________________
૧૫
શારદા રહ
મારી આ વાતથી આપ રખેને એવું ન સમજતા કે મહાસતીજી ગૃહસ્થાને વૈભવ મેળવવાની વાત કરે છે. અમે તે ગૃહસ્થાને વૈભવના ત્યાગ કરવાના ઉપદેશ આપીએ. તમારા વૈભવના, સુખશાંતિના વિચાર અમે ન કરીએ. અમારી દૃષ્ટિની તે આખી વાત જુદી છે. અમારી તેા શાસ્ત્રદૃષ્ટિ છે. જે શાસ્ત્રકાર ભગવા કહે છે તે અમે કહીએ છીએ. તેમાં એક કાના માત્ર આધાપાછે થઈ જાય તા અમારા દિલ મળી જાય, કારણ કે કાના, માત્ર આઘાપાછે થવાથી અર્થના અનર્થ થઈ જાય છે. જ્ઞાનીમહર્ષિ આ તા કહે છે કે નીતિની પણ ધનકમાણી એ પરિગ્રહ છે. તે પણ છેાડવા જેવા છે. ભગવાન સૂયગડાંગ સૂત્રમાં મેલ્યા છે.
चित्तमंदमचित्त वा परिगिज्झ किसामवि ।
બન્ને વ અનુજ્ઞાળારૂ, વં દુવા ળ મુજ્જફ | અ. ૧. ઉ. ૧. ગા. ૨
જે માણસ દ્વિપદ એટલે બે પગા મનુષ્ય અને ચતુષ્પદ એટલે ચાર પગવાળા પશુઓ આદિ સચેત પરિગ્રહ અથવા સાનું, ચાંદી, ધન-ધાન્ય આદિ અચેત પરિગ્રહ અથવા તૃણાદિ તુચ્છ પદાર્થોને અલ્પમાત્રામાં પણ પરિગ્રહના રૂપમાં સ્વય' રાખે છે અને ખીજાને પરિગ્રહ રાખવાની અનુમતિ આપે છે તે દુઃખથી મુક્ત થતા નથી.
પરિગ્રહના નંબર પાંચમા પાપમાં છે. પરિગ્રહના કારણે જીવ, હિંસાદિ અનેક પાપા કરે છે. સંસારના બધા સમારભ રૂપ કાર્ય માં હું અને મારું આ પ્રકારના સ્વાર્થ, માહ આસક્તિ, મમત્ત્વ અને તૃષ્ણાની બુદ્ધિ હેાય છે. કાઈ વસ્તુને દ્રવ્ય અને ભાવ રૂપી બધી રીતે ગ્રહણ કરવી ને તેમાં મમત્ત્વબુદ્ધિ રાખવી એ પરિગ્રહ છે. જેની રગરગમાં મૂર્છા ભરી છે તેને માટે તુચ્છમાં તુચ્છ વસ્તુ પણ પરિગ્રહ છે, અને જેની બુદ્ધિમાં ખાદ્ય વસ્તુ તા શું પેાતાના શરીર પ્રત્યે પણ મૂર્છા નથી તેને માટે સાત માળનું ભવન અને અબજોની સપત્તિ એ પણ પરિગ્રહ નથી. સેાના ચાંદી આદિ બહુમૂલ્ય વસ્તુએ પણ તેના માટે ધૂળ સમાન છે. ગમે તેટલી લલચાવનારી વસ્તુએ હેાવા છતાં પણ તેના પ્રત્યે મમત્વભાવ નહિ હેાવાથી તે પરિગ્રહ નથી. મહાપુરૂષા ખેલ્યા છે—
ન પરિગ્રહ તે કીધો, જ્ઞાતપુત્ર મહષિ એ, તે પરિગ્રહ મૂર્છામાં, માને છે લાકના પ્રભુ.
જેની પાસે ધન, માલ, મિલ્કત, અપાર સપત્તિ હેાવા છતાં તેના પ્રત્યે મૂર્છા નથી તેા તે પરિગ્રહવાન નથી, પણ તેના પ્રત્યે જો મૂર્છા છે તે તેને મહાપુરૂષાએ પરિગ્રહ કહ્યો છે. મૂર્છાથી જેની બુદ્ધિ ગ્રસ્ત થઈ ચૂકી છે, તેને માટે સારું જગત પરિગ્રહ રૂપ છે. જેને મૂર્છા નથી તેને માટે સારું જગત અપરિગ્રહ રૂપ છે. માનવી ગમે તેટલે પરિગ્રહ ભેગા કરે, પણ ઘણીવાર એવું બને છે કે અબજોપતિ હાવા છતાં, મૃત્યુ સમયે એની કાળજી રાખનાર કે ખબર લેનાર કેાઈ હાતું નથી.
પરદેશમાં એક અબજોપતિ હતા. સપત્તિ અને સુખના સાગર તેના આંગણે છલકતા હતા. તે રાજના વીસહજાર ડાલરના ભાડાની હાટલમાં એકવીસમા માળે એકલા રહેતા