________________
શારદા રત્ન ભીમપુર છે. જે નગરમાં ગુણદત્ત રાજા રાજ્ય કરે છે. એક ભાઈ મહાન સુખમાં છે અને એક ભાઈ મહાન દુઃખમાં પીડાય છે.
આનંદ શેઠે કહ્યું-મિત્ર ! શુભકામ કરવામાં વિલંબ ન કરવો. જલ્દીથી તું ભીમપુર નગરમાં તપાસ કરાવ. મને શ્રદ્ધા છે કે જરૂર તારું કાર્ય સફળ થશે ને તું ચિંતા મુક્ત થઈશ. મિત્રની વાત શેઠના ગળે ઉતરી ગઈ. જાણે તેને માથેથી અડધો ભાર ઓછો થયો હોય તેમ લાગ્યું. શેઠ શેઠાણીને વાત કરી. શેઠાણને પણ આનંદ થયો. જે દીકરીને સારું, સુખી, સંસ્કારી ઘર મળતું હોય તો માબાપને આનંદ કેમ ન થાય ! તરત જ ધનદ શ્રેષ્ઠી પિતાની દીકરી શુભમતિ માટે મૂરતીયા જેવા ભીમપુર નગરમાં લક્ષમીદત્ત શેઠના ઘેર પોતાના પુત્ર જેવા વહાલા નોકર કુશળને મેકલવાનો નિર્ણય કરે છે, અને કુશળને બોલાવીને કહે છે હે કુશળ ! તું અહીંથી ભીમપુર નગરમાં જા, ત્યાં લહમીદત્ત નામના શેઠ વસે છે. તેમને એક દીકરે છે. તેની સાથે આપણી શુભાની સગાઈ કરવાની છે. તો તું ત્યાં જલ્દી જા અને સત્વર સારી વધામણી લઈને આવ.
શેઠે કહ્યું, કુશળ ! ભાઈ તું ખૂબ ધ્યાન રાખજે. છોકરો બતાવે તો જ વાગ્દાન કરજે. છોકરામાં કાંઈ પણ ખામી જણાય તો તું તરત પાછો વળજે. કેઈ બહાના કાઢીને છોકરો ન બતાવે ને મીઠી મીઠી વાત કરે તો એમની મીઠી વાતોમાં લેભાઈશ નહિ શેઠ મીઠું મીઠું બોલે કે વર્તન પણ સારું કરે, છતાં તું એમાં કે એમની સમૃદ્ધિમાં અંજાઈશ નહિ. છોકરે તને બતાવે તે જ વાગ્યાન કરજે. કાર્યની શ્રેષ્ઠતા પરનું લક્ષ્યબિંદુ ચૂકીશ નહિ. માર્ગમાં નિર્ભય બની સજાગ રહેજે. આનંદશેઠે કહ્યું-તું જલ્દી જા અને સમાચાર લઈ જલદી પાછી આવ અને અમે મોઢું મીઠું કરીએ. શેઠની બધી વાતે સાંભળીને કુશળે રવાના થવાની તૈયારી કરી. હવે કુશળ લક્ષ્મીદત્ત શેઠને ત્યાં કેવી રીતે જશે ને ત્યાં શું બનશે તે ભાવ અવસરે.
વ્યાખ્યાન નં-૭૪ આસો સુદ ૭ ને રવીવાર
તા. ૪-૧૦-૮૧ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! કરૂણાના કિમિયાગર, જ્ઞાન દિવાકર, આગમરત્નાકર એવા ત્રિલોકીનાથે વીતરાગ પ્રભુ ભવ્ય જીવોને દિવ્ય સંદેશ આપતા ફરમાવે છે કે તમને જે આ મનુષ્યભવ મળ્યો છે તે કેવો છે? મેળામાં જેમ એક દિવસ માટે દુકાન મંડાય છે તેવી રીતે આ ભવ એ મંડાયેલી દુકાન છે. જ્યારે મેળે ભરાવાને હોય ત્યારે ત્યાંની ખુલ્લી જમીનની કિંમત વધી જાય છે, પણ એવો કયે દુકાનદાર હોય કે એક દિવસ માટે ભાડે લીધેલી દુકાનને શણગારવાની પાછળ પચીસ ત્રીસ હજાર રૂપિયાને ધૂમાડો કરી નાખે ? કઈ નહિ, કારણ કે એ સમજે છે કે આ તે એક દિવસ પૂરતી ભાડે લીધેલી છે. મેળાનો આ દિવસ ચાલ્યા જશે, પછી આ જગ્યાની કિંમત ઉપજવાની નથી. બસ, આ ન્યાય આપણે સમજવાનું છે,