________________
શારદા રત્ન
૭૨૯
66
66
૮ કડૅમાણે કરે” નહિ પણ કડેમાણે અકડે ” એમ ખેલવુ' જોઈએ. શિષ્યાએ જઈને ભગવાનને વાત કરી. ભગવાને જમાલિ મુનિને પાતાની પાસે ખેલાવીને “ કડેમાણે કડે ” ના સિદ્ધાંત સમજાવવા ઘણા પ્રયત્ન કર્યા, પણ જમાલિ તે અહંકાર અને મમકારના દોરડે બંધાઈ ગયા હતા. તેમના મનમાં હું કહું છું તે સાચું એ વાતનું... મમત્વ અંધાઇ ગયું હતું. બધા સાધુ સાધ્વીઓને આ વાતની જાણ થઈ ગઈ કે જમાલિ મુનિના મનમાં ‘ કડેમાણે કડે ’ ને બદલે ‘કડેમાણે અકડે’ એવું સિદ્ધાંત પ્રત્યે મમત્વ ખંધાઇ ગયુ છે. તે કહે છે કે ભગવાનના સિદ્ધાંત ખાટા છે ને મારા સિદ્ધાંત સાચેા છે.
ભગવાન મહાવીરપ્રભુએ જમાલિક મુનિને સમજાવવાના અનેક પ્રયત્ના કર્યા, પણ તે ન સમજયા તે ન જ સમજ્યા. પેાતાના હઠાગ્રહ ન છેડયેા. જમાલિના મનમાં અહંકાર અને મમકાર તા હતા, હવે પ્રભુ પ્રત્યે તિરસ્કારના ભાવ પણ આવ્યા. અહંકાર, મમકાર અને તિરસ્કાર એ ત્રિપુટીએ જમાલિ મુનિનું ધાર પતન કર્યું" અને કિષિીમાં ફેંકાઈ ગયા. આવા ઉચ્ચ વૈરાગી સાધક શું કિવિષીમાં જાય ? ન જાય, પણ કેવળજ્ઞાની તીર્થંકર ભગવાનના વચનનું ઉલ્લંઘન કર્યું" ને અહંકારમાં તણાઇને ખાટી પ્રરૂપણા કરી. મમકારથી એ સાચું માની લીધુ' ને પ્રભુ પ્રત્યે તિરસ્કાર થયા. આ કારણથી કિક્વિીમાં ગયા, માટે ભગવાન કહે છે કે હું આત્મન્ ! તું અહંકાર અને મમકારને છેડ. આ જીવ રાત દિવસ રૂમ 7 અસ્થિમ ૬ નહિ” આ ધનધાન્ય, સ્વજને મારા છે ને આ મારા નથી. મારા-તારાના તાફાનમાં આ જીવ અટવાઈ ગયેા છે. અહંકાર છે ત્યાં અથડાવાપણું છે. મમત્વ છે ત્યાં માત છે. અહંકાર જાય તા અરિહત મનાય ને મમત્વ જાયતા મેાક્ષ મળે. મિરાજને સર્વ સ્વજના, સવ વસ્તુઓ પરથી મમત્વ ઉઠી ગયું છે, તેથી કહી રહ્યા છે કે મિથિલા બળવા છતાં મારુ કાંઈ ખળતું નથી. હનુ નમિાજ વિપ્રને શું કહેશે તેના ભાવ અવસરે
ચરિત્રઃ-લક્ષ્મીદત્ત શેઠે દીકરાના લગ્ન લીધા છે, પણ મૂ`ઝવણુના પાર નથી. આવા કાઢીયા છેાકરાને પરણાવવા લઇ જવા કેવી રીતે ? ગમે તેમ તેા ય વીસા વાણિયા હતા ને! (હસાહસ) વણિકને બુદ્ધિ તા વરી ચૂકી છે. વળી શેઠ છે પણ બુદ્ધિશાળી, એમણે એક ઉપાય શેાધી કાઢ્યા. સવારમાં ફાનસ લઈ ને શેઠ ભેાંયરામાં ગયા ને મેલ્યા, બેટા ગુણુચંદ્ર ! બેટા શબ્દ સાંભળતા ગુણચંદ્ર ચમકયેા. કેટલાય મહિને આજે બેટા શબ્દ સાંભળવા મળ્યા. તેના મનમાં થયું કે રાજ માર મારનારા શેઠ આજે કેમ આટલા બધો પ્રેમ બતાવે છે! કેટલાય સમયથી અધકારમાં રહેલા ગુણચંદ્ર પ્રકાશ જોતાં આનંદમાં આવ્યા, તેની આંખા ચંચળ બની ગઈ. શેઠ બે ત્રણ વાર આવ્યા ને ગયા, એટલે ગુણુચ'દ્ર ચમકયો. આજે શેઠ ત્રણ ત્રણ વાર કેમ આવ્યા ને ગયા.
જાલ રચાવે આજ દેખા, લક્ષ્મીદત્ત શેઠજી, ગુણચંદ્રકે પાસ જાકર, બુદ્ધિબલસે સમજાવે.
શેઠ પેાતાની માયાજાળ રચીને બે ત્રણ વાર ગુણચંદ્ર પાસે આવ્યા ગયા, તેથી