________________
શારદા રત્ન
વટબંધ ચાલવા લાગ્યો. ચાલતા ચાલતા એક મેટું ગાઢ ભયંકર વન આવ્યું. વનમાં, દાખલ થઈને મોટેથી બોલવા લાગ્યો કે હું છું રત્નને વહેપારી વાણિયે. મારી પાસે અમૂલ્ય રત્નો છે. આ વણિકે તે મોટેથી બેલવા માંડયું તેથી ત્યાં રહેલા ચેર, લૂંટારા, ધાડપાડુઓએ આ અવાજ સાંભળ્યો ને બધા વણિક પાસે આવ્યા ને કહેવા લાગ્યા. લાવ, કાઢ તારા રત્ન. આ વણિકે તે પેલા ચકમકતા પથ્થરની પોટલી બતાવી. બધા સમજી ગયા કે આ સાચા રત્ન નથી, પણ ખોટા ચકમકતા પથ્થરો છે. ત્યાં ધાડપાડુઓની બીજી ટેળીએ આવીને કહ્યું–તારી પાસે જે હોય તે બતાવી દે, નહિ તે આ તલવાર જોઈ છે ! તેણે ચકમકતા પથ્થરો બતાવ્યા. બધા કહેવા લાગ્યા કે આ તે મૂર્ખ જ નહિ પણ મૂર્ખનો શિરોમણી લાગે છે કે રત્નદ્વીપમાં જઈને પણ સાચા રત્નને બદલે આવા બેટા પથ્થરા ભેગા કરીને લાવ્યો છે. આ પ્રમાણે કહીને ધાડપાડુઓની કેટલીક ટેળી આવીને જતી રહી.
આ વાણિયા ભાઈએ એક વાર જંગલ પસાર કર્યું. એમ કરતાં કરતાં તેણે સાત સાતવાર આ જંગલ પસાર કર્યું. વણિકે દરેક વાર આવું નાટક ભજવ્યું, પછી તે તેને બધાએ મૂર્ખ માન્યો એટલે પછી તેને કેાઈ પજવે નહિ ને આરામથી વન પસાર કરતે. છેવટે વણિકના મનમાં થયું કે મને હવે ધાડપાડુઓ કાંઈ પૂછતા નથી કે કાંઈ જતા નથી, માટે હવે સાચા રને ડમ્બે લઈને મારા વતનમાં પહોંચી જવું. ધાડપાડુઓની ટોળકીએ વાણિયાને ખરેખર ગધેડે માની લીધે એટલે આઠમી વખત રત્નને દાબડે " લઈને વન પસાર કરવાની તૈયારી કરી લીધી, જમીનમાં રને દાબડો હતો તે બહાર કાઢો. એની પોટલી બનાવીને માથે મૂકી, પેલો વેપારી જદી જદી વનને પસાર કરવા માટે એકદમ ઉતાવળો ઉતાવળો અદ્ધર થાસે ચાલવા લાગ્યો. આ વખતે કેઈએ એને પકડો નહિ કે ઉભો રાખ્યો નહિ, કારણ કે સહુને એની મૂર્ખતાની પાકી ખાત્રી થઈ ગઈ હતી. વન ઓળંગી ગયે, ઉમંગમાં એકદમ હસી પડ્યો. રત્નોની પોટલી માથે મૂકીને નાચવા લાગ્યો. સખ્ત ગરમીના કારણે ગરમ ગરમ લુ વાતી હતી. વાણિયા તરસથી આકુળ વ્યાકુળ થઈ ગયો હતો. પાણી વિના પ્રાણ નીકળી જાય તેમ લાગતું હતું. પાણી પીવા માટે આજુબાજુ ખૂબ તપાસ કરી. થોડે દૂર ગયો ત્યાં એક તળાવ મળી ગયું. તળાવનું પાણી કાદવથી ખૂબ ડહોળાયેલું હતું, તે પણ પાણી પીધું અને ઘેર પહોંચે.
વાણીયાએ કુટુંબીજનોને બધી વાત કરી કે મેં કેવી રીતે વન પસાર કર્યું ને કેવી રીતે રત્નોને સુરક્ષિત રાખીને અહીં આવ્યા. ત્યારે કેઈએ પૂછ્યું કે તમે સાત સાત વાર એ વિકટ વન પસાર કર્યું, પણ એ વન પસાર કરવાનું કષ્ટ કેવું લાગ્યું? અને ગંદુ પાણી પીવાની સજા કેવી થઈ? ત્યારે વાણિયાએ હસતા હસતા કહ્યું, એમાં કષ્ટ કેવું ? કદાચ થોડું દુઃખ માની લઈએ તે પણ રત્નની પોટલી સુરક્ષિત રીતે ઘેર પહોંચાડી શક્યા એના અખૂટ આનંદમાં પેલા દુઃખ શી વિસાતમાં છે? અરે, એને