________________
શારદા રત્ન
૭૧૯ છે? ગામમાં તેમની પ્રતિષ્ઠા કેવી છે? આ બધું કહે ને? શેઠની વાત સાંભળીને કુશળ તે ચમક્યો. બિચારે શું કહે? તેણે ધીમેથી કહ્યું -શેઠજી! હું ત્રણ દિવસ ભીમપુર રહ્યો, પણ મેં જમાઈરાજને ક્યાંય જોયા નથી. તે જમાઈરાજને જોયા વિના શુભમતિનું વાગ્દાન કર્યું? મેં તને કેટલી વાર ભલામણ કરી હતી કે છોકરો જોયા વિના તું સગપણ કરીશ નહિ.
શેઠજી! જમાઈને જોવા માટે ખૂબ આગ્રહ કર્યો, પણ શેઠ કહે કે ચાર પાંચ સંતાને ગુજરી ગયા પછી આ એક ઉછેર્યો છે. તેને મોસાળમાં રાખ્યો છે. ગામની પ્રજાએ પણ તેને જે નથી. તે મોસાળમાં ભણે છે. મેં કહ્યું-આપ માણસને તેડવા મોકલો. શેઠ માણસને મેકલ્યો ખરો પણ તે પાછો આવ્યો કે તેની પરીક્ષા છે, એટલે આવી શકશે નહિ. તેને ભણવાની એટલી બધી લગની છે. તેમણે મને કહ્યું કે જે તમારે છોકરાને જોયા વિના સગપણ ન કરવું હોય તે ગામમાં બીજા બે ત્રણ મારા જેવા શ્રીમંત શેઠીયાના ઘર છે, તેથી મને થયું કે શેઠને તે છેકરાની સગાઈ કરવાની ઉતાવળ નથી. જે હવે વધુ વિલંબ કરીશ તે કદાચ હાથ ઘસતા રહી જઈએ એવો સમય હતો. લહમીદત્ત શેઠ સ્વભાવમાં, વ્યવહારમાં બધી રીતે યોગ્ય જણાતા હતા.
રાજકુંવર સા હૈ વે બાલક, શેઠ બહુત સમજાવે,
રૂપ, લાવણ્ય ઔર બુદ્ધિ, હમસે કહી ન જાવે. શેઠે કહ્યું–મારો દીકરો રાજકુંવર જેવો છે. તેના રૂપ, લાવણ્ય અને બુદ્ધિની તે વાત જ શી કરવી? તે તે મારા કરતાં સવાયો છે. આપ એમાં નિઃશંક રહો. ઘણું વાર બાપ કરતાં બેટા સવાયા હોય છે. મારા મનમાં થયું કે જેના પિતા આવા સમર્થ છે તેના સંતાનમાં શી ખામી હશે! એમ માનીને સગપણ કર્યું. શેઠજી ! આપ વિશ્વાસ રાખે. જેવા શ્રેષ્ઠી તેવા જ કુમાર હશે એમાં કોઈ સંશય નથી. કુશળની વાત સાંભળતા માતા-પિતાના હૈયામાં ફાળ પડી. ખરેખર કુશળ આજે ભીંત ભૂલ્યા છે. તે જમાનો આજના જમાના જેવું ન હતું. તે જમાનામાં તે સગાઈ તડવી એટલે ઘણું કઠીન કામ ગણાતું હતું. આજે તે સગાઈ તડવી કઠીન નથી. પશ્ચિમની સંસ્કૃતિએ તો સત્યાનાશ વાળી દીધું છે. ધનદશેઠના દિલમાં તે ભારે ધ્રાસ્ક પડ્યો. તે રડવા લાગ્યા. શેઠાણી કહે, રડશે નહિ. કુશળ તે ખૂબ ડાહ્યો છે, માટે બધું સારું કર્યું હશે. શેઠ કહે--કુશળ જેવું કહ્યું કે મેં જમાઈને જોયા નથી, ત્યાં મને ધ્રાસ્કો પડ્યો છે, તેથી લાગે છે કે મારી દીકરી સુખી થવાની નથી, એ દુઃખી થશે. જીવનમાં જે કાંઈ બને છે એની પાછળ ભાગ્યનું મહાન નિર્માણ છે. આવી પડેલા શુભાશુભ પૂર્વકૃત્યના કર્મને નિરર્થક કેણ કરી શક્યું છે? કદાચ શુભમતિના ભાવિએ કુશળની બુદ્ધિને કુંઠિત કરી દીધી ન હોય!
ધર્મ અને કર્મને માનનારા શ્રેષ્ઠીએ કુશળને ઠપકો આપ્યો નહિ કે એના પર ગરમ પણ થયા નહિ. કહેવા જેવા શિખામણના બે શબ્દો કહ્યા. શિખામણ જિંદગીના દુર્બળ પાસાને હટાવી દે છે, અને કેઈક વાર અવસરે ઉત્કર્ષ તરફ પણ પ્રેરે છે. માર્ગ