________________
શારદા રત્ન
૬૭૫
હતી. હાથ જોડેલા હતા અને કંઠમાંથી પ્રભુભક્તિના અમૂલ્ય ભાવવાહી ભક્તિગીતનો સ્રોત વહી રહ્યો હતે.
ત્યાગરાજની પ્રભુભક્તિમાં કેટલી એકાકારતા ! કેટલી લીનતા ! જ્યારે આપણામાં પણ આવી લીનતા અને એકાગ્રતા આવે ત્યારે સમજવું કે હવે કલ્યાણની કેડી મારા માટે નજીક છે, પણ આપણે દશા તે કેવી છે? ચાર લેગસ્સનો કાઉસગ્નમાં પણ સ્થિરતા રહેતી નથી. આંખે ચારે બાજુ ફરતી હોય છે, પછી ચિત્તની સ્થિરતા ક્યાંથી થાય ? જ્યારે આધ્યાત્મિક કાર્યોમાં સ્થિરતા આવે છે ત્યારે આત્મા સ્વભાવમાં સ્થિર થઈ શકે છે. રાજા કવિરાજની પાસે જઈને ઉભા રહ્યા છતાં તેમને ખબર પડી નહિ.
ડી વાર થઈ અને તેઓ પ્રભુભક્તિમાંથી નિવૃત્ત થયા, ત્યારે પાછળ નજર કરી તે મહારાજા સોનામહોરોને થાળ લઈને ઉભા હતા. રાજાએ ત્યાગરાજને કહ્યું–કવિરાજ ! લે, આપ આ સોનામહોરોના થાળને સ્વીકાર કરે. સોનામહોરોનો થાળ જેને ત્યાગરાજની આંખમાં આંસુ આવ્યા. તમારી સામે કોઈ સેનામહોરોને થાળ લઈને આવે તે આંસુ આવે કે આનંદ આવે? (શ્રોતામાંથી અવાજ–અમને તે આનંદ થાય.)
મેહ છે માત્ર મારા પ્રભુ નામનો –ત્યાગરાજ રાજાને શું કહે છે? હે રાજન ! તમે મને શું કંચનમાં કેદ પૂરવા આવ્યા છે? મને નથી ધનને મેહ! નથી - સેના-ચાંદીને મેહ! નથી કેઈ નાશવંત પદાર્થોને મોહ! મને મેહ છે માત્ર મારા પ્રભુના નામને ! ખરેખર એ જ સત્ય છે. તમારી લક્ષમી જીવનમાં જે શાંતિ નથી આપી શકતી એ શાંતિ અને પ્રભુના નામસ્મરણથી મળે છે. જો મારે વિદ્યારત્ન થવું હોત તે કયારને કોઈ રાજદરબારમાં આશ્રય લીધો હોત ! જે મને યશકીર્તિની કામના હતા તે વીર રાજાની વીરતાને કાવ્યમાં ગૂંથી લીધી હોત ! પણ મને એનો મેહ નથી. કવિરાજ ! આ સોનામહોરો હું પ્રભુને નૈવેદ્ય ધરાવલે આપું છું. માટે આપ તેનો રવીકાર કરો. ત્યાગરાજ કહે–સોનામહોરો કરતાં દિલની ભક્તિ વધુ મૂલ્યવાન નૈવેદ્ય છે. જે હું ભક્તિ વેચીને સોનામહોરો ખરીદું તો હું ભક્ત શાને ? જે હું મારી ભક્તિ વેચું તો મારી દરિદ્રતાને કોઈ પાર રહે નહિ. ત્યાગી પાસે ગમે તેટલા પ્રભને આવે, છતાં જેના જીવનમાં ત્યાગ છે, રગેરગમાં પ્રભુની ભક્તિ ભરી છે તેવા ત્યાગીને જોઈને ભેગીઓના ભોગ પણ શાંત થઈ જાય. ત્યાગરાજની વાત સાંભળતા રાજાને સુષુપ્ત ભક્તિભાવ જાગૃત થયો. તેમના મનમાં થયું કે આ ત્યાગરાજ પાસે કાંઈ પરિગ્રહ દેખાતું નથી. ઘરમાં ધન નથી. અરે ! રાઈ કરવા આખું વાસણ પણ નથી, છતાં જીવનમાં કેટલી નિર્લોભતા !
રાજાએ કહ્યું-કવિરાજ ! મને માફ કરો. સોનામહોરોથી હું તમારા દિલને લૂંટવા અ વ્યો હતો, પણ મારી એ ચાલબાજી નિષ્ફળ ગઈ છે. મારે પરાજય થયો છે ને તમારો વિજય થયો છે. ધન્ય છે ધન્ય છે, તમારા ત્યાગી જીવનને! સંતોષી જીવનને ! રાજા કવિરાજને ધન્યવાદ આપતા ત્યાંથી ચાલ્યા ગયા. પ્રધાને પૂછયું–રાજા! શું થયું? તેણે સોનામહોરોના થાળને સ્વીકાર કર્યો ? ના. તે શું સોનામહોર આખો થાળ એ