________________
ચાર રત્ન
૭૨૧
સુધી માબાપને ચિંતા ! એક વાર લગ્ન થઈ જાય ને છોકરી સાસરે જાય, પછી માતાપિતા ચિંતામાંથી મુક્ત થાય. દીકરીના માબાપને ચિંતા અને દીકરાના મા બાપને શું ચિંતા નહિ? શેઠને ચિંતા તે થાય ને! દીકરાને તે ભયરામાં પૂરેલો છે. જાન જોડીને જવું કેવી રીતે ? (હસાહસ)
શેઠ કહે ઠીક. તમારી વાત સાચી પણ કિશોરના વર્ષોના અભ્યાસની મહેનત ધૂળમાં જાય તો ? એક ચિંતા દૂર કરવા જતાં બીજી ચિંતાનું વાળ ઉપજે છે તેનું શું? અરે, શેઠજી! તમને એમ નથી થતું કે આવેલા પ્રસંગને વધાવી લેવો. જો એમ હોય તે લગ્ન પછી કન્યાને પિયર રાખવી એટલે આપ ચિંતાથી મુક્ત. મેલા દિલના માનવી પોતાની મેલાશ રાખીને મીઠા બનવાનો પ્રયાસ કરતા હોય છે. શેઠે ઉપરથી આનંદ બતાવતા કહ્યું, ભલે આપની વાત માન્ય. એ તે જાણે છે કે ક્યાં છોકરો ભણવા ગયો છે, એ તો ભોંયરામાં પડ્યો છે. જોષીએ કહ્યું, આપે અમારી વાત માન્ય કરી તેથી મને ખૂબ આનંદ થયો છે. અરે ! આપ તે ઘણું ભાગ્યવાન છે કે આવું કન્યારત્ન તમારા હાથમાં આવ્યું છે. હવે એ રત્નને પ્રાપ્ત કરવા સ્વજન-પરિવારના ઠાઠથી જાન સજ્જ કરી આપ જલ્દી ધનપુર પધારજે. વ્યવસ્થા માટે આપ કાંઈ ચિંતા કરશે નહિ. અમારા શેઠ સર્વ પ્રકારની સગવડ તૈયાર રાખશે. અમારા શેઠ ક્યારે પણ ધનની ચિંતા કરતા નથી ધન કરતાં તેમને ધર્મ, સ્વજને, પરોપકાર અને સ્નેહ વધારે વહાલા છે. આપના સત્કાર માટે તેઓ ખૂબ ઉસુક છે. આપ જલદી પધારજો.
લહમીદત્ત શ્રેષ્ઠીએ સંમતિદર્શક પત્ર લખી આપે. જોષીને આદર સત્કાર કરી સારી ભેટ આપીને વિદાય કર્યો. જોષીએ આવીને ધનદ શેઠને બધા સમાચાર કહ્યા અને સંમતિદર્શક પત્ર આપ્યો. ધનદ શેઠે વેવાઈના સત્કાર સન્માન માટે ગામમાં ઠેર ઠેર સર્વોચ્ચ પ્રકારની સાનુકૂળતા કરી દીધી. જે જોતાં બધાના દિલ ઠરી જાય. ધનદ શેઠે આખું ગામ શણગાર્યું છે. શેઠને એક જ દીકરી છે, ધન ઘણું છે, પછી શી ખામી રાખે? શુભમતિને પણ આનંદનો પાર નથી. ધનદ શ્રેષ્ઠીને ત્યાં તે લગ્નની પૂરજોશ તૈયારીઓ થઈ રહી છે. આ બાજુ લક્ષ્મીદત્ત શેઠે લગ્ન માટે હા તો પાડી દીધી પણ હવે ચિંતાનું વાદળ ઘેરાઈ ગયું. સગાઈ તે કરી પણ જાન સજાવી કુષ્ઠીપુત્ર સાથે વેવાઈને ઘેર જવું કેવી રીતે? હવે તે ઈજજત અને વચન બેનો પ્રશ્ન ઉભો થયો.
લક્ષ્મીદત્ત સેચમેં પડા, કિસ તરહ જાન લે જાય,
પુત્ર કે બિના જાન સી, બડી ચિંતા મેં ગભરાય. લહમીદત્ત તો વિચારમાં પડી ગયા. પુત્ર વિના જાન લઈને જવું કેવી રીતે? પુત્રને લઈ જવાય એમ નથી અને કદાચ જે લઈ જાય તો એવા કેઢીને છોકરી કોણ પરણાવે ? અને પુત્રને ન લઈ જઈએ તે કન્યા કેણ આપે ? માયા પ્રપંચ કરીને વાઝાન કર્યું પણ હવે મૂંઝવણનો પાર નથી. ગભરામણ થવા લાગી. શું કરું ? માનવીને એક જૂઠાણું પાછળ અનેક જુઠાણુ ઉભા કરવા પડે છે. શેઠના મનમાં એક જાતની બળતરા