________________
શારદા રત્ન
અમને છોડીને ન જાઓ સ્વામી, અમને છેડીને ન જાઓ, સંસાર છોડી ચાલ્યા ત્યાગ પંથે, અમને છોડીને ન જાઓ.
સ્વામી! અમને છોડીને ન જાઓ...ન જાઓ....સારો પરિવાર રડે છે, પણ મહાન દઢ વૈરાગી પાછું વાળીને ન જુએ. તયાં વ =ારૂ સે કે રૂતિ સંવાય મુ ન મન્ના સૂય. અ. ૨. ઉ.૨ ગા.૧
જેમ સર્પ કાંચળીને છોડીને જાય પછી પાછું વાળીને જોતા નથી તેમ મેક્ષાભિલાષી સાધક સંસાર છોડીને જાય, પછી પાછું વાળીને જોતા નથી અને અષ્ટવિધ કર્મોને ત્યાગ કરવામાં જેનું તન-મન હોય છે, તેવો સાધક આત્મા પિતાનું શ્રેય કરી શકે છે. જે છોડયું તે છોડી જાણે છે.
નમિરાજાની પત્નીઓ કરૂણ સ્વરે વિલાપ કરે છે ને કહે છે, આપ અમને છોડીને ન જાઓ, પણ સાચો વૈરાગી રોકાય નહિ. આચારાંગ સૂત્રમાં ભગવાન બેલ્યા છે. त परिक्कमत परिदेवमाणा मा चयाहि इति ते वदन्ति, छदोवणोया अज्झोववन्ना अक्कदकारी जणगा रुवंति, अतारिसे मुणो ण य ओह तरए जणगा जेण विप्पजढा । सरण तन्थ नो તમે શું નું નામ તત્વ જમરૂ? અ. ૬ ઉ. ૧
જ્યારે વીર પરાક્રમી પુરૂષ ત્યાગ માગે જવાને માટે તૈયાર થાય છે ત્યારે તેની કસોટી થાય છે. તેના માતાપિતા, પત્નીએ આદિ સ્વજને શેક કરતા થકા આકં. કરતા કહે છે, “અમે તારા પર આટલે નેહ રાખીએ છીએ, અમે તારી ઈચ્છાનુસાર ચાલવાવાળા છીએ, માટે તું અમને છોડીશ નહિ. જે માતાપિતાને છોડી દે છે તે આદર્શ મુનિ બની શકતા નથી અને એવા મુનિ સંસારથી પાર થઈ શકતા નથી.” આવા મોહયુક્ત વચનોને સાંભળવા છતાં પરિપક્વ વૈરાગી સાધક તેની વાતને સ્વીકાર કરતા નથી. તે સમજે છે કે આ વચનો મેહ અને સ્વાર્થજન્ય છે. જેવી રીતે ઝાડના પડી જવાથી પક્ષીઓ રહે છે. તેમનું તે રડવું સ્વાર્થ મય છે, એ રીતે સ્વજનેના આ વચન પણ સ્વાર્થ પ્રેરિત છે. સ્વજનોનો આ મેહ છે, વાસ્તવિક પ્રેમ નથી. મોહમાં વિવેક નથી હોતો. પ્રેમમાં વિવેક હોય છે, જાગૃતિ હોય છે. કર્તવ્ય-અકર્તવ્યનું ભાન હોય છે. જે સ્વજનોના હૃદયમાં મારા પ્રત્યે પ્રેમ છે તે તેઓ મને કલ્યાણના માગે જતા રોકે નહિ પણ તેઓ રોકે છે, તેથી તેમને મેહ છે. માતાપિતા, પતિ-પત્ની આ સંબંધ કર્તવ્ય સંબંધ હોવો જોઈએ, પણ મેહ સંબંધ ન હૈ જોઈએ. મેહસંબંધ પતનનું કારણ છે એમ વિચારીને તે વિરકત આત્મા તેમના વચનેમાં આકર્ષીતે નથી. તે આત્માને ચૈતન્યની ઝાંખી થઈ ગઈ હોય છે, પછી તે જડ ચીજોમાં કેવી રીતે મુગ્ધ થઈ શકે ! જેને ચિંતામણું રત્ન પ્રાપ્ત થઈ ગયું હોય તે કાચના ટુકડામાં કેવી રીતે લોભાય ? તે તે આત્મસ્વરૂપમાં રમતા કરતા, ત્યાગ માર્ગની સમ્યફ આરાધના કરે છે, તેવો સાધક મેહનો વિજેતા બનીને મુક્તિ પ્રાપ્ત કરી લે છે.
અહીં નમિરાજાએ સાધુવેશ પહેર્યો. ત્યાં બધી રાણીઓ તમરી ખાઈને ભય પડી.