________________
શારદા રત્ન
૭૬.
કહી શકે. રાજા કહે, શું હું જોવા લાયક પણ ન હતા ? શેઠ સમજીને ખેાલો છે કે ખસ, પછી જે મુખમાં આવ્યું તે ભસી નાંખા છે ? આપ સાબિત કરી આપે। કે હું દર્શનીય કેમ ન હતા?
રાજાની શાન ઠેકાણે લાવતા શેઠ :– શેઠે જીસ્સાથી હ્યુ-એક રખડતી રખાતને રાખી અને એને જ હાથીના હોદ્દે બેસાડી છતાં આપ મને પૂછે છે કે હું જોવા લાયક કેમ નહિ ? આપ તે પ્રજાના પાલક છે. આપ પવિત્રતાની પાળ તાડી રહ્યા છે, ત્યારે મહાજનના એક આગેવાન તરીકે મારી ફરજ છે કે એ પાળના પ્રહરી બનવું. સત્તા અને સિ`હાસનની શરમમાં આવી જઈને આપને પવિત્રતાની પાળના પ્રહરી બનવાની ટકોર ન કરું તે હું પણ પાપના ભાગીદાર બનું.. મહારાજા તા નીચું જોઈને સાંભળી રહ્યા છે. શેઠ આગળ કહે છે હું મહારાજા ! પ્રજાની પવિત્રતાના પુણ્યના આપ ભાગીદાર છે. આપે તે પવિત્રતાની પાળને મજબૂત બનાવવા ખડા પગે એના પ્રહરી બનવાનું છે. મહારાજા! અવિનય થતા હાય તે આપની માફી ચાહું છું. બાકી હું આપનું સત્કાર સન્માન કર્યા વગર રહુ.? હું શિષ્ટાચારને નેવે મૂકું ખરા ? રાજાને પેાતાની ભૂલ સમજાઈ ગઈ. જે દોષને દોષ ન ગણે, ભૂલને ભૂલ ન ગણે એનું જીવન કી નિર્દોષ ન ખની શકે. જે દોષને દોષ માને, ભૂલને ભૂલ ગણે, એનું જીવન નિર્દોષ બન્યા વિના રહે નહિ. માનવ માત્રનેા સ્વભાવ છે કે એ બીજાના નાના દોષને માટા ગણે ને પેાતાના મોટા દોષને નાના ગણે. જગતમાં મહાપુરૂષ તે બની શકે છે જે પેાતાના નાનામાં નાના દોષને પણ પેાતાના મોટામાં મોટા અપરાધ માને છે. રાજાને પેાતાની ભૂલનું ભાન થઈ ગયું. જેમ અંકુશથી હાથી વશ થાય છે તેમ શેઠના વચનરૂપી અંકુશથી રાજાની શાન ઠેકાણે આવી. પેાતાની ભૂલના પશ્ચાતાપ થવા લાગ્યા. રાજામાં ઉંડે ઉંડે પણ સાત્વિકતાના ગુણુ હતા, તા પોતાની ભૂલ સુધારી દીધી. જે ભૂલ કરે તે માનવ. ભૂલને કબૂલ કરે તે સજ્જન અને ફરીથી તે પેાતાના જીવનમાં કયારે પણ ભૂલ થવા ન દે તે મહામાનવ. રાજાએ કહ્યું –શેઠ! મને કાલિદાસના પેલો હિતબાધ યાદ આવે છે. એ કુમત્રી છે કે જે રાજાને સાચી વાત કહેતા નથી અને એ કુરાજા છે કે જે સાચી વાતના સ્વીકાર કરતા નથી. તમારા જેવા સુમંત્રી મને મળ્યા હું મારા ભાગ્યેાય સમજું છું.
ઇન્દ્ર કહે છે નમિરાજ! આપના નગરમાં કોઈ જોવાલાયક બગીચા, પ્રાસાદ નહિ હાય તેા આપની ખતવણી લેાભીમાં થશે, માટે આપ કાંકરાની જેમ પૈસા વાપરીને પ્રાસાદો, મહેલો, બગીચા, છએ ઋતુમાં અનુકૂળ રહે એવું વલ્લભીઘર બનાવા કે જેને જોઈને લોકો તમને યાદ કરે. વર્ષોના વર્ષો વીતે પણ તમારી સ્મૃતિ કાયમ રહે ને લોકોના મુખે તમારું નામ બાલાય. આપને દીક્ષા લેવી હેાય તેા ખુશીથી લો, પણ આપ આટલુ' કરીને પછી દીક્ષા લો. નિમરાજ હવે તેમના પ્રશ્નના શૈા જવાબ આપશે તેના ભાવ અવસરે
૪૯