજાના તેડા આવ્યા. શેઠ સમજી ગયા કે રાજા મને શા કારણે બોલાવે છે, નીડરતા અને નિર્ભયતાની મૂર્તિ સમા નગરશેઠ રાજા પાસે પહોંચી ગયા. રાજાને વંદન કરીને કહ્યું–આપે આ સેવકને યાદ કર્યો તે બદલ મને આનંદ છે. ફરમાવે શી ફરજ અદા કરવાની છે? આપનો શો હુકમ છે ? શેઠ ! ગઈકાલે મારી સવારી નીકળી હતી તે ખબર છે? હા, મહારાજા. તમારી દુકાન આગળ ઉભી રાખી હતી તે ખબર છે? હા, તો પછી ચોપડામાં નામું લખતાં ઊંચું કેમ ન જોયું ? સ કાર કેમ ન કર્યો ? સામાન્ય શિષ્ટાચાર જાળવવાનું ય તમે ભૂલી ગયા ? શેઠે નીડરતાપૂર્વક કહ્યું–મહારાજા ! હું ભૂલી ગયો નહોતો. મેં જાણી જોઈને ચોપડામાં નામું લખવાને દેખાવ કર્યો હતો. રાજા કહે એટલે ? સત્તાની જરા પણ શરમ ધર્યા વિના શેઠે કહ્યું-મહારાજા ! ત્યારે આપનામાં એવા ગુણ કે લાયકાત દેખાઈ નહિ. અરે, આપ ત્યારે જોવા લાયક પણ ન હતા. બંધુઓ ! આટલું નગ્ન સત્ય કોણ કહી શકે ? જેને મરણ વહાલું છે પણ અસત્ય વહાલું નથી તે