________________
શારદા રત્ન
७६७ તમે ચાલ્યા જાવ. મારે આ પાપકૃત્ય કરવું નથી. બિચારી કોડભરી કન્યા પહેલા મને જોઈને કેવી હરખાશે ! ને જ્યારે લગ્ન કરીને આવીશ ને આ કોઢીયાને સેંપવાની થશે ત્યારે તેની કેવી સ્થિતિ થશે તે હું કલ્પી શકતો નથી, તેને કેવા દુઃખ પડશે? આટલા વર્ષે જે ભોંયરામાંથી બહાર નીકળ્યો હોય તેને કેટલે આનંદ હોય, પણ ગુણચંદ્રને આનંદ નથી. ન છૂટકે પરણવા જવાનું છે.
ભાડે પરણવા જતો ગુણચંદ્રઃ– કિશોરને ખૂબ સારી રીતે તૈયાર કર્યો અને હવે પરણવા માટે જાય છે. જાન વિદાય થઈ. શેઠના પગમાં જેમ છે ને દિલમાં આનંદ છે, કારણ કે એમને વાર્થ બરાબર સધાઈ ગયે. ગુણચંદ્ર કિશોરનું રૂપ લઈ કિશોરના નામે ભાડે પરણવા જઈ રહ્યો છે. જાન ધનપુરના સીમાડે પહોંચી ગઈ. જાનૈયા અને જાનડીએના અંતર હર્ષથી ૯હેરે ચઢયા છે. મધુર ગીતોની રમઝટ વાગતી હતી. આ બાજુ ધનદ શેઠના મનમાં ચિંતા હતી કે કુશળ જમાઈને જોયા વગર સગાઈ કરીને આવ્યો છે તે જમાઈ કેવા હશે? ટાઈમસર જાન આવી ગઈ તેથી ધનદ શેઠને હર્ષને પાર નથી. ગામમાં અવાજ સંભળાયા, આવી જાન..આવીરે સૂતા જાગે.નિંદ ત્યાગો. શેઠે સામૈયા માટે અપૂર્વ તૈયારીઓ કરેલી હતી. સ્વજને, પરિજને, સ્નેહીઓ બધા શેઠની સાથે જાનના સામૈયામાં જોડાયા. લક્ષ્મીદત્ત શેઠના અંગેઅંગમાં આનંદ હતે. પુત્ર પરણાવવાની હોંશમાં પગમાં જેર ને જેમ હતું. શરીર પર શ્રમ કે થાક દેખા, નહોતે. સામૈયું સજજ બની નગર તરફ આવી રહ્યું. નગરજને બધાને જમાઈ જવાની કેડ હતા. અમારા શેઠની દીકરી શુભમતિ તે દેવાંગના જેવી છે, પણ જમાઈ કેવા હશે? કિશોરને જોઈને બધાને આનંદ થયો.
અદ્દભૂત રૂપ કિૉરકા દેખી, સબ લોક મુખસે બોલે,
વર કન્યાકી સુંદર જોડી, કેઈ ન શકે કભી તેડી. કિશોરનું અદ્દભૂત રૂપલાવણ્ય જોઈને બધાના મુખમાંથી એક જ શબ્દો સરી પડયા કે શું કિશોરનું રૂપ છે ! જેવી આપણું શુભમતિ છે તેવા જ જમાઈ છે. બંનેને કેવો સુંદર સુમેળ છે ! વર કન્યાની સુંદર જોડી કેઈ ન શકે તોડી ! વિધાતાએ કેવો સુંદર સુગ કરી આપ્યો! કિશોરનું રૂપ છે, ગુણ છે, ચતુરાઈ છે, કપાળ પર બુદ્ધિ તરવરે છે, કિશોરકુમારના સુંદર રૂપની વાત વાયુ વેગે ફેલાઈ ગઈ. આ વાત શુભમતિએ સાંભળી. તેને ખૂબ જ આનંદ થયો. તેની આંખે દર્શન માટે અધીરી બની. વાતે ગમે તેટલી સાંભળું પણ નયનથી નિહાળું નહિ ત્યાં સુધી મને સંતોષ ન થાય. હવે તેને જોવા માટે શું કિમિયો કરશે તે અવસરે.
વ્યાખ્યાન નં. ૮૬ આસે વદ ૬ રવિવાર
તા. ૧૮-૧૦-૮૧ સુત બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! સર્વજ્ઞ પ્રભુના મુખમાંથી ઝરેલી વાણી તેનું નામ સિદ્ધાંત. અનેક વિચિત્રતાઓ અને વિષમતાઓથી ભરેલા આ સંસારનું