________________
શારદા રત્ન
1933
ઘર કે કુટુંબ જે કહા તે તેની પાસે છે. તેને કાઈ ઈજા કરી શકતું નથી. ભૌતિક સામ્રાજ્ય અને દુઃખદ એવા જગતના પદાર્થો ઉપર સ્થિરપણાની, સ્વકીયપણાની અને સુખાકારીપણાની દૃષ્ટિ ઘણી કરી અને એની પાછળ સરવાળે નિષ્ફળ એવી દોડધામ પણ બહુ કરી, પણ એમાંથી કઈ સુધર્યું" નહિ, કઈ કલ્યાણુ થયુ નહિ, તે હવે એવી ભ્રમ ભરેલી પાતાપણાની દૃષ્ટિ અને દોડધામ શા માટે? ભ્રમણાના માર્ગ કલ્યાણ કથાંથી થાય ? તેથી મિરાજ કહે છે કે મિથિલા ખળે એમાં મારું કાંઈ ખળતું નથી, પછી શા માટે એની ચિંતા કરું ?
ચિંતા કાને થાય? દુઃખ કાને થાય ? જ્યાં મારાપણું માન્યું છે ત્યાં દુઃખ છે અને મારાપણું છૂટી જાય ત્યાં દુઃખ રહેતું નથી. ભગવાન આચારાંગ સૂત્રમાં બાલ્યા છે " जे ममाइग्रमइ' जहाइ से चयइ ममाइय से हु दिहे मुणी जस्त नत्थि ममाइयौं । જે મમત્વભુદ્ધિના ત્યાગ કરી શકે છે તે મમત્વને ાડી શકે છે. જેને મમત્વ નથી તે મેાક્ષ માને જાણવાવાળા મુનિ છે. આ સૂત્રમાં ભગવાને મમતાને ત્યાગ કરવાનું કહ્યું છે. મમતાના જન્મ મમત્ત્વ બુદ્ધિથી થાય છે. તેથી જ્યાં સુધી મમત્વ બુદ્ધિ રહે છે ત્યાં સુધી પદાર્થોના ત્યાગ અંતરના ભાવથી થઈ શકતા નથી. વસ્તુના સચાગ ન હેાય છતાં, પણ જો મનમાં તે પદાર્થો પ્રત્યે મમત્વબુદ્ધિ છે, તેા પદાર્થોના અભાવમાં પણ મમતાના દોષ લાગે છે. એનાથી વિપરીત બાહ્યદૃષ્ટિથી કાઈ માણસ પરિગ્રહવાન દેખાતા હાય પણ તે પદાર્થો પ્રત્યે મમત્વ બુદ્ધિ ન હાય તા તે પરિગ્રહ ત્યાગી કહી શકાય છે.
ܕܕ
એક વખત ભગવાન ચરમ તી કર પ્રભુ શ્રી મહાવીર સ્વામી સમવસરણમાં અમૃત વાણીના ધેાધ વહાવી રહ્યા હતા. ત્યાં અખૂટ સપત્તિના માલિક એક મહાન સમ્રાટ ભગવાનના સમવસરણમાં દાખલ થયા. એ જ સમયે એક ગરીબ ભિખારી પણ સમવસરણમાં દાખલ થયેા. બરાબર એ બંને બનાવાને અનુલક્ષીને ઈન્દ્રભૂતિ ગણુધરે ભગવાનને પૂછ્યું, હે પ્રભુ! આ બંનેમાંથી કાને પરિગ્રહના વળગાડ વધારે હશે ? ભગવાને કહ્યું, હે ગૌતમ ! ભિખારીને. આ વાત સાંભળીને ગૌતમસ્વામીને તે ખૂબ આશ્ચય થયું. તેમણે ફરી પેાતાના મનનું સમાધાન કરવા પૂછ્યું, હે ભગવાન ! પરિગ્રહની અખૂટ સામગ્રી જેની પાસે છે તેને નિષ્પરિગ્રહી કહેા છે અને જેની પાસે ભીખ માંગવા એક રામપાત્ર નથી તેને પરિગ્રહવાન કહેવા (?) એ કેવી રીતે ? પ્રભુએ શંકાનું સમાધાન કરતાં કહ્યું, હું ગૌતમ ! પરિગ્રહ અંતર સાથે સંકળાયેલેા છે, એને બાહ્ય સ્થિતિ સાથે સબંધ નથી. આ રાજા પાસે આટલી સંપત્તિ હોવા છતાં એમને એ પ્રત્યે માહ–મમતા કે આસક્તિ નથી. એટલું જ નહિ પણ તે તેમાંથી છૂટવા માટે હુંમેશા પ્રયત્ન કરે છે. જ્યારે આ ભિખારીની પાસે કાંઈ નથી, છતાં એટલી બધી તીવ્ર મમતા છે કે કદાચિત્ એની સામે સાનાના ઢેરના ઢેર ખડકવામાં આવે તે પણ એને સંતાષ થવાના નથી. તેની ચિત્તવૃત્તિ પરથી હજુ મમતા ઘટી નથી. પદાર્થાના અભાવમાં પણ તેના મનમાં એ લાલસા છે કે જો મને પદાર્થો મળી જાય તો તેના ઉપભેાગ કરું. આ મમત્વ