________________
શારદા રેન્દ્ર
આ જોઈતું જ હતું. એની વાતે બધી બનાવટી છે. અંદરથી તે એ જ ભાવ છે કે અમારા ભાગ્ય ગે આ ભૂલો પડ્યો છે, તો હાથમાં આવેલ આ કન્યાને અસ્વીકાર શા માટે કરવો ? તેમની તે એવી જ ઈચ્છા હતી કે મારું વચન રહે, માન સચવાય અને કાર્ય જલ્દીથી થઈ જાય એટલે બોલતા બોલતા અટકી ગયા.
કુશળ કહે, શેઠ ! આપના દીકરાને અભ્યાસ પૂરો ન થાય ત્યાં સુધી અમે અમારી દીકરીને અમારે ઘેર રાખીશું. આપ આ વાત તો સ્વીકારશોને! ભાઈ! તારી વાત સાચી છે, પણ મારા દીકરાની અને મારી ઈચ્છા એવી છે કે હમણાં પાંચ વર્ષ ખેંચી કાઢવા. અભ્યાસ પૂરો થાય પછી સગાઈ કરવી. શેઠ! આપ પાંચ વર્ષ પછી પણ આપના દીકરાને પરણાવવાના તો છે ને ! આ૫ આજને આવતીકાલ માની લે ને અમારી માંગણીને સહર્ષ સ્વીકાર કરે. કુશળ ! એમ કેવી રીતે સ્વીકારાય ! શેઠના દિલમાં ભાવના કેવી છે ને ઉપરથી દેખાવ કેવો કરે છે ! કુશળ કહે શેઠ ! સારા કાર્યમાં વિલંબ કરો એ ઠીક નથી. મને તે આશા હતી કે મારી આશા જરૂર સફળ થશે, પણ હવે એ આશા શું મારી નિરાશામાં ફેરવાઈ જશે ? આપના કિશોર અભ્યાસ કરે છે એ વાત સિવાય બીજું કઈ વાંધે છે ? શું અમારી છોકરીમાં કંઈ ખામી દેખાય છે ?
શેઠે પાથરેલી માયાજાળ :- કુશળ ! તું એ શું બોલે છે? શું છોકરીમાં વાંધો? ના... ના... રૂપ સૌંદર્યમાં તે જાણે સાક્ષાત્ દેવાંગના લાગે છે. આપ આપના કિશોરને બોલાવે. હું એમને સમજાવું. સમજાવવાનું કામ મારું છે. જે એ કિશોર મારી વાત સ્વીકારે તે તમે માન્ય કરશે ને? પણ અત્યારે કિર અહીં નથી. તે મારી ઈચ્છા પૂર્ણ નહિ થાય? આપ નિરાશ ન થાવ. આશા અમર રાખે. ઉત્સાહ એ જીવનનું મંગલ છે. કુશળ ! તમારો આગ્રહ ખૂબ છે માટે તમારી ઈચ્છાને સાકાર બનાવવા પ્રયત્ન કરીશ પણ એક શરતે. હવે કઈ શરત મૂકશે તે વાત અવસરે.
વ્યાખ્યાન નં. ૭૮ આ સુદ ૧૧ ને ગુરૂવાર
તા. ૮-૧૦-૮૧ અનંતજ્ઞાની કહે છે કે જગતમાં જીવને માટે કોઈ શરણભૂત કહો કે સાચે સખા કહે તે તે ધર્મ છે. સમસ્ત સંસારમાં સુખ અને શાંતિની ગંગોત્રી માત્ર ધર્મ છે, છતાં એ ધર્મ પ્રત્યે લાપરવાહી બતાવી છે. જેટલા ધનના સત્કાર સન્માન થાય છે તેટલા ધર્મના થતા નથી. સંસારમાં હંમેશા પાપના વાજા વાગતા રહે છે. સંસારમાં જે દુઃખ, ત્રાસ, સંતાપ, પરિતાપ, વેદના અને વિટંબણાઓ જોવા મળે છે તે પાપોનું ઉત્પાદન નહિ તે બીજું શું? હું તે તમને એ જ કહું છું કે તમે સર્વ પ્રથમ ધર્મ તત્ત્વના સાચા સ્વરૂપને સમજો. ધર્મનું આચરણ કેટલું કરવું એ તમારા મન ઉપર આધાર છે, પણ એટલું નકકી સમજજો કે ધર્મતત્ત્વની વાત સાંભળશે, એનું વાંચન કરશે તે જરૂરી તમારા હૈયામાં ધર્મ પ્રત્યે પ્રેમ જાગશે, જે ધર્મ ગમશે તે એક દિવસ એ ધર્મતત્ત્વ તમારા જીવનમાં જીવંત બની જશે. તમારા જીવન