________________
૭૪૬
શારદા રત્ન
દીકરે પૂછે છે બાપુજી! આ કેણ? દીકરા ! તું એ વાત પૂછીશ નહિ. હું દુષ્ટ છું, અધમ છું. દીકરો બનીને ન છાજે એવા મેં કાર્ય કર્યા છે. આ ઉપકારી બાપને મેં સેંયરામાં પૂર્યા છે, કઈ દિવસ ખબર લીધી નથી. મારા જેવો પાપી બીજે કેણ હશે! આજે તું મને વંદન કરવા આવ્યો ત્યારે મારા હૃદયે પટ્ટો લીધો. અહ! મારો દીકરો મને વંદન કરે ને હું દીકરો બનીને બાપને કેવા દુઃખ આપું છું ! આજે મારી આંખ ઉઘડી ગઈ છે. તે પિતા તેમના ચરણમાં પડ્યા પછી બાપે પોતાના પુત્રને વંદન કરવા દીધા.
ઈન્ડે કહ્યું-નમિરાજ ! તમે તમારા પુત્રનું હિત તે જુઓ. જે પુત્રોનું હિત ઇચ્છે છે તે સાચા મા-બાપ છે. પુત્રના રાજ્યના રક્ષણ માટે, શત્રુઓથી બચવા માટે જીર્ણ બની ગયેલા કિલ્લાઓને મજબૂત બનાવીને પછી દીક્ષા લો. હજુ ઈન્દ્ર નમિરાજને શું કહેશે તેના ભાવ અવસરે.
ચરિત્ર –ક૫ટબાજી કરવામાં શેઠની કુશળતા –મૃત્યુના ભયના કારણે ગુણચંદ્ર શેઠની વાત સ્વીકારી અને કહ્યું-આપ મને બચાવો... હું આપની આજ્ઞા માનીશ, તેથી શેઠે તેને ભેંયરામાંથી બહાર કાઢો. બિચારા ગુણચંદ્ર તો કેટલાય સમયથી પ્રકાશ જે નથી, તેને તે જાણે એમ લાગ્યું કે હું કઈ નવી દુનિયામાં આવ્યો છું. ગુણચંદ્રનું શરીર માર ખાઈ ખાઈને, અને ભૂખ-તરસથી કૃશ થઈ ગયું છે. શેઠે જ તેને માર માર્યો છે, પણ અત્યારે પિતાને ગરજ હોવાથી ગુણચંદ્રના શરીર સારા સારા તેલ ચોળીને રિનાન કરાવ્યું. સુગંધી પદાર્થોને વિલેપન કર્યા, ભારે ભારે દાગીના, કપડાં પહેરાવ્યા. આ રીતે તૈયાર કરીને પાછલી રાત્રે ગાડી લઈને શેઠ ઘરની બહાર નીકળ્યા. ઘણું ઘણું દૂર ગયા, પછી એક વૃક્ષ નીચે બેઠા. આ બધું શા માટે કર્યું? સમજાયું ? શેઠની કપટબાજી છે. તેમણે બધાને કહ્યું છે કે મારો દીકરો તેના મોસાળમાં ભણે છે તે પુત્ર મોસાળથી આવ્યો તેવો દેખાવ કરે જોઈએ ને ? ગામના લોકોએ કેઈએ પુત્રને જે નથી અને આ પુત્ર ભણને આવ્યા એવી કપટબાજી છે તેથી આ પ્રમાણે કર્યું. ગુણચંદ્રને કિશોરનો પોશાક પહેરાવ્યો. શેઠ રાત્રે ગયા તે નેકરને પણ સાથે લઈ ગયા નથી, કારણ કે બધી વાત ખુલ્લી થઈ જાય. થોડી વાર થઈ પછી શેઠ ગુણચંદ્રને કહે, તું અહીં બેસજે. હું સવારમાં ગામમાં બધે સમાચાર આપી દઈશ કે મારે કિશોર ભણીને આવ્યા છે માટે વાજતે ગાજતે સામૈયું કરવાનું છે, તેને કઈ પૂછે કે, તું કિશેર છે? તે કહેજે હા, હું મોસાળથી આવ્યો છું. આ રીતે બધું શીખવાડીને શેઠ ઘેર ગયા.
ચિંતાનો ચિરાગને સામૈયાનો સ્વાંગ -ગુણચંદ્ર એક બેઠે બેઠે મનમાં વિચાર કરે છે કે અહો હે પ્રભુ! મારે ઘેર પાપમાં પડવાનું? શેઠ મને તલવાર મારવા આવ્યા હતા ત્યારે હું મરી ગયો હોત તો આ પાપ તે મારે ન કરવું પડતને ! બંધુઓ ! ભાવિમાં જે લેખ લખ્યા હોય તે મિથ્યા ન થાય. ગુણચંદ્ર ઝાડ નીચે એકલો બેઠે છે, તે સમયે જે ભાગી ગયો હોત તે કેણ એને રોકનાર હતું ! પણ કર્મો ઉદયમાં આવે ત્યારે