________________
શારદા રત્ન
૭૩૫
પણ તે સ્થિતિમાં જે માણસ સમતા રાખી શકે છે, ધીરજ ધરી શકે છે તે પિતાના જીવનને સફળ બનાવી શકે છે. શાસ્ત્રવાણી સાંભળવાનું અને સત્સંગ કરવાનું ફળ તે વખતે કામ આવે છે. સુખમાં કુલાઈ ન જવું અને દુખમાં ગભરાઈ ન જવું એ જીવનની સાર્થકતા છે.
એક વખત ધર્મરાજાની જન્મજયંતિ દિવસ હતે. તે દિવસ બધાએ ખૂબ ધામધૂમથી ઉજવવાનું નક્કી કર્યું. તમને બધાને પણ જન્મજયંતિ વહાલી છે ને? તે દિવસે તમને એમ થાય કે ગામમાં સંત-સતીજી બિરાજે છે તો માંગલિક સાંભળવા જઈએ. ધર્મરાજાની જન્મજયંતિ નિમિત્તે દેશદેશના રાજાઓ તેમને ભેટ ધરવાને માટે આવેલા હતા. કેઈ દશ હજાર, તે કઈ પચ્ચીસ હજાર, કઈ સવા લાખ, તો કઈ પાંચ લાખની કિંમતી રત્નજડિત ભેટે લઈને આવ્યા હતા. તે વખતે રાજાઓની એટલી બધી ભીડ હતી અને ભેટ આપવાની રકમે પણ એટલી બધી મેટી હતી કે ધર્મરાજાને એવો ઠરાવ કરે પડ્યો કે જેણે ધર્મરાજાને સવા લાખ રૂપિયા કરતાં વધારે ભેટ આપવી હોય તે ધર્મરાજાને હાથોહાથ આપી શકશે. બાકીના બીજા માણસોએ પિતાની ભેટ મોટા અમલદારોને આપવી. બિચારા ગરીબ માણસે સામાન્ય ભેટ લઈને આવ્યા હતા. આવી મોટી મોટી ભેટ જોઈને તેમના મનમાં થયું કે લાખ બે લાખ પાંચ લાખની ભેટ , આગળ આપણી કિંમત કયાં ?
- સવા લાખથી નીચેની રકમની ભેટે લાવેલાઓ અમલદારોને પિતાની ભેટ આપવા લાગ્યા. સભામાં જુદી જુદી જાતની અને એક કરતા એક ચડે એવી ભેટો આવવા લાગી. કૃષ્ણજી પણ ધર્મરાજાને ભેટ આપવા આવ્યા હતા. બધાની ભેટો આવી રહી ત્યારે કૃષ્ણજીએ ઉભા થઈને એક નાની વીંટી ધર્મરાજાને ભેટ આપી. આ જોઈને બધા રાજાઓ આશ્ચર્ય પામી ગયા કે નાના નાના રાજાઓએ મોટી ભેટ આપી અને ત્રણ ખંડના અધિપતિ કૃષ્ણ વાસુદેવે આટલી નાની વીંટી ભેટ આપી ! સભામાં ખળભળાટ મચી ગયો. ધર્મરાજા રાજ્યાસન ઉપરથી ઉભા થઈ ગયા ને કહ્યું, હે રાજાઓ! શાંત થાવ. કુણુજીએ મને વીંટી આપી તે જોઈ ને આપ બધા અજાયબ થયા છે ને તમારા મનમાં એવો વિચાર આવ્યો હેય એમ મને લાગે છે કે નાના રાજાઓ મોટી મોટી ભેટ લાવ્યા, અને શ્રી કૃષ્ણ જીએ આટલી નાની વીંટી જ કેમ આપી? પણ હે રાજાઓ ! તમે બધાએ મને જે ભેટ આપી છે તેના કરતાં આ વીંટીની કિંમત કરોડે ગણી છે. ખરું કહું તે તેની કિંમત અમૂલ્ય છે. - ધર્મરાજાની વાત સાંભળતા બધાના મનમાં થયું કે આ વીંટીમાં એવું કંઈ દેખાતું નથી, ને ધર્મરાજા કહે છે કે તેની કિંમત કરોડથી પણ ચૂકવાય એવી નથી, તે વીંટીમાં એવું શું હશે? શું તે જાદુઈ વીંટી હશે?ધર્મરાજા કહે છે રાજાઓ ! આ વીંટી નાની છે પણ તે વીંટી ઉપરના જે અક્ષરો છે તે ઘણું કિંમતી છે. એકેક અક્ષરની કિંમત કરોડો રૂપિયાની છે. જુઓ, તે વીંટી ઉપર લખેલું છે કે “એ દિન ભી જાયગા” અહી જુઓ, તે વાક્યમાં કે સરસ બોધ છે ! કેવી સરસ સેનેરી શિખામણ છે ! આવો સરસ ખુશાલીને મંગલ