________________
૭૫૨
શારદા રત્ન
આ વિચાર હજુ જીવને આવતા નથી. એનું કારણ શું? ઘણીવાર રાતમાં ઉંદર માણસને કરડી જાય છતાં તે જાગતા નથી. ઉંદર માંસમાં કરડે છે, છતાં માણસ જાગતા નથી, તેનું કારણ એકજ છે કે ઉંદર ફૂંકી ફૂંકીને કરડે છે, તેથી માનવીતે જાગવાના વખત આવતા નથી, તેવી રીતે આ જીવે અનાદિથી મહેનત કરી, સામગ્રી મેળવી અને બધી છોડી દીધી. બધા ભવના પ્રયત્નો નિષ્ફળ ગયા. આર’ભ-પરિગ્રહ અને વિષય કષાયથી પાપ બાંધી, પરિણામે દુર્ગતિમાં રખડયા પણ એને મેહરૂપી ઉત્તરે મમત્વની એવી ફૂંક મારી કે એને જાગૃતિ આવવા દીધી નથી, પરિણામે જીવ ચતુતિમાં રખડી રહ્યો છે. જ્ઞાનીઓ આપણને પાકાર કરીને સમજાવે છે કે હે આત્માએ! તમારે ભવભીરૂ બનવું છે તેા પહેલા પાપભીરૂ અનેા. ડગલે ને પગલે પાપના ભય રાખા. એક નાનકડા કાંટા વાગ્યા હાય તા કાંટા કઢાવવા માટે સ્થિરતા લાવવી પડે છે, તા ૧૮ પાપના અનતા કાંટા આપણા આત્મામાં ખૂંચી રહ્યા છે અસહ્ય ત્રાસ–વેદના આપી રહ્યા છે, તેને દૂર કરવા આત્માએ આત્મભાવમાં સ્થિર થવું જોઇએ. જડ જે જડના ભાવમાં સ્થિર છે તા ચૈતન્ય પેાતાના ભાવમાં સ્થિર ન રહે! આ માટે સહન કરવાની ટેવ આવકારદાયક છે. આત્મા રૂ જેવા છે. જ્યારે રૂ દખાઈ વણાઈને વાટ અને છે ત્યારે તે વાટ પ્રકાશ આપી શકે છે. રૂને સળગાવવાથી પ્રકાશ કદાપિ ન મળી શકે. આ રીતે આત્મા જે સહન કરશે તે પ્રકાશ પાથરી શકશે. દૂધમાં પાણી ભળે તે પાણીના રંગ બદલાઈ જાય છે તેમ દેહ સાથે આત્મા રહેવાથી આત્મા દેહમય બની ગયા છે. “ જેવા સંગ તેવા રંગ” એવુ આત્માનું બન્યુ છે. આત્માને સારા નિમિત્ત મળે તે આત્મા ગુણની શ્રેણીમાં આગળ વધે છે અને ખરાબ નિમિત્ત મળે તેા આત્મા પતનના પંથે જાય છે, માટે આત્માએ સારા નિમિત્તો મેળવવા જોઈ એ.
તેલ રીફાઈનરીથી સારુ' થાય છે તેમ આત્મા પણુ સહન કરવાથી રીફાઈન થાય છે. રીફાઈન થયેલ આત્મામાં અમૃત ભરેલ છે. તે અમૃત વિષય-કષાયના કૂપમાં હિમળે, સ'સારી જીવા કામ–ક્રોધ વગેરે કષાયા રૂપી લાળથી કરાળિયાની માફક જાળ બનાવી પેાતાના વિનાશ નેાતરી રહ્યા છે. ચીમની કાળી થઈ ગઈ હાય તા તેને ઘસવાથી સાક થાય અને અંદરના પ્રકાશ ઝળહળી ઉઠે, તેમ દેહ રૂપી ચીમની ઉપર અનંત કાળથી વિષયકષાયની કાળાશ લાગેલી છે. તે કાળાશ દૂર થાય તેા આત્માના પ્રકાશ ઝળહળી ઉંઠે. જેમના જીવનમાંથી વિષય કષાયની કાળાશ દૂર થઇ ગઈ છે ને આત્માને પ્રકાશ ઝળહળી ઉઠયા છે એવા નમિરાજષિ ઈન્દ્રના પ્રશ્નના કેવા બેધડક સુંદર જવાબ આપી રહ્યા છે. તેમણે કહ્યું કે શ્રદ્ધા એ મારુ નગર છે. તપ-સૌંયમરૂપી દરવાજા છે, ક્ષમાના મજબૂત કાટ છે, સત્ય—શીલના શસ્ત્રો છે. જેણે આવુ... મજબૂત નગર વસાવી દીધુ' છે તેને શત્રુઓના ભય કયાંથી હાય ! કદાચ ક્રોધાદિ શત્રુ આક્રમણ કરે તે પણ તેને ભગાડવાની પૂરી તૈયારી છે. આપણે બાહ્ય નગરની વાત કરીએ પણ આ રાજિષ તા આભ્યંતર નગરની વાત કરી રહ્યા છે, જેના લેાહીના અણુઅણુમાં, નસેનસમાં ચારિત્રના