________________
૭૧૪
શારદા રત્ન શુભમતિના પુણ્યને સિતારો ચમક્યો છે. શું કહું તેના શ્વસુરગૃહની ઋદ્ધિ, સંપત્તિ! તેમને સ્વભાવ સવાલાખ રૂપિયા છે. શી એમની મમતા! તેમની કારકીર્દિ અને ધાર્મિક ભાવના પણ સારી છે. જેવા શેઠ છે તે જ તેમનો પરિવાર છે. શેઠના એક વચન પર પાંચને બદલે પચીસ દાસ-દાસીઓ હાજર થાય છે. ભીમપુર નગરમાં વસતા સર્વ ધનપતિઓમાં લક્ષમીદત્ત શેઠનું સ્થાન મેખરે છે. શ્રેષ્ઠીનો વૈભવ અજોડ છે. રાજદરબારી ઠાઠથી રહે છે. શેઠે શુભમતિબેનનું સગપણ કર્યું ત્યારે પાણીની માફક લક્ષમી વેરી હતી. આપણી દીકરી બધી રીતે સુખી થશે. કુશળની બધી વાતે શેઠે સાંભળી, પણ તેમના મુખ પર આનંદ નથી. તેમણે કહ્યું, કુશળ ! મસ્તક વિનાના શરીરનું વર્ણન શું કામનું ? તે અત્યાર સુધી બધી વાત કરી. તેને શ્વસુરપક્ષ બધી રીતે સુંદર અને સુખી છે, પણ એ તે કહે કે જમાઈરાજ કેવા છે? બંગલા બધું જોયું પણ જમાઈ જોયો છે કે નહિ? વરમાંથી ઘર થાય પણ ઘરમાંથી વર ન થાય, માટે જમાઈરાજ કેવા છે એ વાત કર, હવે કુશળ શું કહેશે તે વાત અવસરે.
વ્યાખ્યાન નં-૮૦ આસો સુદ ૧૩ને શનિવાર
તા. ૧૦-૧૦-૮૧ : અનંતજ્ઞાની મહાપુરુષોએ ચાર પુરૂષાર્થ બતાવ્યા છે. અર્થ, કામ, ધર્મ અને મોક્ષ.
એ ચારમાં અર્થ અને કામ એ બે હેય છે, સંસારને વધારનાર અને દુર્ગતિમાં લઈ જનાર છે. ધર્મ અને મેક્ષ એ બે ઉપાદેય છે. એ સંસારને ઘટાડનાર અને મોક્ષના સુખને આપનાર છે. જેના હૈયામાં મોક્ષનું લક્ષ હોય તેના હૈયામાં ધર્મને વાસ હોય છે. મોક્ષાથી જીવ ધર્મને પ્રધાન માને, અર્થ-કામને ગૌણ માને. સંસારી સમ્યગૂદષ્ટિ જીવે અર્થ અને કામને સુખ ભોગવતા હોય છે, છતાં તેઓ તે ભેગસુખને એકદમ હેય માનતા હોય છે. ભેગસુખને ઉપાદેય માનવાથી જખમ ને દુઃખનો પાર નથી. જે ગૃહસ્થ જીવનમાં અર્થ અને કામની જરૂર જણાતી હોય તે તેનું સુખ મેળવવા શું કરવું? સંસારના વૈભવ-વિલાસ મેળવવા માટે ધનની જરૂર ગણાય પણ તેમાંથી સુખ મેળવવા માટે તે નીતિની જરૂર છે. ધનથી વૈભવ મળે અને નીતિથી સુખ મળે એટલે ન્યાયનીતિસંપન્ન વૈભવથી ભોગસુખ મળે. આ જગતમાં એવો કોઈ માનવ નહિ હોય કે જે માત્ર વૈભવને ઈચ્છા હોય અને તેનાથી મળતાં સુખ શાંતિને ન ઈચ્છતે હોય. હું તમને પૂછું કે તમને માત્ર અખુટ વૈભવ મળી જાય, પણ જીવનમાં, કુટુંબમાં શાંતિ ન મળે તે ચાલે ખરું? શરીરની નિરોગીતાસ્વસ્થતા ન મળે તે ચાલે ખરું? ના. વૈભવ ગમે તેટલું હોય, પણ શરીર નિરોગી ન હોય તો એ વૈભવ શા કામના ! માટે અપેક્ષાથી વિચાર કરીએ તે લાગશે કે વૈભવ કરતા પણ સુખ શાંતિનું મહત્વ વધારે છે. જેને આ સુખ-શાંતિ મેળવવા હોય તેણે ન્યાયનીતિથી ધન ઉપાર્જન કરવું જોઈએ. એવા નીતિસંપન્ન ધનથી જે વૈભવો મળે તેમાં સુખ-શાંતિ પણ સાથે મળે.