________________
૬૭૪
શારદા રન
એશ્વર્ય માણસની દરિદ્રતાને દૂર કરે છે અને તેના સુખને અધિકતર બહેલાવે છે. આપને માટે રાજાએ આ દશહજાર સોનામહોરો એકલાવી છે. આપ એને સ્વીકાર કરો ને તમારી દરિદ્રતા દૂર કરે. ત્યાગરાજે કહ્યું. પ્રધાનજી ! પ્રભુના નામસ્મરણની પાછળ જતી મારી એકેક પળ સેનામહોરો જેવી છે, માટે આપ આવી વાત કરીને તેમાં નાહકને વિક્ષેપ પાડો નહિ.
જેને મન પૈસા કરતાં પ્રભુ નામની કિંમત વધારે છે, ધન કરતાં ધર્મની કિંમત વધારે છે એવા ત્યાગરાજે સોનામહોરો લેવાની ના પાડી તેથી પ્રધાનના મનમાં થયું કે આ ત્યાગરાજ નિસ્પૃહી કે નિર્લોભી નથી પણ ઘમંડી છે. તેમને તેમની વિદ્યાનું અને કવિત્વ શક્તિનું અભિમાન છે. નથી ખાવાના ઠેકાણું, નથી રહેવાના ઠેકાણા, છતાં
અભિમાન કેટલું છે! પ્રધાન તે ત્યાંથી રવાના થઈ ગયા. તેમણે રાજા પાસે આવીને કહ્યું-મહારાજા ! કંઈક મોટા શ્રીમંતોને પોતાની લમીનું અભિમાન હોય છે. આ કવિરાજ પાસે ધન નથી પણ તેમનામાં વિદ્યા અને ભક્તિનું અભિમાન છે. આ અભિમાનના કારણે તેમણે આપે મોકલાવેલી સેનામહોરોને સ્વીકાર કર્યો નથી. આ વાત સાંભળીને રાજા તે કંઈ બોલ્યા નહિ ત્યારે પ્રધાને કહ્યું–મહારાજા! ત્યાગરાજના મનમાં એવું અભિમાન હશે કે હું આવો સુવિખ્યાત કવિ, મારી કવિત્વ શક્તિની પ્રશંસા ઠેર ઠેર થઈ રહી છે, એવો કવિ અને પ્રભુને પરમ ભક્ત મને રાજા શા માટે રથ લઈને તેડવા ન આવે? મને શા માટે વાજતેગાજતે રાજસભામાં ન લઈ જાય? તેમના મનમાં આવા અરમાન હશે અને તેથી તેમણે સોનામહોર લીધી નહિ હોય ! ત્યાગરાજના મનમાં તે આવો સંકલ્પ પણ નથી, છતાં પ્રધાને તેમના માટે આવી ઉંધી વાત ખતવી દીધી.
પ્રધાનની આ વાત રાજાને સાચી લાગી કે કદાચ આમ હોઈ શકે. તેમના મનમાં આવી આશા હોય ને તેથી તેઓ સેનામહોરો ન લેતા હોય ! તે હું હવે જાતે જ રથ લઈને તેમને તેડવા જાઉં. તેમણે સાત ઘોડાવાળો એક રથ તૈયાર કરાવ્યો અને તે રથમાં બેસીને રાજા ત્યાગરાજને બોલાવવા માટે તેમના ઘેર ગયા. ખુદ રાજાને ત્યાગરાજના ઘેર જતાં જોઈને લોકોને તે ખૂબ આશ્ચર્ય થયું. કંઈક લોકો તે કહેવા લાગ્યા કે ધન્ય છે ત્યાગરાજની કાવ્ય પ્રતિભાને કે ખુદ રાજા તેમને રથ લઈને તેડવા જાય છે. રાજા ત્યાગરાજની ઝુંપડીએ પહોંચી ગયા. રથમાંથી રાજા નીચે ઉતર્યા. ઝુંપડીના બારણે ત્યાગરાજની પત્ની ઉભી હતી. રાજા પોતે રથ લઈને પોતાને ઘેર આવ્યા તેથી તેને આશ્ચર્યને પાર રહ્યો નહિ. તેના મનમાં થયું કે હું જલદી અંદર જઈને મારા પતિને સમાચાર આપું કે આપણે મહાન ભાગ્યોદયે આજે આપણા રક્ષક મહારાજા પધાર્યા છે. તે અંદર જવા જાય છે, ત્યાં રાજાએ તેને ના પાડી, તેથી કવિપત્ની બારણે ઉભી રહી ગઈ. રાજા ધીમા ધીમા પગલે ઝુંપડીમાં દાખલ થયા અને ત્યાગરાજ જ્યાં બેઠા હતા ત્યાં પહોંચી ગયા. ત્યાગરાજ તે પ્રભુભક્તિમાં એકાકાર હતા. તેમની આંખે બંધ