________________
શારદા રત્ન પ્રકારના પુરૂષાર્થ વિના પણ જ્યારે તૂટી જાય છે અને એક ડાકોડી સાગરોપમ સ્થિતિમાંથી પણ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી સ્થિતિ જ્યારે ન્યૂન થઈ ગઈ હોય ત્યારે જીવ ગ્રંથી દેશે આવે છે. ગ્રંથી દેશે આવેલા જેમાંથી પણ કોઈ જીવ અપૂર્વકરણના પરિણામથી રાગ-દ્વેષની નિબિડ ગાંઠને ભેદીને સમ્યક્ત્વના પરિણામને પ્રાપ્ત કરે છે. સમ્યકત્વ પામ્યા પછી જીવને ખરેખર વિકાસ કેમ શરૂ થાય છે, પછી જીવને પુરૂષાર્થ વધતા કર્મોને ખપાવત (૨) જીવ અંતે પોતાના ક્ષાયિકભાવ સુધી પહોંચી જાય છે. આ છે ભાવક્ષણ. જેણે ક્ષણને ઓળખી લીધી છે એવા નમિરાજ દીક્ષા લઈને ઘરની બહાર નીકળી ગયા. તેઓ ઘરની બહાર નીકળીને ઉધાન તરફ જઈ રહ્યા છે. ત્યાં શું બન્યું?
अब्भुटियं रायरिसि, पव्वज्जाठाणमुत्तमं ।
સો માળ હશે, વથi મારી II || ઉત્તમ પ્રવજર્યા, દીક્ષા સ્થાનને માટે ઉઘત થયેલા રાજર્ષિને ઈન્દ્ર બ્રાહ્મણના વેશમાં આવીને આ પ્રમાણે (આગળ ગાયામાં આવશે, તે) વચને કહેવા લાગ્યા.
જ્યારે નમિરાજર્ષિ ઉત્તમ પ્રવજ્ય રથાન (એટલે જ્ઞાન-દર્શન–ચારિત્ર રૂપ સ્થાન)ને માટે પ્રયત્નશીલ થયેલા અને દીક્ષા લઈને નીકળેલા ત્યારે પહેલા દેવલોકના સ્વામી ઈન્દ્ર
હ્મણનું રૂપ બનાવીને તેની પાસે આવ્યા અને આ પ્રમાણે વચન કહેવા લાગ્યા. ઈન્દ્ર નમિરાજર્ષિને જે કંઈ કહ્યું તેનું વર્ણન હવે આવશે. ઈન્દ્ર જેવા ઈન્દ્ર એક મનુષ્યનું (બ્રાહ્મણનું) રૂપ લઈને આવ્યા તેમાં એક મોટું વિલક્ષણ કારણ છે. ઈન્દ્ર નમિરાજની પરીક્ષા કરવા ઈચ્છે છે કે નમિરાજાને જે વૈરાગ્ય આવ્યા છે, જે કારણથી દીક્ષા ગ્રહણ કરી છે તે અંતરથી લીધી છે કે બાહ્ય દેખાવથી લીધી છે? તેમને વૈરાગ્ય અંતરનો છે. જો કે આ કામ તે તે બીજા કેઈ દેવ દ્વારા પણ કરાવી શકતા હતા, પણ સ્વયં પિતાને જે વાતને અનુભવ થાય તેનું મહત્વ વધુ દેખાય છે. વસ્તુજ્ઞાનની જે સ્પષ્ટતા અનુભવથી થાય છે તે બીજા પાસેથી સાંભળવાથી થતી નથી. એટલા માટે કઈ અનુચરને ન મોકલતા ખુદ ઈન્દ્ર દેવલકથી નીચે મૃત્યુ લેકમાં આવ્યા. અહીં પ્રવજ્ય સ્થાનને ઉત્તમ બતાવ્યું છે. તે એટલા માટે કે વાસ્તવમાં ગુણની ઉત્કૃષ્ટતા દીક્ષામાં રહેલી છે, માટે તેને ઉત્તમ સ્થાન કહ્યું છે.
નમિરાજર્ષિ નગરની બહાર જઈ રહ્યા છે, એ વખતે ઇન્દ્ર અવધિજ્ઞાનથી એમના આ અદ્દભૂત પરાક્રમને જોઈને હર્ષિત થાય છે. છ છ માસની દહનવર જેવી બળતરા શાંત પડ્યા પછી હવે નિરાંતે આરામી ભોગવિલાસ કરવાના કે કઠોર કષ્ટમય ચારિત્ર લેવાનું! તે પણ સુદર્શન અને મિથિલા બે મોટા રાજ્ય છેડીને ! તે પણ એકેક કંકણ કેની સાથે અથડાય! માત્ર એટલા વચન પર! ઇન્દ્ર નમિરાજના ત્યાગ પ્રત્યે આકર્ષાઈ જાય છે, છતાં જાણે સ્વયં એમના વધુ પરાક્રમ જેવા પરીક્ષા કરવા આવે છે. અહીં પરીક્ષા કેઈ ઉપદ્રવ આપવાની નથી, પણ મેહના પરિણામ જગાડે એવા એક પછી એક