________________
૭૦૪
શારદા રત્ન
નથી. રાજન્ ! આ દર્પણુ સામાન્ય દર્પણ જેવું નથી. આ દર્પણમાં તને નગ્ન સત્ય ન્ટિંગાચર થશે. આ દર્પણુ તને સૌના દિલ બતાવશે. તારી પત્ની, તારા સંતાના, તારા સૈનિકા, સગાવહાલા એ બધાના તારા પ્રત્યે કેવા પ્રેમ છે તે તને સત્ય સમજાશે. આ દર્પણુ હાથમાં લઈ બે મિનિટ પ્રભુનું ધ્યાન ધરીને પૂછ્યું કે, મારી રાણીઓના મારા પ્રત્યે સાચા પ્રેમ છે કે મેાહ છે ? જે રાણીઓના અંતરના સાચા પ્રેમ હશે તે ઘણુ આકાશ જેવુ' સ્વચ્છ દેખાશે. અને જો ખાટો પ્રેમ હશે તેા દર્પણ પર ઘનધાર કાળા વાદળા જેવા ધાબા દેખાશે, અને દર્પણ પર યાગ્ય લખાણ પણ આપે!આપ લખાઇ જશે. અહા ! આ તા અદ્ભુત કહેવાય. આવી વસ્તુ મળે એટલે જોવાનુ` મન જલ્દી થઈ જાય. તમને પણ આવી વસ્તુ મળે તા તરત જ ઉપયાગ કરવાનું મન થાય ને ? રાજાએ દર્પણુ સામે ઉભા રહી બે મિનિટ પ્રભુનું ધ્યાન કરીને પૂછ્યું કે મારી રાણીઓના મારા પ્રત્યે પ્રેમ કેવા છે ? ત્યાં તા દર્પણુ કાળુ ધમ થઈ ગયું. રાજા તા આ દૃશ્ય જોઈ રહ્યા. આમાં મારે શું સમજવું? તેમના આશ્ચયના પાર ન રહ્યો. તેમણે દર્પણને કહ્યું—શું મારી રાણીએ મારા પર સાચા સ્નેહ નથી રાખતી ? શુ તે પ્રેમના નાટક કરે છે ? જે હાય તે સ્પષ્ટ લખાઈને આવે. તરત દર્પણુ પર લખાઈ ગયું કે તારી રાણીઓ જ્યાં સુધી તારી પાસે ધનના ભંડાર છે, તારા તરફથી મનમાન્યા સુખા મળે છે ત્યાં સુધી તારી છે. તારી રાણીએ તને નથી પરણી પણ સંપત્તિને પરણી છે. રાજાને કલ્પના પણ ન હતી કે મારી રાણીએ આટલી સ્વાથી હશે ! પછી બીજો પ્રશ્ન પૂછ્યા—હૈ દિલ દેખાડનાર દર્પણું! મારા પુત્ર પરિવાર મને કેવા ચાહે છે ? તેમના પ્રેમ તા સાચા છે ને ? તેઓ તે મને જરૂર શુદ્ધ નિષ્ઠાથી ચાહતા હશે. દર્પણુ તા અષાડ માસના કાળા વાદળાઓથી ઘેરાયેલા આકાશ જેવુ થઈ ગયુ. આ જોઇને રાજાના હૈયે ડૂમા ભરાઈ ગયા ને રડવા લાગ્યા. શું મારા સંતાના પણ મને નથી ચાહતા ? શું તે હાથીના દાંત જેવા છે ? ત્યાં તે દર્પણમાં લખાઈ ને આવ્યું કે તારા સતાના તા તારા મૃત્યુને ઝંખે છે. રાત-દિવસ તે એ જ પ્રાર્થના કરે છે કે કયારે આ બુઢ્ઢા બાપા મરે ને કયારે આ રાજગાદી અમને મળે ? આ વાંચતા રાજાના દુ:ખના તા પાર ન રહ્યા. અરરર... જે બાળકાના પડચો માલ ઝીલું છું, પાણી માંગતા દૂધ હાજર કરું છું, એ સતાના મારુ' આવું ઇચ્છે છે ! હું જેમને માટે દીર્ઘાયુ અને એવી પ્રભુ પાસે પ્રાર્થના કરુ છુ, તેએ જ મારા મૃત્યુની ઈચ્છા રાખે છે ? આથી વધુ દુઃખની વાત કઈ હેાઈ શકે? રાજાને તે ચિંતાના પાર ન રહ્યો. કયા પિતાને આવી વાતથી દુઃખ ન થાય ?
રાજાએ ત્રીજી વાર ઘણુને પૂછ્યુ—મારા સૈનિકેા, મારુ. લશ્કર-જે મારું લૂછુ ખાય છે તે તા મને જરૂર ચાહતા હશે ? પણ તા કાળું ધમ થઈ ગયું. રાજાએ પૂછ્યું, આમ કેમ ? ત્યાં તે દર્પણમાં લખાઈ ગયું. રાજા ! વિચાર તા કર, ખુદ તારા સતાના તને નથી ચાહતા ત્યાં તારા લશ્કરની વાત કયાં કરવી ? જ્યાં સુધી