________________
શારદા રત્ન
૭
પ્રશસ્ત કોટિમાં મૂકી શકીએ. જેમકે ખેતરને જો વાડનુ અધન ન હાય તા તેમાં ગાય, ખળદ વગેરે જનાવરા પેસી જઈ ને પાકને નુકશાન કરે, ખેતરને ઉજ્જડ બનાવી દે, પરિણામે ખેડૂતને રડવાના પ્રસંગ આવે, માટે વાડનુ' બધન જરૂરી છે, ઘેાડાને લગામની જરૂર છે. વાઘ–વરૂ-સિ' જેવા અનેક ક્રૂર પ્રાણીઓને જોતાં માનવના હૃદયમાં ગભરાટ પેદા થાય છે. આ પ્રાણીઓ માણસાને રંજાડે અને તેમને ચમધામમાં પહેાંચાડી દે છે. આવા જંગલી ક્રૂર પ્રાણીઓ માટે મેટા મોટા લે!ખંડી પાંજરાના બંધનની આવશ્યકતા છે. એ જ્યારે પાંજરામાં પૂરાય ત્યારે માનવ જેવા નિ`ળ પ્રાણીએ તેની સામે ક્રૂર રીતે હસી શકે છે. એ પ્રતાપ પાંજરાના બંધનના છે. હાથી જેવા વિશાળકાય પ્રાણીને જો અંકુશમાં રાખવામાં ન આવે તેા એ નિર'કુશ બની ધેાળા દિવસે કંઈક જીવાને કચરી નાંખે તેથી હાથીને સાંકળે બાંધે છે. સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાથી આને માટે શિક્ષકના ધનની જરૂર છે. નદી, તળાવ અથવા સરાવરના કિનારાએ બંધનનું કામ કરે છે, જેથી મર્યાદાનું ઉલ્લંઘન થતું નથી. ગાય-ભેંસ આદિ જાનવરેને દોરડા કે સાંકળનુ બંધન ન હેાય તેા ઉત્પાત મચાવે છે માટે તેને ખીલડે બાંધે છે.
સ્નેહ એ પણ જબરજસ્ત બંધન છે. જ્ઞાનીઓએ સ્નેહ (રાગ) ને વાની સાંકળની ઉપમા આપી છે. લાખડની સાંકળને તાડનાર માનવ કાચા સુતરના તાંતણાને તાડી શકે એ કેવી વિચિત્ર વાત! સ્નેહરૂપ વાની સાંકળે બંધાયેલા માણુસ સ્નેહના કારણે પ્રાણ દેવા તૈયાર થાય છે, પણ સ્નેહ છેાડી શકતા નથી. લાકડાને કાતરનાર ભ્રમર ફૂલની પાંખડીને વીંધી શકતા નથી, કારણકે ભ્રમરને તેના પ્રત્યે રાગ છે. આ અપ્રશસ્ત બંધન છે. વ્યવહારમાં ખીજા પણ અનેક બંધના છે. જેમ કે નાકરીનું બંધન, લગ્નનુ` મ`ધન, દુકાનનું બંધન, પતિ-પત્નીનું બંધન, મિત્રોનું બંધન, ખાવાપીવાનું બંધન, આમ ગણ્યા ગણાય નહિ તેટલા ખ'ધનાથી વ્યવહારમાં બધાયેલા છે. જગત એ બંધન છે, સંસાર એ પણ બંધન છે. આ બધા મધનાને તેાડવા માટે ધર્મના બંધના એ શ્રેષ્ઠ ખ ધન છે. જેવા કે તનિયમ, પચ્ચખ્ખાણુ કે પ્રતિજ્ઞા છે. કર્મોના બંધનને તેાડવા માટે આ બંધન અત્યંત જરૂરી છે. હાથ ઉપર કપડાના પાટા બાંધ્યા હોય તા તેને છોડવા માટે ઉલ્ટી ક્રિયા કરવી પડે છે, તેમ આ આત્માએ મિથ્યાત્વ એટલે ખાટી શ્રદ્ધા દ્વારા, અજ્ઞાન દ્વારા, વિષયા દ્વારા, મન, વચન, કાયાની અશુભ પ્રવૃત્તિઓ દ્વારા અને કષાયે દ્વારા કર્માને બાંધ્યા છે, તેા તે કર્માને તેાડવા માટે સાચી શ્રદ્ધા એટલે સમ્યગ્ દર્શન, તથા સભ્યજ્ઞાન અને સમ્યચારિત્રનુ’ પાલન કરવામાં આવે તે તે કર્માં આત્માથી અલગ થઈ શકે છે. ધર્મના અધના દ્વારા આત્મા મુક્ત અવસ્થા મેળવી શકે છે.
મુક્ત અવસ્થામાં આત્મા તદ્ન સ્વતંત્ર છે. ત્યાં કેાઈ જાતનું બંધન નથી. જન્મ નથી, મરણુ નથી, રાગ દ્વેષ નથી, શરીર રૂપ કેદ નથી કે કાલ્પનિક સુખ દુઃખ નથી. ત્યાં આત્મા અજર—અમર બની શાશ્વત સુખને માણતા સચ્ચિદાનંદ સ્વરૂપમાં રમણુતા કરે છે. જેમને સ'સાર એ બધનરૂપ લાગ્યા છે અને એ બંધનને તેાડવા જેએ