________________
શરદો રત્ન
૬૮૧ વિનયવિવેકી, તેમના સુખે સુખી અને તેમના દુઃખે દુઃખી હતી, છતાં નરસિંહ મહેતા શું બોલ્યા ? “ભલું થયું ભાંગી જંજાળ જે માર્ગાનુસારીના ગુણોની સીડીએ ચઢયા છે તેવા આત્માઓ દુઃખમાં ગભરાતા નથી. તેમનામાં જીવન જીવવાની કળા હતી. પ્રભુભક્તિની મસ્તી અનોખી હતી, તેથી આ શબ્દો બોલ્યા. આ કળા અનાર્ય દેશમાં નથી પણ આર્ય દેશના માનવીમાં છે.
આપણે વાત એ ચાલતી હતી કે મનુષ્ય જન્મ મળ્યા પછી આર્યદેશ મળવો એ ઘણું કઠીન છે. કેટલાક અનાર્ય દેશમાં જમવા છતાં આર્યતા તરફ વળી રહ્યા છે. ધર્મ શું છે? ઈશ્વર શી વસ્તુ છે? કર્મ શું છે? આવી તત્ત્વજ્ઞાનની કેટલીક ઊંડી વસ્તુઓ જાણવા માટે ઉત્કંઠા ધરાવે છે. અનાર્ય દેશમાં જન્મેલા કંઈક જીવો સત્સંગના પ્રભાવે અથવા પોતાના હળુકર્મી પણાના પ્રભાવે આર્ય બની શકે છે, ધર્મ પામી શકે છે. સિદ્ધાંતમાં આદ્રકુમારનું દૃષ્ટાંત મોજુદ છે. તેમને જન્મ અનાર્ય દેશમાં થવા છતાં અભયકુમાર જેવા મિત્રના સત્સંગના પ્રભાવે આદ્રકુમાર આર્ય તો એવા બન્યા કે દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી મેક્ષે ગયા. તમે તો ભાગ્યશાળી છે કે તમને અવારનવાર સંત સમાગમ મળતો રહે છે. એ છે આર્યભૂમિને પ્રભાવ. આનું નામ ક્ષેત્ર ક્ષણ.
ત્રીજી કાળ ક્ષણઃ-ધર્મ કરવાને સમય તે કાળ ક્ષણ. એક ઉત્સર્પિણ અને એક અવસર્પિણ એ બે કાળ ભેગા મળીને એક કાળચક થાય. દશ કોડાકોડી સાગરોપમને અવસર્પિણી કાળ અને દશ ક્રોડાકોડી સાગરોપમને ઉત્સર્પિણી કાળ, બંને મળીને ૨૦ ક્રોડાકોડી સાગરોપમ થાય ત્યારે એક કાળચક થાય. એક કાળચક્રમાં ધર્મ કરવાને કાળ કેટલો? અવસર્પિણી કાળમાં એક કોડાકોડી સાગરોપમથી કંઈક અધિક કાળ ધર્મને હાય છે. કયાં દશ કોડાક્રોડી સાગરોપમ અને કયાં એક કોડાકોડી ! અવસર્પિણી કાળમાં પહેલો બીજે આરો અને ત્રીજા આરાનો આગલે કાળ જુગલીયાને છે. ત્રીજા આરાના છેલ્લા ભાગથી ધર્મ શાસનની શરૂઆત થાય છે. ચોથો આરો આખે તેમાં ધર્મશાસન જયવંતુ હોય છે, અને પાંચમા આરામાં પણ ધર્મશાસન હોય છે, તે રીતે ઉત્સર્પિણીકાળમાં પણ ત્રિીજા ચોથા આરામાં ધર્મશાસન હોય છે. વીસ ક્રોડાકોડી સાગરોપમમાં માત્ર બે કોડાકોડી સાગરોપમને કાળ ધર્મ માટે કહેવાય. બાકીને ઘણે ખરે કાળ યુગલિક કાળ હોય છે. અવસર્પિણી કાળની અપેક્ષાએ છઠ્ઠા આરાને કાળ અને ઉત્સર્પિણી કાળની અપેક્ષાએ પહેલા બીજા આરાને કાળ ધર્મ માટે હોતો નથી, માટે વીસ કોડાકોડી સાગરોપમના કાળમાં બે ક્રોડાકોડી સાગરોપમને કાળ ધર્મ માટે અનુકૂળ કહેવાય. તેને કાળક્ષણ કહી શકાય. મહાવિદેહ ક્ષેત્રમાં તે સદા ચેથા આરાને કાળ છે એટલે ત્યાં તે ધર્મ માટે કાળ ક્ષણની ઘણું અનુકૂળતા સમજવી.
(૪) ભાવક્ષણ-જે કર્મોના ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષય રૂપ હોય છે. જેમ જેમ કર્મોને ઉપશમ, ક્ષયપશમ કે ક્ષય થાય છે તેમ તેમ આત્મિક ગુણે પ્રગટે છે. આયુષ્ય વજીને મોહનીયાદિ સાત કર્મોની સ્થિતિ જ્યારે ઘણીખરી એની મેળે જીવના તથા