________________
૭૩૮
શારદા રત્ન
શેઠને પિતાની આબરૂને મોટો પ્રશ્ન ઉભો થયો છે, તેથી ગુણચંદ્ર પાસે જઈ તેને ભાડૂતી વરરાજા તરીકે લઈ જવા માટે સમજાવે છે ને અનેક પ્રલોભનો આપે છે, પણ ગુણચંદ્ર આવું અઘટિત કાર્ય કરવા તૈયાર થતું નથી. તેણે શેઠને સ્પષ્ટ કહી દીધું શેઠ! તમારી સહાનુભૂતિ તમારી પાસે, મારે ન જોઈએ. મારું જીવન ભંયરામાં રહીને તમારા માર ખાઈને દુઃખમાં જાય છે, તેવું ભલે જાય. તમારા સારા સારા વચ્ચે અને આભૂષણો મારે નથી જોઈતા, અને નથી જોઈતા તમારા સ્વાદિષ્ટ ભજનો. આપ મને મન-ઈચ્છિત સુખ આપવાની વાત કરે છે, એ બધું કંઈ મારે નથી જોઈતું. મારે તે એક જોઈએ છે સતીની જીવનરક્ષા તેનું જીવન દુઃખના ઊંડા સાગરમાં ધકેલાઈ ન જાય. મને એવા ખોટા દંભ, માયા, પ્રપંચ ગમતા નથી. પાપના ફંદામાં પડી અધમ કાર્ય કરવાની મારામાં હિંમત નથી. હું એવા વિશ્વાસઘાતના ઘેર પાપમાં નહિ પડે. એ કાર્ય મારાથી નહિ બને.
ગુણદત્તની વાતો સાંભળતા શેઠના મનમાં તે ગુસ્સો આવ્યો. ધના આવેશમાં આવીને કહે છે અરે મૂર્ખ ! આટલી લાગણીથી કહું છું છતાં મારી માંગણીને અસ્વીકાર કરે છે ? મારી અવગણના કરે છે ? તું ધર્મ–અધર્મની મોટી મોટી વાતો કરે છે. મને પણ ધર્મ-અધર્મને બરાબર ખ્યાલ છે. તારે સમજાવવાની જરૂર નથી. કઈ પ્રકારની મુશ્કેલીમાંથી ઉગરવા પ્રયત્ન કરવો એ ધર્મ નથી? પિતાની ઈરછાને કેઈપણ પ્રકારે પૂરી કરવી એ ધર્મ છે. આશાને નિરાશામાં ફેરવવી એ અધર્મ છે. જુઓ શેઠે—ધર્મ અધર્મની વ્યાખ્યા કેવી કરી ? પિતાને સ્વાર્થ સાધવા માનવી કેટલું અસત્ય બેલે છે ! શેઠ કહે ગુણચંદ્ર! તું એ વાત ન ભૂલતે કે હું શેઠના કબજામાં છું. હજુ હું તને ટાઈમ આપું છું. તું થોડો વિચાર કર.
શેઠજી! વિચાર શેને કરવાનો? અરમાનેની માળ ગૂંથતી કેડભરી કન્યાની સાથે કપટબાજી કરવાને? એક નિર્દોષ બાળા પર ઠંડો સીતમ ગુજારવાને ? વિશ્વાસઘાત કરી તમારી આશા પૂરી કરવી એ શું ધર્મ છે? જ્ઞાનીઓએ પિકારી પોકારીને કહ્યું છે કે વિશ્વાસઘાત એ મહાપાપ છે. જ્ઞાનીએ આઠ મહાપાપી કહ્યા છે. તેમાં વિશ્વાસઘાતીને મહાપાપી કહ્યો છે. આ પાપ દુર્ગતિને બાપ છે. એ પાપ મારાથી નહિ બને, નહિ જ બને. આ વાતથી તે ગુણચંદ્રનું લેહી ઉકળી ગયું છે. શેઠને લાગ્યું કે હવે બાજી હાથમાંથી જવા બેઠી છે. ગુણચંદ્ર તે વધુ ને વધુ મકકમ બનતો જાય છે. જે ગુણચંદ્ર મારી વાત સ્વીકારે તે સારું, નહિ તે દુનિયામાં મુખ બતાવવું ભારે પડશે. ગુણચંદ્ર તે મકકમતાથી કહ્યું કે મારાથી ભાડૂતી વરરાજા બનાશે નહિ. હવે તે શેઠને મિજાજ ગયો, આંખે લાલઘૂમ બની ગઈ અને ગુસ્સાથી તાડૂકતા કહેવા લાગ્યા. અકકલ વિનાના, હજુ તું સાંભળતું નથી ? તે જોઈ લે હવે.
લક્ષ્મીદત્ત ગુસ્સામે આ કર, ચમકતી કટાર નિકાલી,
મેરા વચનકા કર સ્વીકાર, તે મિલે જીવતદાન. શેઠે ગુસ્સામાં આવીને મ્યાનમાંથી ચમકતી તલવાર કાઢી અને બેલ્યા, જઈ લે આ