________________
શારદા રત્ન
૭૦૫
એમને પગાર મળે છે ત્યાં સુધી તારા. જ્યારે પગાર મળતું બંધ થઈ જશે ત્યારે તને શૂટ કરતા પણ અચકાશે નહિ. આ વાંચી રાજાને બહુ દુઃખ થયું. અરેરે... કોઈને મારા પ્રત્યે સાચે સ્નેહ નથી ! શું બધા સંપત્તિના સગા છે? રાજા આ પ્રમાણે વિચાર કરતા હતા ત્યાં રાજાને ખાસ અંગરક્ષક જેવો કૂતરો ત્યાં આવ્યો ને રાજા સાથે ગેલ કરવા લાગ્યો. રાજાના મનમાં થયું કે લાવ, જેઉં તે ખરો કે આ કૂતરાને મારા પ્રત્યે પ્રેમ કેવો છે? રાજાએ દર્પણ સામે ધરીને પૂછયું હે દર્પણ! તું મને એ બતાવ કે આ કૂતરાને મારા પ્રત્યે પ્રેમ કેવો છે? દર્પણ પાણી જેવું સ્વરછ બની ગયું. પહેલા તે રાજાના મનમાં થયું કે શું આ સત્ય હશે ? શું એક કૂતરા જેવું પ્રાણી મને દિલથી ચાહે છે? મારી રાણીઓ, સંતાને મને નથી ચાહતા, ત્યાં એક મૂંગું જાનવર મને ચાહે છે? ત્યાં દર્પણમાં શબ્દો પડ્યા, હે રાજા! આ કૂતરો તને પ્રાણથી અધિક પ્રેમ કરે છે, તારા પર કોઈ શત્રુએ આક્રમણ તે નથી કર્યું ને? તને કોઈ દુઃખ કે હાનિ તો પહોંચી નથી ને? તે રાત-દિવસ એ ચિંતા કરે છે કે જેનો રોટલો મારા પિટમાં પડ્યો છે એને બદલે પ્રાણના ભોગે પણ વાળી આપવો જોઈએ. મારા પ્રાણના ભોગે પણ તેનું રક્ષણ કરીશ. આ મારો માલિક છે, પાલણહાર છે.
આ વાંચી રાજાની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. પોતાની રાણીઓ, સ્વજને બધા ભલે મને ન ચાહે પણ આ પ્રાણી તે ચાહે છે ને ? રાજાને એટલો સંતોષ થયો. તેણે વહાલથી કૂતરાને માથે હાથ ફેરવતા કહ્યું–મારા વહાલા અને વફાદાર સાથીદાર ! મારે ખરો ચાહક તું જ છે. તે માનવ કરતાં આજે શ્રેષ્ઠ પૂરવાર થયો. મારી રાણી, પુત્રો કોઈને સાચો પ્રેમ નથી. જ્યારે તું જે એક પશુ હોવા છતાં મને ચાહે છે. માત્ર એટલું જ નહિ, પણ વખત આવ્યે પ્રાણનું બલિદાન દેવા તૈયાર છે. ધન્ય છે તારી વફાદારીને ! અને ધિક્કાર છે એ સ્વાથી આપ્તજનોને કે જેઓ મારા મૃત્યુની રાહ જુવે છે, તેઓ એકાંત સ્વાર્થલા છે. આ બનાવ બન્યા પછી હવે રાજા આ સંસારમાં રહે ખરા? તેમને સંસાર પરથી મોહ ઉઠી ગયે અને રાજ્યને બધે કારભાર પુત્રોને સોંપી સંન્યાસી બની ગયા.
નમિરાજર્ષિએ પણ વિપ્રને એ જ વાત કરી કે આ બધા રડે છે તે સૌ પોતાના સ્વાર્થને રડે છે. આ પ્રમાણે વાતચીત કરતા હતા, ત્યાં શું બન્યું?
___एस अग्गी य वाऊ य, एयं डज्झइ मंदिरं ।
भयवं अन्तेउर तेणं, कोस णं नावपेक्खह ॥१२॥ ' હે ભગવાન! આ અગ્નિ અને વાયુ ( પવન) દ્વારા રાજમંદિર (રાજમહેલ) બળી રહ્યા છે, તથા આપનું અંતઃપુર પણ બળી રહ્યું છે, છતાં આપ તેની સામે દૃષ્ટિ પણ કરતા નથી, તો એનું શું કારણ છે? આ પ્રમાણે ઈન્ડે નિમિરાજર્ષિને પ્રશ્ન પૂછ્યો, હવે નમિરાજા તેને શું જવાબ આપશે તેના ભાવ અવસરે.
ચરિત્ર-કિશોરને જોવાની કુશળની તમન્ના : કુશળદત્તના ખૂબ આગ્રહથી શેઠે કહ્યું, હું તમારી આશા પૂર્ણ કરીશ, પણ એક શરતે. કઈ શરત? આપ કહો છે તે
૪૫