________________
ve
શારદા રત્ન
દરેક પાસાઓનું સંપૂર્ણ ચિત્ર મેળત્રવાની કળા ફક્ત સ્યાદ્વાદના સિદ્ધાંતાથી થઈ શકે છે. જૈનદર્શનમાં પાપી, દુર્ભાગી, ચાર, ડાકુ કે કોઈ પણ અધમ માનવી ઉપર તિરસ્કારને સ્થાન નથી પણ તેની અજ્ઞાનતા પ્રત્યે અનુકપા લાવી તેનું ઉત્થાન કરવાની પ્રેરણા છે. રાહણીયા ચાર, પરદેશી રાજા, કેાશા વેશ્યા, અર્જુનમાળી વિગેરે દષ્ટાંતે તે માટે મેાજૂદ છે.
જૈનદનમાં જીવન જીવવાની કળા તા અજોડ બતાવી છે, પણ તેની સાથે મરણની ક્રિયા પણ અજોડ બતાવી છે. સાધક આત્મા આત્મસાધના કરતા કરતા જ્યારે તેમનું શરીર જીણુ અને ક્ષીણ થઈ જાય છે, ત્યારે કાયાના માહ છે।ડી સંથારા કરી મૃત્યુના મહાત્સવ ઉજવે છે. જે આત્માએ મૃત્યુને મહોત્સવ બનાવ્યું છે તેવા આત્મા કાં તા સ ખંધનથી મુક્ત બની સિદ્ધ દશાને પામે છે અને કર્મો બાકી રહ્યા હોય તા ફ્રીને મનુષ્ય દેહ પામી પેાતાની અધૂરી રહેલી સાધનાને પૂરી કરી સર્વ કર્મીને ખપાવી મુક્ત દશાને પામે છે. આ રીતે જૈનદર્શીન સાધકને નીડર૫ણે જીવતાં પણ શીખવે છે અને નીડરપણે મરતા પણ શીખવે છે. જૈનદર્શનની અહિંસા એ કાયર કે નિર્મૂળની અહિંસા નથી પણ ધીર, વીર અને શૂરવીરની અહિંસા છે. જરૂર વખતે અહિંસા ખાતર પેાતાના પ્રાણની આહુતિ આપતા અચકાવુ નહિ. જેમકે મેઘરથ રાજા, જૈનદર્શનમાં સાધુ કેવા હોય, શ્રાવક કેવા ડાય, સમાજ કેવા હોય, ધર્મ કેવા હોય, જીવન કેવી રીતે "જીવવુ., વગેરે વન અને સચાટ માĆદર્શન આપ્યુ છે. જૈનદર્શને જગતને ફક્ત આધ્યાત્મિક ક્ષેત્રે સચાટ માર્ગદર્શન આપ્યુ છે, એટલું જ નહિ પણ સામાજિક અને ખીજા ક્ષેત્રે પણ અનુપમ સમજણ આપી છે. વનસ્પતિમાં, પ્રાણીમાં જીવ છે તે વૈજ્ઞાનિક રીતે અત્યારે સિદ્ધ થયું છે, પણ સેંકડો વર્ષો અગાઉ જૈનદર્શન પેાકારી પેાકારીને કહેતું આવે છે કે વનસ્પતિમાં, પાણીમાં તેા ઠીક પણ પૃથ્વી, અગ્નિ અને વાઉ એ બધામાં જીવ છે. જૈનશાસન ભગવાન મહાવીરની જગતને આપેલ અણુમાલ ભેટ છે. હિંસા અને અહિ...કાનું સંપૂર્ણ સ્વરૂપ જૈનશાસનમાં જેવું મળી આવશે તેવું દુનિયામાં બીજે કયાંય નહિ મળે.
આ તા સર્વજ્ઞ પરમાત્માનું શાસન છે. તેની વિશાળતા એટલી બધી છે કે કોઈ આમા આપણું ભૂરું કરે, આપણને સતાવે તે પણ તેનું રક્ષણ કરો, પછી ચાહે તે મનુષ્ય હાય કે પશુ હાય. જે શાસનમાં આટલી બધી ઉચ્ચતા અને આવી લોકકલ્યાણની ભાવના, સૂક્ષ્મમાં સૂક્ષ્મ પ્રાણીની પણ રક્ષાના ઉપદેશ અપાયા છે, ખરાબ કરનારની અને ખરાબ ચિંતવનારની પણ રક્ષા કરવી, તેનું ભલું થાએ એ જ એક ઉચ્ચ ભાવના સમાયેલી છે એવા જૈનશાસનને અજોડ અને અદ્વિતીય કહેવામાં શી નવાઈ છે ! આવુ’ અનુપમ જૈનશાસન આજે આપણા મહાન પુણ્યાયે મળ્યું છે. તેની શીતળ છાયામાં બેસવાથી આધિ, વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપ શમી જાય છે. જૈનશાસનના શરણે જનાર આત્મા શીવલક્ષ્મી પદને મેળવે છે. શીવલક્ષ્મી પદને મેળવવા માટે જૈનશાસનમાં ચાર માર્ગો ખતાવ્યા છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને દાન, શીયળ, તપ, ભાવ. ભગવાન ઉત્તરાયન સૂત્રમાં આવ્યા છે કે,