________________
શારદા રત્ન વિસામે આપી શકે છે, પણ જે નાના છોડવા છે તેની નીચે જઈને કોઈ બેસે તે શીતળતા મળતી નથી. વૃક્ષ, સૂર્ય, નદી બધા કઈ પણ જાતના મૂલ્ય લીધા વિના લોકોને ઉપકારી બને છે. વૃક્ષ પોતે તડકો વેઠીને બીજાને શીતળ છાયા આપે છે. અરે, પત્થરના ઘા કરનારને પણ મીઠા ફળ આપે છે. નદી પોતે ગંદા પદાર્થોને પચાવીને બીજાને મીઠું જળ આપે છે. સૂર્ય કઈ જાતનું મૂલ્ય લીધા વિના દુનિયાના જીવને પ્રકાશ આપે છે. નમિરાજર્ષિએ જ્યારે વૃક્ષની વાત કરી ત્યારે બ્રાહ્મણના રૂપમાં આવેલા ઈન્દ્ર કહે છે હે નમિરાજ ! હું તમને બગીચાની વાત પૂછવા માંગતા નથી. તે બગીચા અને વૃક્ષ સાથે મારા પ્રશ્નને શો સંબંધ છે? શું આપના જેવા પુરૂષો પણ આ રીતે પ્રશ્નને ઉડાવી દેવાની રીત ગ્રહણ કરશે? હું તો તમને એમ પૂછું છું કે તમારી આ મિથિલાનગરીની આખી પ્રજા, અંતરિ, લશ્કર, સૈન્ય બધું રડે છે શા માટે? નમિરાજર્ષિ કહે છે હે વિપ્ર ! હું તમારા પ્રશ્નને સીધે જવાબ આપું છું. આપ મારા પ્રશ્નને આ જવાબ સાંભળો. તે મનેરમ નામનું સુંદર ઘટાદાર વૃક્ષ છે તેનું શું બન્યું ?
वारण हीरमाणम्मि, चेइयम्मि मणोरमे ।
दुहिया असरणा अत्ता, एए कन्दन्ति भो ! खगा ॥ १० ॥ એક દિવસ તે મનરમ વૃક્ષ પવનના ઝપાટાથી ભય પડી ગયું. હે વિપ્ર ! તે ઝાડ પડી જવાથી અસહાય, દુઃખી અને આર્તનાદ કરતા એ પક્ષીઓ આ પ્રકારનું આકંદન કરે છે.
નમિરાજર્ષિ કહે છે, હે વિપ્ર ! મિથિલા નગરીની નજીકમાં એક રમણીય ઉદ્યાનમાં મનહર એક મોટું અને સુંદર વિશાળ વૃક્ષ હતું. એની શીતળ છાયા નીચે હજારો જીવોને વિશ્રામ મળતો હતે. અનેકવિધ પક્ષીઓ પણ ત્યાં રહેતા હતા. એના સુગંધિત પુષ્પ અને સ્વાદિષ્ટ ફળોથી અનેક જીવોને પોષણ મળતું હતું. અરે, વધુ શું કહું ! એ વૃક્ષ દ્વારા અનેક અસહાય જીવન નિર્વાહ થતો હતો. તેના ફળ ફૂલ વેચીને ગરીબ માણસે આજીવિકા ચલાવતા હતા, પણ દૈવયોગે તે વૃક્ષની તે સ્થિતિ ન રહી. એક વાર એ પ્રચંડ પવન આવ્યો, જોરદાર વંટોળ ચઢ્યો, તેથી તે વૃક્ષ મૂળમાંથી ભય પડી ગયું. હવે તે વૃક્ષ ફળ આપવામાં સમર્થ ન રહ્યું કે કેઈને શીતળ છાયા આપવામાં પણ અસમર્થ બન્યું. આ રીતે વૃક્ષના પડી જવાથી તેના આશ્રમમાં રહેવાવાળા એ પક્ષીઓ નિરાશ્રિત થઈ ગયા. જ્યારે ઝાડને લાંબુ થઈને સૂતેલું જોયું ત્યારે માણસે નિસાસા નાંખવા લાગ્યા અને પક્ષીઓ આનંદ કરવા લાગ્યા. હવે કયાં જવું? ક્યાં આશ્રય લેવો ? એમ વિલાપ કરવા લાગ્યા ને પેલા વૃક્ષને ગાળો દેવા લાગ્યા કે હે મૂર્ખ ! અમને નિરાધાર કરીને તું શું સુખે સૂવે છે? કારણ કે આધાર પર આધેયની સ્થિતિ છે.
નમિરાજના આ શબ્દો સાંભળીને ઈન્દ્ર હસી પડ્યો. અરે, એ વટેમાર્ગુઓ અને પક્ષીઓ ખરેખર મૂર્ખ કહેવાય. એમાં તે વૃક્ષને શે દોષ કે તેને તેઓ ઉપાલંભ આપે છે ! પિતાના દુઃખને માટે જે તે વૃક્ષને ઉપાલંભ આપે તે એ એની ભૂલ છે. કારણ કે