________________
६७८
શાદા રત્ન
આ બાજુ કુશળ ભીમપુર પહોંચ્યા. ભીમપુર નગરનું બહારનું દૃશ્ય અદ્દભુત હતું. તે નગરના મહેલોની તેમજ દરવાજાની કતરણી રમણીય હતી. એકને જુઓ ને બીજાને ભૂલે એવા સુંદર મહેલ હતા. એ નગરમાં બધી સાત માળની હવેલીઓ દેખાતી હતી. કુશળ લહમીદત્ત શેઠ કયાં રહે છે, તેમને મહેલ કયે તે બધી વાતથી અજાણ છે, તેથી રસ્તામાં જતા એક કામદાર પાસેથી થોડી માહિતી મેળવી લીધી. આ નગર ખૂબ સમૃદ્ધ છે અને પ્રજા પણ સમૃદ્ધ છે. બધાને પૂછે છે ભાઈ! લહમીદત્ત શેઠને બંગલે કયો? તે બધા કહે, આપ આગળ જાવ. તે તે અમારા નગરશેઠ છે, હવે કુશળ કેવી રીતે લહમીદત્ત શેઠને ઘેર પહોંચશે તે વાત અવસરે.
*
વ્યાખ્યાન નં. ૭૫ આસો સુદ ૮ સોમવાર
તા. ૫-૧૦-૮૧ જ્ઞાની ભગવંત ફરમાવે છે કે, इणमेव खग वियाणिया, नो सुलभ बोहि च आहिय।
વં દિurટ્ટ પાસપ, ગાદ ગિળ રૂમેવ સેના | સૂય.અ ૨ ૧.૩ ગાથા ૧૯ જ્ઞાનાદિથી સંપન્ન અથવા સ્વહિતચિંતક મુનિ આ પ્રમાણે વિચારે કે મોક્ષ સાધનાને આ ઉત્તમ અવસર છે. સર્વજ્ઞોએ કહ્યું છે કે, બેધ પ્રાપ્ત કરે સુલભ નથી. આ વાતને સાધક આત્મા વિશેષ રૂપથી સમજી લે. આદિ તીર્થકર ઋષભદેવે તેમના પુત્રોને આ ઉપદેશ આપ્યો હતો, અને બાકીના ૨૩ તીર્થકરોએ પણ આ પ્રમાણે કહ્યું છે. - અહીં ક્ષણ શબ્દને અર્થ અવસર કર્યો છે. સાધક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી મક્ષ સાધનાને અવસર સમજે.
દ્રવ્ય ક્ષણ એટલે શું? -અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતાં જીવને મહાન પુણ્યદયે મનુષ્યભવ મળવો મુશ્કેલ છે તે મળી ગયો. મનુષ્યભવ મળી જાય તેમાં પણ પાંચે ઈન્દ્રિયની પરિપૂર્ણતા મળે, એક ઈન્દ્રિયની પણ જે ખોટ હોય તો ધારેલું કાર્ય ન કરી શકાય. મનુષ્યભવ, પાંચ ઈન્દ્રિયની પરિપૂર્ણતા, શ્રેષ્ઠ કુળ, રૂપ, સૌંદર્ય મળે, જૈન ધર્મ, વીતરાગનું અનુપમ વિરાટ શાસન, દીર્ધાયુષ્ય, અને સુંદર આરોગ્ય વિગેરેની પ્રાપ્તિ થાય તેને દ્રવ્ય ક્ષણ કહેવામાં આવે છે. મનુષ્યભવ તો મળી જાય પણ ઉપરની બધી સામગ્રી સહિત મનુષ્યભવ મળ અતિ દુર્લભ છે. જેમ રોટલી બનાવનાર બહેન ઘણી કુશળ હોય પણ તેને લેટ, પાણી, ઓરસીય, વેલણ, અગ્નિ આદિ બધા સાધનોની જરૂર પડે છે. જે તે સાઘને ન હોય તો બહેન ગમે તેટલી હોંશિયાર હોય તે પણ રોટલી ન બનાવી શકે, તેમ તમને મનુષ્યભવ મળી ગયે. સાથે બધા સાધનોની અનુકૂળતા પણ મળી ગઈ. હવે જે જીવ ધારે તે પુરૂષાર્થના બળે સર્વવિરતી ચારિત્રની ભૂમિકા સુધી પહોંચી શકે. સર્વવિરતી પામવા માટે એક માનવ તેને અધિકારી છે. દેવ અને નારકી સમ્યકત્વ પામી શકે. એથી આગળ વધીને તિર્યચેમાંથી કોઈક