________________
શારદા રત્ન
૭૦૩
એક નગરમાં મહાન અવધૂત ચેાગી-સન્યાસી મહાત્મા પધાર્યા. તેમના આત્મા ખૂબ પવિત્ર હતા. રાજાને આ વાતની ખબર પડી. આ રાજાને કેાઈ વાતનું દુઃખ ન હતુ. તેની રાણી, સતાના બધા આજ્ઞાંકિત ને ગુણીયલ હતા. તેમની સુવાસ ગુલાખના ફૂલની માફ્ક ચારે બાજુ પ્રસરી ગઈ છે. રાજા ન્યાય નીતિથી રાજ્ય ચલાવે છે. રાજા સાધુ સતાના ખાસ ભક્ત હતા. રાજાને ખબર પડી કે ગામ બહાર મહાત્મા પધાર્યા છે એટલે તરત ત્યાં ગયા. ત્યાં જઈ ને તેમને વંદન નમસ્કાર કરીને કહ્યું, ગુરુદેવ! આપ મહેલમાં પગલા કરો. આ જૈનના સત ન હતા પણ સંન્યાસી સંત હતા. રાજાએ ખૂબ આજીજી કરી. સંત રાજાના મહેલમાં ગયા.
મહાન પુરુષા ખૂબ દીર્ઘદૃષ્ટિવાળા હાય છે. એ વિચાર કરે કે રાજમહેલમાં મારા જવાથી કંઈક લાભ થશે તેા જાય. ભગવાને કહ્યુ છે કે મારા સાધક પૂર્વે છેાડીને આવેલા સુખાને, એ સ્થિતિને કાઈ દિવસ યાદ ન કરે કે હું રાજાના દીકરા હતા કે શેઠના દીકરા હતા. મારે ત્યાં આવા વૈભવ હતા, આવું સુખ હતું, એ કદી યાદ ન કરે પણ અનાથી મુનિએ પેાતાની પૂર્વાવસ્થા શ્રેણીક રાજાને કહી. તેમાં અનાથી મુનિને લાગ્યુ કે શ્રેણીક રાજાનું શ્રેય થવાનું છે તેથી તેમણે પૂર્વાવસ્થાનું વર્ણન કર્યું, તેમ અહી સન્યાસીને થયું કે હું રાજમહેલમાં જઈશ તા કઈક લાભ થવાના છે, તેથી તેઓ રાજમહેલમાં ગયા. રાજાએ ખૂબ માન સન્માનથી સંતને મહેલમાં રાખ્યા. ખૂબ સેવાભક્તિ કરી. ત્રણ ચાર દિવસ રહ્યા પછી સંત કહે રાજન્ ! હવે હું જાઉં છું. મહાત્મા ! આપ રહેાને, શુ' મારી સેવા ભક્તિમાં ખામી છે? ના, રાજન્ ! એવું નથી. જ્યાં માહનું સામ્રાજ્ય હાય, માહના દૃશ્ય હાય, એવા સ્થાનમાં રહેવા કરતાં ગુફામાં રહેવું સારું, માટે હું હવે જા" છું. જતાં જતાં સંત કહે છે રાજન્ ! તેં મારી ખૂબ સેવા ભક્તિ કરી છે, તારી નિઃસ્વાર્થ સેવાથી હું તારા પર પ્રસન્ન થયા છું, માટે કંઈક માંગ. જે માંગશે તે મળશે. રાજા કહે મારે કંઇ નથી જોઈતું. આપ જેવા સતાની કૃપાથી મને બધું જ મળ્યું છે, મારે કોઈ ઉણપ નથી. મારે ત્યાં સુંદર ગુણીયલ સ્ત્રીઓ છે, સેકડા સૈનિકે છે, મને સાષ થાય એવા મારા સંતાનેા છે, સંપત્તિ છે, સામ્રાજ્ય છે, સરસ અને સુદૃઢ શરીર છે. અરે, શું નથી મારી પાસે કે હું તમારી પાસે માશુ? રાજાની આ વાત સાંભળી સંતને હસવું આવી ગયું, આથી રાજાને આશ્ચય થયું કે કેમ સ ંત હસ્યા ? રાજાએ કહ્યુ, ગુરુદેવ ! આપ કેમ હસ્યા ? શું મારી કંઈ ભૂલ થઈ છે? રાજાની દૃષ્ટિ ખાલાવતાં સત:-સ ંતે કહ્યુ, રાજા, એ વાત જવા દે. વધુ જાણવા-સમજવામાં કંઈ મઝા નથી. જો હું તને બધું કહીશ તા તારુ. અત્યારનું બધું સુખ લુપ્ત થઈ જશે. એ કરતાં ન પૂછ એ વધુ કલ્યાણકારી છે. સ ંતે આમ કહ્યુ' એટલે રાજાની જિજ્ઞાસા વધતી ગઈ, પછી તેા પૂછવું જ શું ? સ્ત્રીહઠ, બાળહઠ અને રાજહઠ. રાજાએ હઠ મૂકી નહિ. સંતે કહ્યું શા માટે હાથે કરીને દુઃખ વહારી લે છે? અંતે રાજા ન માન્યા ત્યારે સ ંતે તેને એક દપણું આપ્યુ. રાજા કહે મારે ત્યાં દર્પણના પાર્