________________
१६३
શારદા રત્ન સુંવાળી શય્યા પણ કંટક સમાન લાગે છે. દાસદાસીઓ, પ્રધાને બધા રાજાને આશ્વાસન આપે છે. રાજાએ પોતાના સેવકોને કહ્યું, આપ જાવ અને મારા ભાઈને અને માતાપિતાને પત્તો મેળવી લાવો. બધા રાજસેવકે ગુણચંદ્રની અને માતાપિતાની શોધ માટે નીકળી ગયા. હવે ત્યાં શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૭૩ આ સુદ ૬ શનિવાર
તા. ૩–૧૦–૮૧ શાસનપતિ ત્રિલોકનાથ, વિરલ વિભૂતિ ભગવાને જગતના જીવને બંધનનું સ્વરૂપ સમજાવ્યું. બંધન શબ્દ સાંભળતા મનમાં બેદ–નાખુશી થાય છે, કારણ કે જગતના જીવને બંધન ગમતું નથી. આ દુનિયામાં બંધન કેને ગમે છે? પશુઓને? પક્ષીઓને? મનુષ્યોને ? ના...ના..કઈ બંધનને પસંદ કરતું નથી. વનમાં સ્વતંત્ર વિચરતા પશુઓને જ્યારે બંધનમાં નાંખવાનો પ્રયાસ કરે છે ત્યારે તેઓ કેટલા બળથી તેમને સામને કરે છે? નીલગગનમાં સ્વતંત્ર ઉર્થન કરતા પક્ષીઓને જ્યારે જાળમાં સપડાવવામાં આવે છે ત્યારે તેઓ કે પ્રતિકાર કરે છે? જો તેમાં સફળ ન થાય તો તેઓ કરૂણ આકંદ કરે છે. માનવીમાં પણ તેને કઈ દોરડાથી કે સાંકળથી બાંધવાને પ્રયત્ન કરે તો તે તેને સહન કરી શકશે નહિ. તે સ્વતંત્ર રહેવા માટે બરાબર ઝઝૂમશે. જે તેનું કાંઈ અહિ ચાલે તો તે બંધનને સાંખી લેશે. સ્વતંત્રતામાં અને જે આનંદ આવે છે તે પરતંત્રતામાં આવતો નથી.
મહાન તીર્થકરો પણ આપણને એ જ સમજાવે છે કે આત્માને જે સુખ, મુક્તઅવસ્થામાં મળે છે તે બીજી કઈ અવસ્થામાં મળી શકતું નથી, માટે તેઓ મોક્ષપ્રાપ્તિને ઉપદેશ આપે છે. આઠ કર્મના બંધનમાંથી છૂટા થવું તેને મુક્તિ કે મોક્ષ કહેવામાં આવે છે. આત્મા રવભાવથી અનંતજ્ઞાન અને અનંત શક્તિને ધણી છે, પણ એક પ્રકારના બંધનના કારણે તે મર્યાદિત શક્તિવાળો દેખાય છે. બંધનથી મુક્તિ મેળવવા માટે પહેલા બંધન કોને કહેવાય? તેનાથી કેવી રીતે છૂટાય એ બધું જાણવું જરૂરી છે. બંધનના સ્વરૂપને જાણ્યા સિવાય બંધનથી મુક્તિ મેળવવા પ્રયત્ન કરો એ તદ્દન નિરર્થક છે. બંધનના સ્વરૂપથી અજાણ એવા સંસારી આત્માઓ અનેક વિશિષ્ટ ગાઢ બંધનેથી બંધાવા છતાં પિતાને બંધનરહિત સમજે છે. આ તેમનું મોટું અજ્ઞાન છે. કંઈક જીવો બંધનથી મુક્ત થવા માટે અનેકવિધ પ્રયત્નો કરે છે. વિવિધ કષ્ટ સહન કરે છે, છતાંય એવા આત્માઓ બંધનથી મુક્ત ન થતાં ઉલ્ટા વધુ ને વધુ દઢ બંધનથી બંધાય છે, માટે બંધનનું સ્વરૂપ જાણવું જરૂરી છે.
બંધનના અનેક પ્રકાર છે. જેમ કે પ્રશસ્ત અને અપ્રશસ્ત, સુક્ષમ અને સ્કૂલ વગેરે. બંધન એટલે શું? “વષ્યતે નેન નયા મિરનવા”. જે વડે અથવા જેમાં બંધાય તેનું નામ બંધન. વ્યવહારમાં એવા અનેક બંધને આવશ્યક છે. જેને આપણે વ્યવહારમાં