________________
શારદા રત્ન
१७८ દેશવિરતપણને પામી શકે છે, પણ સર્વવિરતી ચારિત્ર તે મનુષ્ય જ અંગીકાર કરી શકે છે, તેથી જ મનુષ્યભવની આટલી દુર્લભતા કહી છે. જે માનવ સંસારના પગલિક સુખ પાછળ રાચેલો રહેશે તે આ મળેલી મેંઘેરી મહાકિંમતી દ્રવ્ય ક્ષણ નકામી જશે.
બીજી ક્ષેત્ર ક્ષણઃ-જે ક્ષેત્ર ક્ષણ ન મળી હોત તો જીવન ક્યાંય વેડફાઈ જાત. જે ક્ષેત્રમાં ચારિત્ર ઉદયમાં આવે, સંયમ લઈ શકાય તેવા આર્યદેશમાં મનુષ્યભવની પ્રાપ્તિ થાય તેને ક્ષેત્ર ક્ષણ કહેવાય છે. ભગવાન ઉત્તરાધ્યયન સૂત્રના ૧૦મા અધ્યયનમાં બોલ્યા છે.
लध्धूण वि माणुसत्तण, आरिअत्तं पुगरवि दुल्लह ।
बहवे दसुया मिलक्खुया, समय गोयम मा पमायए ॥१६॥ મનુષ્ય જન્મ મળ્યા પછી પણ આર્યદેશ મળવો એ ઘણું કઠિન છે, કારણ કે ઘણું ચોર અને મ્લેચ્છ જાતિના લોકો વસે છે, માટે હે ગૌતમ! સમય માત્ર પ્રમાદ ન કર.
ભરતક્ષેત્રમાં ૩૨૦૦૦ દેશ કહેવાય છે. તેમાં આર્યદેશ ફક્ત સાડા પચીસ કહેવાય છે. તે સેતુબંધ રામેશ્વરથી લઈને વિંધ્યાચળ પર્વતની અંદરના દેશ આર્યદેશ કહેવાય છે. તેની બહારના દેશ અનાર્યદેશ કહેવાય છે. ૩૨૦૦૦ દેશોની અપેક્ષાએ સાડા પચ્ચીસ તે બિન્દુ જેટલા કહેવાય, તેવા આર્યદેશમાં મનુષ્યભવ મળ અતિ દુર્લભ છે. આર્યદેશમાં જન્મેલા હોવા છતાં કંઈક માનવી અનાર્ય જેવા છે. જ્યાં જીવદયા, અહિંસાના સંસ્કાર ન હોય, ધર્મ શબ્દ પણ જ્યાં સાંભળવા ન મળત હય, જ્યાં ધર્મ, અધર્મનું, ભક્ષ્યાભયનું જ્ઞાન ન હોય, તે દેશને અનાર્યદેશ કહેવાય છે, અથવા તો જે દેશમાં જન્મેલા લોકો ધર્મ ભાવનાથી ઘણું દૂર હોય. ઘર્મ કોને કહેવાય, ધર્મ શું ચીજ છે, તેની ખબર ન હોય તેને પણ અનાર્યદેશ કહેવાય. આજે તે આર્યદેશમાં જન્મ મળવા છતાં કેટલાય જીવોને ધર્મ ગમતો નથી અને ધર્મભાવનાથી દૂર થતા જાય છે. તે તે પણ આર્યદેશમાં જન્મેલા હોવા છતાં અનાર્ય જેવા છે.
આર્યદેશનો માનવી તે મહાન છે, પણ આર્યદેશ મહાન શા માટે? આર્યદેશ પવિત્ર આર્ય સંસ્કૃતિથી મહેકત છે. મહાન તીર્થકરો, ચકવતી એ, બળદેવો આદિ મહાપુરૂષે આર્યદેશમાં થયા છે. જ્યાં ભગવાન મહાવીર સ્વામી આદિ તીર્થકર ભગવંતેની ચરણ રજ પડી હોય, જ્યાં જનગામી ભગવાનની વાણીની વર્ષા થઈ હોય તેવો આર્યદેશ મહાન હાય એમાં શી નવાઈ? આર્યદેશ અને અનાર્ય દેશની પ્રજામાં કેટલો ફરક છે તે આપની સામે સરખામણી રૂપે સમજાવું. બ્રિટનમાં મેરેલીન એકટ્રેસ થઈ ગઈ. તેનું સૌંદર્ય અથાગ હતું. રૂપ પણ ખૂબ હતું. તેને તેના સૌંદર્યનું એટલું બધું અભિમાન હતું કે તે કહેતી હતી કે મારું સૌંદર્ય કોઈ દિવસ કરમાવાનું નથી. ગુલાબનું ફૂલ કરમાય નહિ, તેમ મારું સૌંદર્ય પણ કરમાશે નહિ. આ તેમનું ઘોર અજ્ઞાન હતું. અનાર્ય દેશમાં જન્મેલા આ આત્માઓને ત્યાં કોઈ સત્ય સમજાવનાર નથી કે જે ગુલાબ ખીલે છે તે એક દિવસે કરમાય છે. આ સૌંદર્ય પણ એક દિવસે કરમાઈ જવાનું. મેરેલીનને આ