________________
૭૦૮
શારદા રત્ન
વ્યાખ્યાન ન.-૭૯
આસા સુદ ૧૨ શુક્રવાર
તા. ૯-૧૦-૮૧
જે તીર્થંકર પરમાત્માએ પરમ શાશ્વત સુખ પામવાના પંથ બતાવ્યા, માક્ષમાના પ્રેરક ઉપદેશ આપ્યા એ તીથ કર પ્રભુ પ્રત્યે આપણા અંતરમાં અમાપ મમતા અને અપાર સ્નેહ હોવા જોઇએ. તીથ કર પ્રભુના ગુણ ગાવાથી, તેમના જીવન અને ઉપદેશનું ચિંતન, મનન, સ્મરણ કરવાથી તેમના પ્રત્યે પ્રેમ જાગૃત થશે. તેમના જ્ઞાનગુણુ, દર્શનગુણુ, વીતરાગતા અને અન"તવીર્ય આ ચાર અક્ષય ગુણેાના વિચાર કરવામાં આવે તેા પણ તેમના માટે હૈયામાં પ્રેમ ઉછળશે. જેમને કોઈના પ્રત્યે રાગ નથી, કોઈના પ્રત્યે દ્વેષ નથી, જેમને કોઈ ચીજના મેાહ નથી, અને જે અનંત જ્ઞાની છે તેમના સુખની તા વાત જ શી કરવી ? તેમનુ' સુખ અક્ષય, અખંડ અને શાશ્વત છે. તેમનુ સુખ શબ્દાતીત અને અવર્ણનીય હાય છે. દુનિયાએ રાગમાં સુખ માન્યું છે. આથી વીતરાગતાથી મળતા સુખની તેને કલ્પના નથી. રાગીના સુખ કરતાં વીતરાગીનું સુખ અનંતગણું વધારે હાય છે. કહ્યું છે કે
9
यत्सर्व' विषयकाक्षोद्भवं सुख ं प्राप्यते सरागिणा । तदन्तकोटिगुणित, मुधैव लभते विगतरागः ।
રાગીના સુખથી વીતરાગીનું સુખ અનંતગણું વધુ હાય છે. વીતરાગી સન્દેહ પણ હાય છે અને વિદેહ પણ હાય છે. તીથંકર અને ખીજા કેવળજ્ઞાની સદેહ વીતરાગી હાય છે અને મેાક્ષમાં ગયેલા વિદેહ વીતરાગી હેાય છે. સદેહ વીતરાગી અને વિદેહ વીતરાગી બનેનુ સુખ સમાન હોય છે. આવા પરમ સુખી સદાને માટે શાશ્વત સુખી વીતરાગી પ્રભુ પ્રત્યે આપણા હૈયામાં લેાછલ અને ભારાભાર પ્રેમ હોવા જોઈ એ. ગુણાની દૃષ્ટિથી પણ તેમના પ્રત્યે અપરપાર પ્રમાદભાવ હૈયે ઉભરાવા જોઈએ. તેમના શ્રેષ્ઠ પુણ્ય પ્રકથી દુનિયાના કરોડા લેાકેા તેમના પ્રત્યે આકર્ષાય છે. તેમના ગુણ વૈભવથી પ્રભાવિત થાય છે. આવા પ્રભુ પ્રત્યે પ્રેમ જગાડવાના છે. જેમ જેમ પ્રભુ સાથે પ્રેમ ગાઢ અને ઘનિષ્ઠ બનતા જશે તેમ તેમ સ'સારના તુચ્છ, અસાર અને ક્ષણિક સુખા પરથી મન ઉઠતું જશે. રાગી, દ્વેષી જીવા સાથેના પ્રેમબંધન છૂટતા જશે. મન પ્રસન્નતાથી ભરાઈ જશે. પ્રભુના ગુણાની વિચારણાથી જીવનમાં ગુણસમૃદ્ધિ વધતી જશે. બીજાના ગુણા જોઈને જેમને હર્ષ થાય છે તેમની મતિ હમેશા સમતા સાગરમાં નિમગ્ન રહે છે. તેમના મનઃપ્રાસાદ શોભાયમાન થાય છે. આવા સગુણસ પત્ન વીતરાગ ભગવાનની વાણી તેનું નામ સિદ્ધાંત. આપણા અધિકારમાં નમિરાજિષ અને ઈન્દ્ર વચ્ચે ચર્ચા ચાલે છે. ઈન્દ્ર પહેલા પ્રશ્ન એ કર્યાં કે તમારી નગરીમાં આટલા બધા કોલાહલ કેમ મચી રહ્યો છે ? ત્યારે મિરાજિષ એ જે જવાબ આપ્યા તે સાંભળીને ઇન્દ્ર તેા છ થઈ ગયા. એમને તા ગમે તે રીતે આ વૈરાગીની પરીક્ષા કરવી હતી, તેથી એમના જવાબ સાંભળીને બેસી રહ્યા નહિ પણ ત્યાં એમણે ખીજુ દૃશ્ય ઉભું કર્યું”! એમણે ખૂબ આશ્ચય અને દુઃખ સાથે કહ્યું. રાજર્ષિ ! રે! રે! આ શું? મિથિલા ભડકે બળી રહી છે. પવનના