________________
શારદા રત્ન
૭૫૧ શ્રદ્ધા ઘણી છે તેથી અનેક ધર્મદ્રોહી મનુષ્ય તારા પર ઈર્ષ્યા કરે છે અને તે તારા શત્રુ બની ગયા છે. કદાચ તે શત્રુઓ ક્યારેક તારા પર હુમલે કરશે ને તને મારી નાંખશે, માટે તું ધર્મને છોડી દે. ત્યારે સ્ટિવને ગભરાયા વિના, ભય રાખ્યા વિના શાંતિથી તેને કહ્યું–હે મિત્રે ! “મારા માટે તમારે ચિંતા કરવાની જરૂર નથી, તેઓ મારા પર હુમલો કરવા આવશે તે મેં એક લેખંડી કિલ્લો તૈયાર કરી રાખ્યો છે તેમાં પેસી જઈશ. ત્યાં મને કોઈ મારી શકે તેમ નથી. સ્ટિવનનો આ જવાબ સાંભળી તેના મિત્રોના મનમાં થયું કે આપણે તેના હિત માટે કહેવા આવ્યા ત્યારે તેને તે અભિમાનનો પાર નથી. મિત્રો પણ એને દ્વેષી બની ગયા. તેમણે સ્ટિવનનું અભિમાન ઉતારવાનો નિશ્ચય કર્યો. જે ધર્મમાં દઢ બને છે તેને કસોટી આવે છે પણ તે કસોટીમાં જે દઢ રહે છે, ડગતા નથી તે તેમાંથી પાર ઉતરી જાય છે.
આત્મશ્રદ્ધારૂપ કિલે – એક વખત સ્ટિવન કઈ કામે એક બહાર જઈ રહ્યો હતો. રસ્તામાં ધર્મ થી દુશ્મને તેને મળ્યા ને સ્ટિવનને ચારે બાજુથી ઘેરી લીધે ને તેને મારવા તૈયાર થયા, પણ સ્ટિવન ડર્યો નહિ. તેના દિલમાં જરાપણ ગભરાટ થયો નહિ. તેને નીડર ઉભેલો જોઈને દ્વેષીઓ કહે છે સ્ટિવન ! હવે તું શું કરીશ?
ક્યાં જઈશ? કેવી રીતે છૂટીશ ? તું કહે છે ને કે મેં કિલે તૈયાર કર્યો છે તો તે . તારો મજબૂત લોખંડી કિલો કયાં છે? સ્ટિવને નીડરતાપૂર્વક હિંમતથી કહ્યું કે ભાઈએ, મારો કિલ્લો મારા હૃદયમાં છે. બહાર નથી. તેનું નામ છે ધર્મ પ્રત્યે અતૂટ શ્રદ્ધા.
જ્યાં સુધી હું આત્મશ્રદ્ધા રૂપી કિલામાં રહેલો છું ત્યાં સુધી તમે મારું સહેજ પણ અનિષ્ટ કરવા શક્તિમાન નથી. કદાચ તમે મને મારી નાંખશે તે આ દેહને મારી શકશે પણ મારા આત્માને મારી શકવાના નથી. મરણ શરીરનું છે, આત્માનું નહિ. આ શરીર તો વહેલું કે મોડું એક દિવસે છૂટવાનું છે, તે આજે છૂટી જશે તે શે. વધે ? એમ કહીને હસતા મુખે ઉભા રહ્યા. સ્ટિવનની ધર્મશ્રદ્ધાને પ્રભાવ શત્રુઓ ઉપર અજબ પડો. સ્ટિવનનો જવાબ સાંભળી ધર્મદ્રોહીઓ ઠંડાગાર બની ગયા ને તેમના ચરણમાં પડી ગયા અને બધા ધર્મમાં દઢ શ્રદ્ધાવાન બન્યા. આ છે ધર્મશ્રદ્ધાનો અદ્દભૂત પ્રભાવ.
નમિરાજર્ષિ વિપ્રના રૂપમાં રહેલા ઈન્દ્રને એ જ કહે છે કે મેં શ્રદ્ધારૂપી નગર વસાવ્યું છે. એ નગરને વિશેષ રૂપથી સુરક્ષિત રાખવાને માટે તેની ચારે બાજુ ક્ષમાને મજબૂત કોટ બનાવ્યું છે. કોઈ પણ શત્રુ એને તોડી શકવા સમર્થ નથી. મોક્ષ માર્ગની સાધનાનું સંરક્ષણ ક્ષમાના કિલ્લાથી થાય છે. જે એ કિલે સલામત નહિ હોય તે ક્રોધ, વૈર વિરોધ, અસમાધિ વગેરે લૂંટારાઓને પિસતા વાર નહિ લાગે અને એમની હાજરીમાં બીજી લાખ રૂપિયાની સાધના લૂંટાઈ જાય છે. કહ્યું છે કે “કો કોડપૂર્વ તણું સંયમ ફળ જાય ? માણસ સમતા, ક્ષમા ગુમાવીને કોધના કારણે હિંસા કરી બેસે છે, અસત્ય બોલે છે, કલેશ કરે છે, ઉપકારી પ્રત્યે કૃતઘ્ન બનવા પ્રેરાય છે,