________________
७२२
શારદા રતન
ચાલુ હતી. જ્યાં સુધી પુત્રને પરણાવીને પોતાના મહેલમાં ન લાવે ત્યાં સુધી માથે એક મેટો ભાર છે. આવેલા પ્રસંગને જતો કરે છે તે મૂર્ખ જ ગણાયને? પુત્રવધૂને ઘેર લાવવા માટે શેઠે તો ખૂબ લક્ષમી વેરવા માંડી અને જવા માટેની બધી તૈયારીઓ કરવા લાગ્યા. બહારથી તૈયારીઓ થઈ રહી છે, પણ અંદર તે ચિંતા કોરી ખાય છે.
આ શેઠને ત્યાં એક બે દિવસ નહિ, મહિનાઓ નહિ, પણ વર્ષોથી બિચારા ગુણચંદ્રને ભેંયરામાં પૂરી રાખ્યો છે. ગુણચંદ્ર માત્ર શેઠ સિવાય કેઈનું મુખ જોયું નથી. આ શેઠ ગમે ત્યારે આવતા અને તેને હન્ટરના માર મારતા. માનવની સહનશક્તિની પણ હદ હોય છે. આ ગુણચંદ્ર તે બિચારે હજુ કયાં મોટી ઉંમરને છે. તે કેટલું સહન કરે, હવે તે તેની કાયા પણ માર સહન કરવા અસમર્થ બની ગઈ છે. માર પડતા તેના મુખમાંથી ચીસ પડી જાય છે, અને આંખમાંથી તે શ્રાવણ ભાદરવો વહે છે. ગુણચંદ્રની આંખમાંથી આંસુ પડતા ત્યારે શેઠના દિલમાં આનંદની અને ભંડારમાં મુક્તાફળની ભરતી થતી હતી. દરરોજ માર ખા અને રડવું એ એને નિત્યક્રમ બની ગયો હતે. એ બિચારો ભોંયરામાં દુઃખના સાગરમાં ઝોલાં ખાઈ રહ્યો છે. આ બાજુ શેઠને માથે મોટી ચિંતા આવી પડી છે કે શું કરું? હવે શેઠ તે માટે કર્યો ઉપાય શોધશે ને કેવી રીતે શેઠ જાન લઈને જશે ને શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં-૮૧ આસો સુદ ૧૪ રવીવાર
તા. ૧૧-૧૦-૮૧ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓને બહેને ! જગતના દરેક જીવ સુખના ઇરછુક છે, અને સુખ મેળવવા માટે રાત દિવસ તેના પ્રયત્નો હોય છે, પણ જ્ઞાની પુરૂષો કહે છે કે પિગલિક સુખ ગમે તેટલું હોય તો પણ તે કેવળ કલ્પનાનું સુખ છે. વાસ્તવિક સુખ નથી. એવા સુખ તે આત્માએ અનંતીવાર પ્રાપ્ત કર્યા, પણ એથી આત્મામાં કંઈ પ્રકાશ થયો નથી. અને કર્મરાજાની ગુલામીએ સજેલે અંધકાર ગયો નથી. માનવીએ એવા સુખને ચાહવું જોઈએ કે જે અચળ હોય. જે કેઈથી ઝૂંટવી કે લૂંટી શકાય નહિ. જેને કદાપિ નાશ થાય નહિ, આવું શાશ્વત સુખ બીજાને આધીન નથી પણ આપણા પિતાને સ્વાધીન છે. વળી તે સુખની પ્રાપ્તિ કઈ પણ જાતનો પૈસાને ય ખર્ચ કર્યા વિના મફત મેળવી શકાય છે. આત્મિક સુખના અનુભવી સંતપુરૂષ ફરમાવે છે કે સંસારી જીવોની સુખદુઃખની કલ્પના તદ્દન ખોટી છે. વાસ્તવમાં તે સુખ નથી. ફક્ત મનમાન્યા સુખને તે પડછાયો છે. તેનું પરિણામ આખરે દુઃખરૂપ છે, પણ કમળાના રોગીને જેમ ધળી વસ્તુ પીળી લાગે તેમ અજ્ઞાનદશાથી ટળવળતા ઘેલછાભર્યા જીવોને સત્ય સુખનું સ્વરૂપ મિથ્યાત્વરૂપ કમળાવાળી અવસ્થામાં ન સમજાય એ સ્વાભાવિક છે.
જડ વસ્તુઓથી સુખ મેળવવું, એ મળે તે એમાં આનંદ માન, અને ન મળે તે લાચાર, એશિયાળા થવું. શરીર, ઇન્દ્રિય અને મનને જે પ્યારું હોય તે યેનકેન