________________
૬૮૪
શારદા રત્ન તે એના ભાગ્ય ઉઘડી જાય. તે તે એ સેનાની ટેકરીઓ બેઠી છે. કુશળે લહમીદત્તના ચૌટામાં રથ ઉભો રાખ્યો. ત્યાં શેઠ બહાર આવ્યા. કુશળ શેઠને પૂછયું–આ ભવન લહમીદત્ત શેઠનું છે? કુશળતું વર્તન અને બોલવાની છટા જોઈને શ્રેષ્ઠીને લાગ્યું કે આ માણસ કેઈ ને કોઈ હેતુથી મારું ઘર પૂછતો આવ્યા લાગે છે. તે કઈ અગત્યના કારણે આવ્યો હશે. પોતાના આંગણે આવેલાનો આદર સત્કાર કરવો એ તે સજજન માણસનું કર્તવ્ય છે. લક્ષમીદત્ત શેઠ નીચે ઉતર્યા અને મહેમાનને કહ્યું–પધારો પધારે.
લયમીત્ત શેઠ કુશળને ખૂબ આદર સત્કાર કરી પોતાના મહેલમાં લઈ ગયા. આ શેઠ કેવા છે એ આપ જાણે છો ને? મહાલોભી, કપટી અને માયાવી છે. હાથીના દાંત બતાવવાના જુદા અને ચાવવાના જુદા. કુશળે લક્ષ્મીદત્ત શેઠના મહેલમાં પગ મૂક્યો, ત્યાં તે તે આભો બની ગયો. અહાહા.. આ શું સ્વપ્ન છે કે સત્ય ? શ્રેણિક રાજા શાલીભદ્રના મહેલે ગયા. ત્યાં પહેલે માળે પગ મૂકતાં તે સ્થંભી ગયા. પૂછતાં ખબર પડી કે આ તો ને કરચાકરના બંગલા છે. અહો! આવા નોકરચાકરને બંગલા ! બીજે માળે દાસદાસીના બંગલા જોયા. એમ કરતાં છઠ્ઠા માળે ભદ્રામાતા અને સાતમે માળે શાલીભદ્રના બંગલા હતા. આ મહેલના બધા રૂમોની આકર્ષણતા, મનોરમ્યતા, સુંદર સજાવટ આ બધું જોઈને શ્રેણિક રાજા થંભી ગયા, તેમ આ કુશળ પણ લક્ષ્મીદત્તનું ભવન જોતાં થંભી ગયો. આ શેઠને ત્યાં અઢળક લક્ષમી હતી. ૯૯ કોડની મૂડી હતી, છતાં લોભ ઘણે હતો. લોના કારણે ગુણચંદ્રને ભેંયરામાં પૂરીને માર મારે ને ગુણચંદ્રની આંખમાંથી આંસુ પડે તેમાંથી મતી મેળવે. મોતી મેળવવાની લાલચે શેઠ ત્રણ-ચાર દિવસે માર મારતા. હવે તે રડી રડીને ગુણચંદ્રના આંસુ સૂકાઈ ગયા છે. લક્ષ્મીદત્ત શેઠ કુશળવું ખૂબ સત્કાર સન્માન કરી પોતાના મહેલમાં લાવ્યા. તેમને સ્નાન કરવા ગરમ પાણી આપ્યું, પછી નાસ્તા-પાણી કરાવ્યા અને પૂછ્યું-આપ કયાંથી આવો છો ? આપનું નામ શું છે? આપને શા કારણે અહીં આવવાનું બન્યું છે?
ધનપુર નગરમેં અગ્રગણ્ય, ધનદ શ્રેષ્ઠી ધર્માનુરાગી;
વિપુલ સંપત્તિ હેને પર ભી, રહતે ધર્મમેં સદા મગ્ન. શેઠ! હું ધનપુર નગરથી આવું છું, મારું નામ કુશળદત્ત છે. ધનપુર નગરમાં અગ્રગણ્ય ધનદ નામના શ્રેષ્ઠી છે. તેમને ત્યાં અઢળક સંપત્તિ છે. અબજોપતિ કહીએ તે ચાલે, એવા શ્રીમંત છે. આટલી બધી સંપત્તિના માલિક હોવા છતાં તેમને મન ધર્મ એ જ સાચી સંપત્તિ છે. તેમને ધર્મ પ્રત્યે ખૂબ પ્રેમ છે. ધનની સાથે ધર્મ પણ તેમના જીવનમાં વસેલો છે. જેને ત્યાં પુણ્યાનુબંધી પુણ્યની લમી આવી હોય ત્યાં જેમ જેમ ધન વધતું જાય તેમ તેમ ધર્મ પણ વધતું જાય છે. કંઈક ઠેકાણે તે જોવા મળે છે કે જેમ ધન વધે તેમ ધર્મ ઘટે, પણ આ શેઠ તે ધનથી અને ધર્મથી બંનેથી સંપત્તિવાન છે. તે શેઠને ધર્મશીલ, સદ્દગુણી શ્રીમતી નામના શેઠાણી છે. તેમને એક શુભમતિ નામે દીકરી છે. શેઠ! તમને શી વાત કરું ! તમે દુનિયામાં ફરો પણ અમારા શેઠ જેવા