________________
૭૪૦,
શારદા રત્ન ગુરૂ-ગુરૂણીને મહાન ઉપકાર છે. તેમના ઉપકારનો બદલો વાળવા માટે શિષ્યા ગમે તેટલું કરે તે પણ તેને ઋણમાંથી મુક્ત થઈ શકતા નથી. તેઓ ખૂબ ભદ્રિક અને સરળ સ્વભાવી હતી. કેન્સર જેવું દર્દ થવા છતાં તેમની સમતા અજબની હતી. એવા શુદ્ધ ચારિત્રના બળે જેમણે પોતાને અંતિમ સમય જાણી લીધો હતો, અને સંથારો કરી પંડિત મરણે કાળધર્મ પામ્યા છે. તેમની પુણ્યતીથિના દિવસે બને તેટલી વધુ આરાધના કરશે તે જ સાચી શ્રદ્ધાંજલી અર્પણ કરી કહેવાય.
(પૂ. મહાસતીજીએ પૂ. પાર્વતીબાઈ મહાસતીજીના જ્ઞાન, દર્શન, ચારિત્રની સુવાસથી ઝગમગતા જીવન પર સુંદર પ્રકાશ પાડયો હતો. જે સાંભળતા શ્રેતાઓની આંખો અશ્રુભીની બની હતી. )
વ્યાખ્યાન ન–૮૩ આ વદ એકમ ને મંગળવાર
તા. ૧૩-૧૦-૮૧ શાસનપતિ ત્રિલોકીનાથ ભગવાન મહાવીર સ્વામીએ જગતના જીવોને આત્માનું સ્વરૂપ સમજાવ્યું. મહાન ભાગ્યોદયે જૈન સિદ્ધાંતે, જૈન ધર્મ આપણને મળે છે કે જે આત્માનું સ્વરૂપ સમજાવે. જૈન ધર્મ એ આત્માનો ધર્મ છે. અહિંસા સાથે એની પરિપાટી છે. આત્માને જાણવો, એને ઓળખવો ને એના માટે પ્રયત્ન કરવો એ જેનસિદ્ધાંતનું મૂળ છે. દેહ અને દહીં એટલા બધા એકમેક થઈને રહેલા છે કે ઘણીવાર દહને મહત્વ આપવામાં આવે છે. દેહના સુખ માટે માનવી રાત-દિવસ પ્રયત્ન કરે છે. જૈન દર્શન કહે છે કે દેહ અને આત્મા એક નથી. દેહ જુદો છે ને આત્મા પણ જુદો છે. આ શરીર તે આત્મ સાધના માટે એક સાધન છે. સાગર તરવા માટે જેમ હેડી સાધન છે તેમ સંસાર સાગર તરવા માટે દેહ એ હડી છે. “સરીર માદુ નાવત્તિ” આ શરીરને નૌકાની ઉપમા આપી છે. આ નૌકા દ્વારા જીવ સંસાર સાગરને તરી શકે છે. સાગર પાર કર્યા પછી જેમ કેઈ હડીને ગળે વળગાડી રાખતું નથી, એમ સંસાર કરવા માટે દેહ સાધન છે, એટલા માટે એનું મહત્ત્વ છે. દેહના રખોપામાં દહીને ભૂલી ન જવો જોઈએ. આ દેહ આત્મ સાધનામાં સહાયક બને માટે એને સાચવવો, પણ એની ખૂબ આળપંપાળ ન કરવી. આત્માને ઓળખવા માટે માણસે જીવનમાં અભય, અહિંસા ને પ્રેમ કેળવવાના છે. મહાન ગુરૂદેવના મુખેથી વહેતી વીતરાગ વાણી સાંભળી, પણ શ્રદ્ધાથી જીવનમાં કેટલી ઉતારી ! એને રંગ જીવનના પિતા પર કાચ લાગ્યો કે પાકે તે વિચારવાની જરૂર છે. - જૈન ધર્મ એ કઈ કેમ કે નાતન ધર્મ નથી. એ વિશ્વ ધર્મ છે. અંતરની શક્તિ કેળવવા પર ભાર આપનાર અને આત્માને ઓળખવા સતત પ્રયત્ન કરતે ધર્મ છે. સાચે જૈન કદી પરાજય અનુભવે નહિ. હારમાં પણ તે જીત જુએ, કારણ કે દરેક હાર એને માટે પ્રગતિનું પગથીયું છે. સાચે જૈન કદી હારે નહિ, કારણ કે