________________
૬૯૪
શારદા રત્ન
વ્યાખ્યાને નં-૭૭ આ સુદ ૧૦ ને મંગળવાર
તા, ૭-૧૦-૮૧ અવનીના અણગાર, શાસનના શણગાર વીતરાગ ભગવંત ફરમાવે છે કે શાશ્વત સુખની પ્રાપ્તિને આધાર ધર્મ છે. સાંસારિક અશાશ્વત સુખ તે પુણ્યથી પ્રાપ્ત થઈ શકે છે. પુણ્ય અલગ ચીજ છે અને ધર્મ અલગ ચીજ છે. નવ તોમાં પુણ્યનું સ્થાન ત્રીજું છે. પહેલે જીવ, બીજો અજીવ, ત્રીજું પુણ્ય અને ચોથું પાપ તત્ત્વ છે. જીવ, અજીવ પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ, આ નવ પ્રકારના તમાં ધર્મ તત્ત્વનું નામ નથી પણ સંવર નામના તત્વમાં ધર્મને સમાવેશ થઈ જાય છે. સંવર તત્વના ૨૦ ભેદ છે. તે ૨૦ ભેદમાં એક ભેદ વ્રત–પચ્ચખાણ પણ છે. વ્રત કહેવાથી પણ સંવરને બંધ થઈ જાય છે. વ્રતને અભાવ તે આશ્રવ કહેવાય છે. આશ્રવ અને સંવર બંને વિરોધી તત્વ છે. જેવી રીતે દિવસની વિરોધી રાત, અંધારાને વિરોધી પ્રકાશ, ચોરને વિરોધી શાહકાર છે અને રોગને વિરોધી ઔષધ છે, એ રીતે આશ્રવ તત્ત્વનું વિરોધી સંવર તત્ત્વ છે.
આશ્રવ કેને કહેવાય? ચારે બાજુથી કર્મ પ્રવાહનું આવવું તેનું નામ આશ્રવ છે. પનડુબ્બી નામના વહાણનું નામ તે આપે સાંભળ્યું હશે. પનડુબ્બી ચારે બાજુથી - બંધ હોય છે. તેને આકાર માછલી જેવો છે. તે સમુદ્રની અંદર પાણીમાં ચાલે છે. અને સમુદ્રના તળિયામાં પણ ચાલે છે. મોટા ભાગે તેને ઉપગ યુદ્ધના સમયે કરવામાં આવે છે. તેમાં અનેક માણસો બેઠા હોય છે. તેમની પાસે શ્વાસ લેવાને માટે એક્સીજન પણ હોય છે. તે પનડુબ્બી વહાણનું કામ સમુદ્રના ઉપરના ભાગ પર ચાલવાવાળા શત્રુઓના વહાણને નાશ કરવાનું હોય છે. તે પનડુબ્બી જહાજમાં જે છિદ્ર પડી જાય તે ચાળણીની જેમ છિદ્રો દ્વારા તેમાં પાણી અંદર આવવાથી તે ડૂબી જાય છે. આપણે આત્મા પનડુબ્બી જહાજના સમાન છે. આ સંસાર સમુદ્ર સમાન છે. આ સંસાર રૂપી સમુદ્રમાં જન્મ-જરા-મરણ-રોગ આદિનું પાણી ભરેલું છે. કર્મ વર્ગના સમૂહને કર્મ વર્ગનું કહેવામાં આવે છે. એકેક કર્મ વર્ગણામાં અનંતાનંત પરમાણું છે. કર્મ વર્ગણાઓ આત્માની સાથે ચૂંટી જાય છે. કેઈ એક સ્થાન પર વધુ કર્મવર્ગણાઓ બંધાય છે અને બીજું સ્થાન ખાલી રહી જાય છે એવી વાત નથી.
આ સંસાર સમુદ્ર ઘણું વિશાળ છે. એને હિસાબ અથવા તેનું વિવરણ સાંભળતા ચકકર આવી જાય છે. ૩ કરોડ ૮૧ લાખ ૧૨ હજાર ૯૭૦ મણ વજનના એક લોખંડના ગોળાને ઊંચેથી ફેંકવામાં આવે અને તે ૬ માસ, ૬ દિન, ૬ પ્રહર, ૬િ ઘડી અને ૬ પળમાં જેટલું ક્ષેત્ર સ્પશે તેને એક રાજુ કહેવાય. આ લેક ઉપરથી નીચે સુધી ચૌદ રાજુ પ્રમાણ છે. લોકની પહોળાઈ બધી તરફથી એક સરખી નથી. આ લકને નીચો ભાગ એટલે અધલક ૭ રાજુ ઝાઝેરા જાડ૫ણે છે. તેમાં એકેક રાજુની જાડી એવી ૭ નરક છે. તે જેમ જેમ ઉપર જાય છે તેમ તેમ સંકુચિત થઈ જાય છે.