________________
૭૦૨
કારહા રત્ન કરતાં પણ અચકાતી નથી. પરદેશી રાજા તરફ દષ્ટિ કરે. પરદેશી રાજા સૂરિકતા રાણી પાછળ પાગલ હતા. તે રાણીના મન માંગ્યા સુખ પૂરા પાડતા હતા ત્યાં સુધી તે વાંધે ન હતું, પણ જ્યારે પરદેશી રાજાને કેશી સ્વામીનો ભેટે થયો ત્યારે તેમના આત્મામાં જાગૃતિ આવી, અને જીવનમાં રત્નત્રયીની શ્રદ્ધાનો રણકાર થે, તેથી અનાસકત જીવન જીવવા લાગ્યા. પરિણામે સૂરિકતા રાણીને સંસારના સુખ મળતાં બંધ થઈ ગયા, ત્યારે દીકરાને કહે છે, તારો બાપ હવે કંઈ કામનો નથી. એ તે જોગીડો બનીને બેસી ગયે છે, માટે એનું કાસળ કાઢી નાંખું ને તને રાજગાદીએ બેસાડું. છેવટે સૂરિકતાએ ઝેર આપીને પરદેશી રાજાને મારી નાંખ્યા. આ સ્વાર્થ નહિ તે બીજું શું ? આનું નામ સંસાર.
સ્વાથી માણસનું જીવન-લક્ષ્ય એક જ હોય છે કે બીજાનું ગમે તે થાય, પણ મારે સુખી થવું છે. કેટલી હલકી મને વૃત્તિ કહેવાય! સ્વાર્થ માનવને અંધ બનાવે છે. બીજાના સુખ-દુઃખ જેવાની દષ્ટિ ખૂંચવી લે છે. પરમાર્થ માનવને પ્રફુલ્લિત બનાવે છે. પરમાર્થથી માનવની આંખે ખુલી જાય છે. પિતાના સુખ-દુઃખ કરતાં પણ બીજાના દુખ પ્રત્યે વધુ સહાનુભૂતિવાળું વલણ એ દાખવી શકે છે. જગતના જીવોની મનોવૃત્તિનું વિશ્લેષણ કરવું હોય તે ત્રણ રીતે કરી શકાય. “હું સુખી થાઉં” એ મનોવૃત્તિ સ્વાર્થના ઘરની છે.
મારી જેમ બીજા પણ સુખી થાય” એ મનવૃત્તિ પરમાર્થના ઘરની છે. “હું ભલે દુઃખી થાઉ પણ બીજા તે સુખી થાવ' આ મનોવૃત્તિ ઉત્કૃષ્ટ પરમાર્થના ઘરની છે.
પિતાના દુન્યવી સુખની ચિંતા એ સ્વાર્થ છે. સ્વાર્થવૃત્તિ જેવું આ વિશ્વમાં બીજું કિંઈ પાપ નથી. એ વાત જે જીવનમાં સમજાઈ જાય તે માનવના જીવનમાં પલ્ટો આવ્યા વિના રહે નહિ. એક કવિએ કહ્યું છે કે, “સ્વાથના સહુ સગા.” આ પંક્તિમાં મેટે ભેદ છૂપાયેલો છે. સ્વાર્થના સહુ સગા છે, પણ સ્વાથીનું કોઈ સગું નથી. કેવી આ અજબની અજાયબી છે ! જે વાર્થ આપણને ગમતો હોય તે સ્વાથી, પણ આપણને ગમવા જઈએ પણ ગમતા નથી. સ્વાથી માણસથી તે આપણે દૂર ભાગીએ છીએ. એને પડછાયે લેવાની પણ ભૂલ કરતા નથી. આ અજાયબી જ છે ને! આ અજાયબી બતાવે છે કે સ્વાર્થ આપણને ગમે ભલે, પણ સ્વાર્થ એ સારી ચીજ નથી. તમારે સ્વાર્થ કેઈ વાર તમને દગો દેશે ને તમને જોખમમાં મૂકશે. ઈતિહાસ પણ એ બતાવે છે કે સ્વાર્થની મેલી રમત દ્વારા બીજાની ગરદન કપાવી નાંખનારા રાજાઓની ગરદન કપાઈ હોય તે એ સ્વાર્થની મેલી રમત દ્વારા કપાઈ છે. આવા સ્વાર્થની પાછળ આંધળા બની જઈ જીવન જીવવા કરતાં પરમાર્થ ખાતર પ્રાણ દેનાર મહાન વિભૂતિઓને આંખ સામે આદર્શ રૂપે રાખી જીવનને સાચો આનંદ લૂંટવા પ્રયત્ન કરવો જોઈએ.
- પરમાર્થ ખાતર જેણે પોતાનું જીવન સંયમ માર્ગમાં ઝંપલાવ્યું છે, જેમના દિલમાં સ્વ–પર કલ્યાણની ભાવના છે, એવા નમિરાજર્ષિએ ઈન્દ્રને કહ્યું કે, આ બધા રડે છે. એ સૌ સ્વાર્થને રડે છે. આ જગત આખું સ્વાર્થનું ભરેલું છે. બધાને મારા મારા માને છે, પણ સમય આવ્યે ખબર પડે કે કેણ કેવું છે ? એક દૃષ્ટાંત આપું. એક વખત