________________
७६४
શારદા રત્ન
વાસ્તવિક સ્વરૂપ સમજાવી, મૃગજળ સમાન સંસારના સુખ તથા બિહામણું ડુંગરા સમાન સંસારના દુઃખેના ભયમાંથી સદાકાળ મુક્ત બનાવી, શાશ્વત સુખના ધામરૂપ મોક્ષની પ્રાપ્તિ માટે યથાર્થ માર્ગદર્શન અને સચોટ ઉપાય બતાવનાર આ જગતમાં
લ્યાણમિત્ર સમાન એક માત્ર જિનવાણું છે. અહો ભગવાન ! શું તારી દુઃખહરણી, સુખકરણી, હિતાનુસારિણી વાણી ! તે ભાવોને વાંચતા, વિચારતા નિત નિત નવલું નવનીત નીતર્યા વિના રહે નહિ. પ્રભુ! તારી વાણુને કોની સાથે સરખાવું ? તેને ઉપમા અપાય એવી કોઈ વસ્તુ આ પૃથ્વીના પટ પર નથી. વીતરાગની વાણીમાં ભરેલો પ્રશમ રસ જેને આસ્વાદ માણવા જેવું છે. ચૈતન્યતાથી ભરેલા ભીતરને ભીંજાવી દે તેવા અસીમ, અગાધ ભાવો તેમાં ભરેલા છે. વીતરાગી પદને પામવાનો તેમાં અભૂત અને ગુપ્ત વલપાવર પડેલ છે.
વીતરાગ ભગવંતની વાણી આપણને શું સમજાવે છે ? આવું મહાન કિંમતી માનવ જીવન મેળવીને ધન મેળવવાની પાછળ ગુમાવીશ નહિ. હું તમને પૂછું કે પૈસા ખાતર જીવન કે જીવન ખાતર પૈસા? પૈસાથી શું મળે? તો એનો ટૂંકે જવાબ એટલો છે કે રોટી, કપડા અને મકાન, પણ એથી આગળ વધીને વિચારીએ તે પૈસાની શક્તિ એટલી કે પુણ્ય હોય તો પૈસે માનવને ખાવા રોટી આપી શકે. પહેરવા સારા કપડા આપી શકે, રહેવા આલિશાન ઈમારત આપી શકે. હરવા ફરવા “મસીડીઝ” કાર આપી શકે. ફરવા લીલોછમ બગીચે આપી શકે. સાંસારિક સુખ ભોગવવા કઈ સર્વાગ સુંદર સુંદરી આપી શકે. ઘરનું આંગણું હસતું રાખવા દેવકુમાર જેવા દીકરા આપી શકે પણ એથી શું ? પૈસાની તાકાત નથી કે એ પ્રભુ અપાવી શકે, ધર્મ અપાવી શકે. જીવનમાં જેની ખૂબ જરૂરીયાત છે એવી મનની શાંતિ અને ચિત્તની સમાધિ આપી શકે ? ના...ના...
જે પૈસે પ્રભુને ભેટે ન કરાવી શકે, ધર્મની પ્રાપ્તિ ન કરાવી શકે, મનની અશાંતિ ન ટાળી શકે તે એ પૈસાને જીવનનું લક્ષ્ય શી રીતે બનાવી શકાય? આજના માનવ સામે દૃષ્ટિ કરશું તે દેખાય છે કે માનવ સવારથી સાંજ સુધી પ્રવૃત્તિ કરે છે. એના જીવનનું ચરમ ને પરમ લક્ષ્ય એક જ છે પૈસો. શું પૈસા જેવી ચીજ પહેલા હતી નહિ કે જેથી પૈસા પાછળ આજનો માનવ પોતાના જીવનની તમામ પળોને ખચી નાંખે છે. પહેલાને માનવ જીવનની તમામ પળે ખચી ન દેતાં, જીવનનું તમામ સર્વ નિચોવી ન દેતાં આત્મા માટે પણ ઘડી બે ઘડીને સમય કાઢી એના સહવાસમાં રહેવાનું પસંદ કરતે ને એને પોતાના જીવનની ઉજજવળ ઘડી માનતે. પૈસા તે પૂર્વકાળમાં હતા ને આજે પણ છે. માનવ પણ પૂર્વકાળમાં હતો ને આજે પણ છે. બંને ચીજ આજની નહિ-પૂરાણી છે. બે વચ્ચે કોઈ તફાવત નથી પડે. તફાવત પડ્યો છે એ બે વચ્ચેના દષ્ટિબિંદુમાં. પહેલાને માનવ “જીવન ખાતર પૈસા' એ સૂત્ર સ્વીકારતું હતું, જ્યારે આજને માનવ “પૈસા ખાતર જીવન” એ સૂત્ર સ્વીકારે છે.