________________
૭૦૭
શારદા રત્ન જોવા માટે કુશળનો આગ્રહ વધતું જાય છે, પણ છોકરો છે જ નહિ, તે બતાવવો કયાંથી? છોકરે તે ભોંયરામાં રક્તકઢના રોગથી ભારે પીડા ભોગવે છે. એની ભારે દુર્ગધ આવે છે. ખુદ મા-બાપ પણ પંદર દિવસ સુધી જતા નથી, પછી બીજાની તે વાત જ કયાં કરવી !
શેઠની માયાની મરામત : ચતુર શેઠે હવે છેલ્લે પાસો ફેંક્યો અને ધીમેથી બેલ્યા, કુશળદત્ત ! મેં મારો આગ્રહ અને કિશોરના વચનને બાજુએ મૂકી તમારી ભાવના વધાવવાની વાત કરી ત્યારે તમે છોકરાને જોવા માટે આગ્રહ કરો છો. આપની ઈચ્છા હોય તે ખુશીથી કરો વાગ્યાન ! નહિતર મારે ઉતાવળ નથી. મારો કિશોર તે હજુ ભણે છે. કુશળદત્ત કહે–શેઠજી! તમારે ઉતાવળ ન હોય, પણ દીકરીના મા-બાપને તે ઉતાવળ હેય ને ! હું આટલે દૂરથી આવ્યો તો શું ખાલી હાથે પાછો જાઉં? નહીં. આપ મારું આટલું વચન રાખે ને કિશોરને બોલાવે, અને તેની સાથે અમારી શુભમતિનું સગપણ કરીને અમને આનંદિત કરે. કુશળ! ભલે, ઈશું. શેઠે જોઈશ કહ્યું, એટલે કુશળને આશા બંધાણી કે હવે કામ સફળ થશે. આશાની પાછળ ઘેર કાલિમા છે. એને , કયાં ખબર છે? શ્રેણીની વાત સ્વાર્થ સાધક છે. એની ગંધ પણ કયાંથી આવે ? કુશળને ? આશા બંધાણી તેથી તે ત્યાં રોકાયો.
આ માયાવી શેઠ તે પિતાને છોકરો બતાવવો પડે નહિ તે માટે ઉપરથી કેવી બાજી રમે છે કે જેથી કુશળ તેમાં અંજાઈ જાય. કુશળનો ખૂબ સત્કાર સન્માન કરે છે, પણ આ સત્કારની પાછળ શ્રેષ્ઠીનું ષડયંત્ર ચાલું હતું. ચાંદીના બાજોઠ પર સેનાની થાળીમાં કુશળને જમવા બેસાડ્યો. જમી રહ્યા પછી સારા સારા સુગંધી પદાર્થોના વિલેપન કરાવ્યા. સ્નાન કરાવ્યું. સૂવા માટે રત્નજડિત પલંગમાં મખમલની સુંવાળી શય્યામાં કુશળને સૂવાડયો. કુશળ એક સેવક હોવા છતાં તેની સરભરા કરવા શેઠ પોતે જાતે ઉભા રહ્યાજાણે શું બોલ્યા ને શું બોલશે ! એક શેઠની જે સરભરા ન થાય તે એક સેવકની થઈ રહી છે. આ રીતે સત્કાર–સન્માનમાં ત્રણ દિવસ પૂરા થયા. કુશળતું મન વ્યગ્ર બની ગયું. તેણે શેઠને પૂછયું, તમારો કિશોર કયારે આવશે? શેઠ કહે-કુશળ! હું લાચાર છું. મારો કિશોર આવી શકશે નહિ. શું નહિ આવે? ના. આ માણસ સમાચાર લાવ્યા છે કે હમણાં તેની પરીક્ષાને સમય છે, માટે નહિ આવે. આપ થડા દિવસ વધુ રોકાઈ જાવ. કેટલા દિવસ રાહ જોવાય? ઘેર મારા શેઠ રાહ જોતા હશે. આટલા દિવસ રહીને જે હું કાર્ય અધૂરું રાખીને જાઉં તે સારું ન કહેવાય. હવે શું થશે તે અવસરે.