________________
દરે
શારદા રત્ન
ધીમે ધીમે વૈરાગ્ય આવ્યા હોય તે ખબર પણ હોય કે હવે આ દીક્ષા લેશે, પણ આ નમિરાજાને તા . એકાએક વૈરાગ્ય આવ્યા ને વૈરાગ્ય આવ્યા કે તરત દીક્ષા લીધી. મિરાજાએ દીક્ષા લીધી ત્યારનું દૃશ્ય તા એવું કરૂણ હતું કે ભલભલા પાષાણ હૃદયી પણ પીગળી જાય. વળી આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી પણ દેશના માલિક રાજા છે, અને તે જ્યારે દીક્ષા લે પછી શું ખાકી રહે ? તે સમયનુ દૃશ્ય કેવું હતું ને બધાનું કરૂણ રૂદન કેવુ હતું તેનું વર્ણન શાસ્ત્રકાર કરે છે.
storesai, आसी महिलाए पव्वयन्तम्मि ।
तया रायरिसिम्मि, नमिम्मि अभिनिक्खमन्तम्मि || २ || નિમરાજિષના ઘરથી બહાર નીકળવાથી દીક્ષિત થવાથી મિથિલા નગરીમાં સઘળે ઠેકાણે વિલાપ, આક્રંદ તેમજ કોલાહલ મચી ગયેા.
મિથિલામાં ભારે કોલાહલ ને કરૂણ વિલાપ —મિરાજિષ દીક્ષા લઈને ઘરની બહાર નીકળ્યા. સારીયે મિથિલા નગરીમાં કાલાહલ મચી ગયા. તેમને સાધુવેશમાં જોતાં બધાની આંખા આંસુભીની બની ગઈ. આજે પશુ કાઈ છેાકરી કે છોકરા દીક્ષા લે ત્યારે બધા શણગાર ઉતારીને સાધુવેશમાં તમારી સામે આવીને ઉભા રહે ત્યારે એક મિનિટ તેા બધાની આંખા આંસુભીની બની જાય છે. નમિરાજનું મસ્તક હવે લુચિત હતું. પગ અડવાણા હતા, આભૂષણાથી ભર્યા ભર્યા ભાસતા ટ્ઠહ હવે એકાદ બે વસ્ત્રોથી ભવેષ્ટિત હતા. મુગટના સ્થાને મુંડન હતું. આ સાધુવેશમાં જોતાં આખી મિથિલા કાલાહલમય અને ગમગીન બની ગઇ. આંખે આંખે આંસુએ ને કંઠે કંઠે સકાએ ઘેરાવા માંડ્યા. દરેક રાજરાણી પેાતાના પતિની આ અણધારી વિદાયને સાંભળતા ક"પી ઉઠી હતી, કરૂણુસ્વરે રડી રહી હતી, વિલાપ કરી રહી હતી. એક હજાર ને આઠ રાણીએ રડતી હાય તે દ્રશ્ય કેવુ" કરૂણ લાગે ! નિમરાજાએ આટલી બધી રાણીઓના મેાહ છેડયા ને તમે તેા એકના પણ માહ છેાડી શકતા નથી. રાણીએ વિલાપ કરતી ખેલે છે નાથ ! અમને છેાડીને કયાં જાવ છે ? મિરાજાના પરિવાર રડે છે, લશ્કર રડે છે, સેના રડે છે. સૈન્યના હૃદય તેા કેવા ક્રૂર હાય કે એને માનવીને સુટ કરતાં વાર નહિ, છતાં એવા કઠાર હૃદયવાળા પણુ રડે છે ને કહે છે ધન્ય છે. ધન્ય છે નમિરાજ તમને ! અમારે તા જીવન નભાવવા સર્વીસ કરવી પડે છે ત્યારે તમે તો મળેલા સુખને લાત મારીને ચાલી નીકળ્યા. તમે ખુદ રાજ્યના માલિક હતા. તમારા પર કરવેરા, ટેકસવેરા કંઇ ન હતુ. રાજ્યના સર્વસ્વ માલિક હતા, છતાં એવા રાજસુખાને પણ છેડયા. બંધુઓ ! તમારું સુખ કેવું છે ? “ એક સાંધા ત્યાં તેર તૂટે” તમારે કેટલા લફરા છે ? ઇન્કમટેક્ષ, સેલટેક્ષ, ચારે બાજુથી વીંધાઈ જાવ, છતાં છેડવાનુ મન થતું નથી. નિમરાજાના સુખમાં કોઇ રોકનાર, ટેકનાર કે અટકાવનાર ન હતું છતાં, છેડીને નીકળી ગયા.
નમિરાજનું મહાભિનિષ્ક્રમણ :—પ્રજાજના પાકાર કરે છે ને કહે છે કે, અમારા પિતા સમાન મહારાજા ! આપ અમને છેાડીને કયાં જઈ રહ્યા છે ! હવે આપના જેવા રાજા