________________
શરદા રત્ન હતા, તેથી તેમને નમિરાજર્ષિ કહેવામાં આવ્યા છે. જે કામ, ક્રોધ, માન, લોભ, હર્ષ અને મદ આ બધા અંતરંગ શત્રુઓના સંઘર્ષને જે ત્યાગ કરે છે તે હંમેશા સુખી રહે છે. નમિરાજર્ષિએ દીક્ષા લીધી ને પાછળ તેમના વિયોગથી ભારે કોલાહલ મચી ગયો. જાણે યુવાન દીકરાનું મૃત્યુ ન થયું હોય ! તેવું કરૂણ રૂદન મચી ગયું છે. તે સમયે શક્રેન્ડે અવધિજ્ઞાન દ્વારા ઉપયોગ મૂકીને જોયું તે ખબર પડી કે નમિરાજાએ દીક્ષા લીધી, તેથી ભારે કોલાહલ મચી ગયો છે. આથી પ્રજા તેમના વિયેગથી રડી રહી છે, ગૂરી રહી છે. ખરેખર આશ્ચર્ય છે કે નમિરાજાએ મિથિલા અને સુદર્શન બંને વિશાળ રાજ્ય સમૃદ્ધિને છોડીને દીક્ષા લીધી છે.
શક્રેન્દ્રને નમિરાજર્ષિના વૈરાગ્યની પરીક્ષા કરવાનું મન થયું. દેવ તે મૃત્યુલોકમાં આવે નહિ. તેને મૃત્યુલોકમાં પ૦૦ જન સુધી મનુષ્યની દુર્ગધ આવે છે, પણ નમિરાજાની પરીક્ષા કરવી છે, તેથી તેમને મૃત્યુલેકમાં આવવાનું મન થયું. હવે શક્રેન્દ્ર કયા રૂપે આવશે તેના ભાવ અવસરે.
ચરિત્રા-ધનદ શેઠે પોતાની દીકરી શુભમતિનું સગપણ કરવા પિતાના નોકર કુશલને લફર્મદત્ત શેઠને ત્યાં જવા માટે રથ તૈયાર કરાવી આપ્યો. શેઠે તેને રસ્તાની બધી સગવડ આપી. જતાં જતાં કહે કુશળ ! તું ખૂબ ધ્યાન રાખજે. મારી દીકરી ભર્યાભાણે ભૂખી આવે એવી રાંક જેવી છે, માટે તું બરાબર બધી તપાસ કરજે, ભૂલ નહિ કરતો. છોકરાને બરાબર જોઈને શુભમતિનું વાઝાન કરજે. કુશળ કહે શેઠ ! આપ ચિંતા ન કરે. આપ નિશ્ચિત રહો. એમાં કઈ ખામી આવવા નહીં દઉં. કુશળ રથમાં બેસીને જવા રવાના થયો, પછી આનંદ શેઠ કહે મિત્ર! હવે મને જવાની રજા આપે. ધનદ શેઠે કહ્યું-આપ શુભાના શુભ સમાચાર સાંભળીને પછી જજે. ઘણાં સમયે મળ્યા છે, માટે આપ થોડા દિન વધુ રોકાઈ જાવ. આજે તમારા કહેવાથી જાણે મારી અડધી ચિંતા ઓછી થઈ ગઈ છે.
આનંદ શેઠ કહે-ધનદ ! શુભા જેવી તારી દીકરી છે તેવી મેં મારી માની છે. આ ઘરનો ખ્યાલ હતું તેથી તમને વાત કરી. જમાઈ માટેની વાત કરીને મેં કાંઈ ઉપકાર કર્યો નથી. મારે જ અત્યારે ભીમપુર જવું જોઈએ, પણ હવે ઘડપણ રહ્યું તેથી નામરજીથી પરાધીનતા વેઠવી પડે છે. મને ઘેરથી નીકળ્યા ઘણા દિવસો થયા. હવે હું રોકાઈ શકું તેમ નથી. મને બહુ આગ્રહ કરશે નહિ. છેવટે આનંદ શેઠ ધનદની રજા લઈને પોતાના ઘર તરફ ગયા. ધનદ શેઠ અને શ્રીમતી શેઠાણ જાણે ચિંતાના ભારથી કંઈક હળવા બન્યા હોય તેમ લાગ્યું. રાત્રે ઉંઘ પણ આવી ગઈ. ચાર પાંચ દિવસ થયા છતાં હજુ કુશળ આવ્યા નહિ, તેથી શેઠ કહે શેડાણ ! કુશળને આવતા ચાર દિવસ વધુ થાય તેની ચિંતા નથી પણ આનંદ શ્રેષ્ઠીના કહેવા પ્રમાણે જે વર અને ઘર સારા હશે તે શુભાનું જીવન સફળ બનશે. આપણું મહેનત સફળ થશે ને ચિંતાને ભાર ઓછો થશે. બધા શુભમતિના સમાચાર લઈને જલ્દી આવે તેની ઉત્સુક્તાથી રાહ જોતા હતા.