________________
શારદા રત્ન રંગનું મિશ્રણ થાય તે જ રંગોળીની મઝા, તેમ દીકરીને યોગ્ય વર મળે તે આનંદ. મારી દીકરીમાં તે સર્વ ગુણે છે, પણ તેને યોગ્ય રૂપ, ગુણ, કુળ, વિદ્યા, સમૃદ્ધિ, વય અને કળામાં સમાન પતિ મળી જાય તે વરકન્યાની સંસારયાત્રા સફળ અને આદર્શ બને.
ધનદ શ્રેષ્ઠીએ શુભમતિ માટે લક્ષાધિપતિ, સંપત્તિવાનના અનેક કુમારોને જોયા, પણ પિતાનું મન માન્યું નહિ. કોઈમાં કળા દેખાતી તે રૂપ, કુળ વિગેરેની ખામી દેખાતી, રૂપ-કુળમાં ચમકતા હોય તે શીલવિદ્યાની અધૂરાશ લાગતી. આમ બધામાં કોઈ ને કાંઈ ખામી દેખાતી. શુભમતિને યોગ્ય કેઈ કુમાર ન મળતાં ધનદ શ્રેષ્ઠિને પિતાનું કન્યારત્ન કયા પાત્રમાં મૂકવું એની ખૂબ ચિંતા થવા લાગી..
ધનદ શ્રેષ્ઠી કે કુળ કે સાથ મેં, બહુત પુરાની મૈત્રી;
આનંદ શ્રેષ્ઠી વહેં પધારે, કિયા પ્રેમસે સત્કાર, ધનદ શ્રેણીના બાળપણથી ગોઠીયામિત્ર આનંદશેઠ ત્યાં પધાર્યા. ધનદ શેઠે તેમને ખૂબ અતિથિ સત્કાર કર્યો. આનંદ શેઠ કહે–મિત્ર ! ઘણાં સમયે આપનું મિલન થયું, પણ આપના મુખ ઉપર ખૂબ ચિંતા હોય એવું દેખાય છે. તમારે શું ચિંતા છે? મિત્ર! નાના...એવી કેઈ ચિંતા નથી. ધનદ શેઠે કહ્યું, બેટા શુભમતિ ! મહેમાન આવ્યા છે તે એમને માટે નાસ્તે લઈ આવ. શેઠના ઘરમાં નોકર ચાકરો ઘણા હતા, પણ દીકરીને બતાવવી હતી, એટલે એ બહાને તેને બેલાવી. પિતાની આજ્ઞા થતાં રૂમઝુમ રુમઝુમ રિતી શુભમતિ નાસ્તા લઈને આવી. વિનય વિવેકપૂર્વક કહ્યું–કાકા ! આપ નાસ્તો લે
ને મને પાવન કરે. શુભમતિને વિનય વિવેક, બોલે તે જાણે મુખમાંથી અમી ઝરે. છે. આ બધું જોઈને શેઠના મનમાં થયું કે, આ શું છોકરી છે ! તેમણે શેઠને પૂછયું-રૂપમાં રંભા સમાન અને દેવાંગના સમાન આ છોકરી કોણ છે? ધનદશેઠે કહ્યું, આપને ખબર નથી? આ તે મારી દીકરી છે. શું આ તમારી દીકરી છે ! જાણે દેવી જ જોઈ લો. આનંદ શેઠ કહે, મેં તે તેને સાવ નાની ગોદમાં રમતી જોયેલી, એટલે અત્યારે ઓળખી ન શક્ય. ઘણી મોટી થઈ ગઈ શુભા તે ! તમે એનો સંબંધ જોડ્યો કે નહિ ? મિત્ર! એના વિવાહ કરું તે આપને સમાચાર આપ્યા વિના રહું? મને એની ચિંતા રાતદિવસ સતાવી રહી છે. શુભમતિને માટે કણ ગ્ય છે? એને આપવી કેને? માળવા, ગુજરાત, મહારાષ્ટ્ર બધા દેશોમાં શ્રેષ્ઠીપુત્રની તપાસ કરાવી પણ મારું મન કયાંય ઠરતું નથી. કેઈ ગ્ય કરો આપની નજરમાં હોય તે આપ મને બતાવો.
આનંદ શેઠ કહે–હા....મારા ખ્યાલમાં એક છે. ભીમપુર નગરમાં લક્ષ્મીદgશેઠ છે, તેમના વૈભવની તે શી વાત કરું ! લક્ષમીથી છલકતા તેના ભંડાર છે. તેમને એકને એક પુત્ર છે, હજુ સુધી તેના વિવાહ થયા નથી એવું મેં સાંભળ્યું છે. મને એમ લાગે છે કે ખરેખર તમારી દીકરીને માટે એગ્ય છે. આ લક્ષ્મીદત્ત શેઠ કયા, ખબર છેને? જેને ત્યાં અઢળક લીમી હોવા છતાં લેભના કારણે મેતી મેળવવા માટે ગુણચંદ્રને ભેંયરામાં પૂરીને તેને ઢોર માર મારે છે. તેના દિલમાં જરા પણ દયા નથી. તેમના નગરનું નામ