________________
૭૫૪
શારદા રત્ન
રહ્યા છે. શેઠે કિશોરને હાથ પકડી આગળ કર્યો. ગુણચંદ્રને જોતાં બધા આશ્ચર્ય પામી ગયા. શું શેઠને દિકરો છે! લક્ષમીદત્ત શેઠના વર્તન પરથી નગરજનેએ ગુણચંદ્રને શ્રેષ્ઠીપુત્ર કિશોર માની લીધે. કોઈને જરા પણ ખ્યાલ ન આવ્યો કે આ શેઠનો પુત્ર નથી. બધાને આનંદ છે, હર્ષ છે, પણ નથી આનંદ ગુણચંદ્રને તેના મનમાં તે એ વાત ખટક્યા કરે છે હે ભગવાન! હું આવા પાપ કરીને કયાં જઈશ? કોડ ભરી કન્યાની શી દશા થશે? ઘડીકમાં તેના મનમાં થાય કે હું કયાં કિશોર છું? શા માટે મારે આવા પાપ કરવા જોઈએ? હું કહી દઉં કે હું કિશોર નથી.
છુપી બાત પ્રગટ છે તે, જીવ જોખમમેં આયે,
શેકી કીતિકે કલંક લગે, મન હેકર કાર્ય કરના. જે હું રહસ્યને પડદે ખુલ્લે કરું તે તેઓ કદાચ આપઘાત કરી બેસે તે? બીજી તરફ શેઠની કીતિને કલંક લાગે. દરેક જીવને બે મન હોય છે. દ્રવ્ય મન અને ભાવમન એક મન કહે છે કે મારે બધી વાત સ્પષ્ટ કહી દેવી જોઈએ. આવી માયાજાળમાં મારે શા માટે સપડાવું જોઈએ ! બીજું મન ના પાડે છે. એમ કરવાથી શેઠ કદાચ કંઈક કરી બેસે તે! છેવટે નિર્ણય કર્યો કે અત્યારે તે મૌન રહીને કાર્ય કરવું પડશે. તે મનમાં જ બેલવા લાગ્યો કે અરે ! ભાગ્ય તારી કરામત ! શી તારી વિચિત્રતા! શેઠની કેવી માયાજાળ! ગુણચંદ્ર બધાના મનથી તે કિશોર બની ચૂકે હતો પણ હવે પોતે કિશોર છે એ સ્વાંગ સજવો પડે. બેન્ડવાજા અને વાજિંત્રના ઠાઠમાઠથી ગુણચંદ્રને આગળ કરી બધા ચાલી રહ્યા છે.
ગુણચંદ્રની પ્રશંસા – ગામમાં બધાને ખબર પડી ગઈ હતી કે લહમીદત્ત શેઠનો પુત્ર કિશોર તેના મોસાળમાં રહેતો હતો ને ભણતો હતો તે ઘણાં વર્ષ અભ્યાસ કરી લગ્ન માટે આવ્યો છે, એટલે બધાનું મન એને જેવા તલસી રહ્યું હતું. ચોરે ને ચીટે, શેરીએ ને અટારીએ, બારણે ને પ્રાંગણે, કઈ ધાબે તો કોઈ ઓટલે, તો કોઈ રસ્તામાં બધા ટેળેટોળા વળીને ઉભા હતા. બધાના મનમાં એક જ પ્રશ્ન ઉઠતો હતું કે શેઠને દીકરે આટલે મેટે થયો છતાં આપણે તેને કયારે પણ જોયો જ નહિ? શું એનું રૂપ છે ! શું એની મુખાકૃતિ છે ! રૂપ અને કળામાં સુધાંશુની ચમક જાણે જોઈ લો. રૂપ તે ઘણાંને મળે છે પણ જે વર્ણ ન હોય તે તે રૂ૫ શોભતું નથી. વિધાતા નવરી હશે ત્યારે આનું રૂપ ઘડયું હશે ! ગુણચંદ્રને જોઈ કઈ શેઠના તો કોઈ પુત્રના ભાગ્યની પ્રશંસા કરી રહ્યા હતા. કેટલાક લોકો એની ક્ષેમકુશળતાના સમાચાર પૂછતા, તે ગુણચંદ્ર બધાની સાથે વિનય–વિવેક સાચવીને જવાબ આપતો. એની ભાષામાં મીઠાશ હતી. તે એવું મીઠું બેલે છે કે જાણે તેના મુખમાંથી અમી ન કરતી હોય! ગુણચંદ્ર બધાને હાથ જોડી વંદન કરે. તેનામાં જરા પણ અભિમાન નથી. ચાલતાં ચાલતાં શેઠ ગુણચંદ્રને બધાને પરિચય કરાવતા હતા. આ પ્રેમચંદ શેઠ, તે ગામમાં બહુ પ્રખ્યાત છે. આ ઝવેરી, આ તારા કાકા, આ તારા ફૂઆ-ફઈબા વગેરે બધાની