________________
૭૩૪
શારદા રત્ન ભાવનાના કારણથી તેને ત્યાગી માની શકાતું નથી. જ્યારે ભરત ચક્રવતીને વૈભવને પાર ન હતું, તે પણ મમત્વના અભાવને કારણે તેમને ત્યાગી માનવામાં આવ્યા. દ્રવ્ય ચારિત્રના અભાવમાં પણ ભાવ ચારિત્રના કારણથી અરિસાભવનમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. દશવૈકાલિક સૂત્રમાં ત્યાગીની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે
जे य कंते पिए भोए, लद्धे विपिट्ठी कुव्वइ ।
साहीणे चयइ भोए, से हु चाइत्ति वुच्चइ ।। જે આત્મા વસ્ત્ર, ગંધ, આભૂષણ, સ્ત્રીઓ, શયનાસન આદિ બાહ્ય પદાર્થો પરાધીન હોવાથી ભેગવતા નથી તે ત્યાગી કહેવાતું નથી, પણ જે ઈષ્ટ, કાંત, પ્રિય અને મને જ્ઞ ભોગોને પ્રાપ્ત કરીને પણ જે તેનાથી વિમુખ બની જાય છે, એટલે સ્વેચ્છાપૂર્વક તેને ત્યાગ કરે છે તેને ત્યાગી માનવામાં આવે છે. આ કહેવાનું તાત્પર્ય એ છે કે જેની મમવબુદ્ધિ ચાલી ગઈ છે તે ત્યાગી છે. મમત્વબુદ્ધિનો ત્યાગ કરવાથી મમતાને ત્યાગ થઈ શકે છે. અહીં સૂત્રકારે મમત્વબુદ્ધિના ત્યાગથી ભાવપરિગ્રહ અને મમતાના ત્યાગથી દ્રવ્યપરિગ્રહના ત્યાગની વાત કરી છે, તેથી જે મમત્વ ભાવનાને ત્યાગ કરે છે તે મમતાને ત્યાગ કરે છે અને જેને મમત્વ નથી તે મુનિ મેક્ષમાર્ગના સ્વરૂપને જાણવાવાળા છે. નમિરાજર્ષિને બધા પરથી મમવ ઉઠી ગયું છે, એટલે કહ્યું કે આ મિથિલામાં મારું કંઈ છે નહિ. મિથિલા બળવા છતાં મારું કંઈ બળતું નથી. સમ્યકજ્ઞાનદર્શન ચારિત્ર મારા છે તે બળતા નથી. હજુ આગળ નમિરાજ શું કહે છે,
चत्तपुत्त कलत्तस्स, निव्वावारस्स भिक्खुणो ।
पियं ण विज्जइ किंचि, अप्पियंपि ण विज्जइ ॥१५॥ જે સાધુએ પોતાના પુત્ર તથા કલત્રાદિને સંબંધ છોડી દીધો છે તથા જેમણે સાવવા વ્યાપારનો સર્વથા પરિત્યાગ કર્યો છે એવા ભિક્ષુને સંસારના કેઈ પણ પદાર્થો પ્રિય અથવા અપ્રિય નથી.
જે સાધુએ પોતાના પુત્ર, પત્ની, પરિવાર આદિનો સંબંધ છોડી દીધો છે અથવા તેમની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખતા નથી તથા જેમણે અસિ, મસિ અને કૃષિ, વાણિજ્ય આદિ સાવદ્ય વ્યાપારને ત્યાગ કર્યો છે, તેનાથી વિરક્ત બની ગયા છે એવા સાધુને સંસારના કોઈ પણ પદાર્થો પ્રત્યે પ્રીતિ અથવા અપ્રીતિ નથી. કહેવાનો આશય એ છે કે તેમને ન તે કોઈ વસ્તુમાં રાગ હોય છે, ન તો કોઈ પદાર્થો પ્રત્યે દ્વેષ હોય છે. સંસારની અંદર સુખ અથવા દુઃખની ઉત્પત્તિનું કારણ મમત્વ છે. સંસાર સુખદુઃખને ભરેલું છે. દુનિયામાં કોઈની એક સ્થિતિ કાયમ રહેતી નથી. ઘડીકમાં ચડતી તે ઘડીકમાં પડતી. બીજનું ઝાડ થાય છે, ઝાડને પાન આવે છે, પછી તેને ફૂલ-ફળ થાય છે અને પાછું તે નાશ પામે છે, તેમ માનવ જન્મે છે, માટે થાય છે, તેને છોકરાઓ થાય છે, પછી તે વૃદ્ધ થાય છે ને અંતે મરણ પામે છે. ચંદ્રની કળામાં પણ વધઘટ થાય છે. સમુદ્રમાં ભરતી-ઓટ આવ્યા કરે છે. દરેક વસ્તુની ચડતી પડતી થયા કરે છે,