________________
શારદા રત્ન કેની શક્તિ વધારે ? જડની કે જીવની? આ પ્રશ્ન આજકાલને નથી પણ યુગના યુગ આ બે શક્તિના ઘર્ષણ વચ્ચે પસાર થઈ ગયા. આ બે શક્તિ વચ્ચે ઘર્ષણ ચાલ્યા કરે છે. ઘણીવાર સ્થલ દષ્ટિએ વિચારતા એવું લાગે કે પરમાણુની તાકાત કેટલી છે. આજનું વિજ્ઞાન તથા તેના સંશોધકે અણુની અવનવી શોધ જગત સમક્ષ ધરીને ઘડીભર તે જીવને આશ્ચર્ય મુગ્ધ કરી દે છે. વર્ષો પહેલા કેઈએ વાત કરી હોત કે આકાશમાં ઉડી શકાય તે તે વાત હંબગ ગણાત, પણ આજે પૃથ્વીના પેટાળમાં સમુદ્રના તળિયે કે વાદળની સપાટીની પેલે પાર ઉડવું તે સહજ બની ગયું છે. એ જ બતાવે છે કે વિજ્ઞાનની, અણુશક્તિની પ્રચંડ તાકાત
આ વિજ્ઞાનનું મહત્વ બતાવતા વૈજ્ઞાનિકની ઘણી ઘણી શોધની પ્રશંસા કરતા બુદ્ધિમાન માનવને પૂછું છું કે વૈજ્ઞાનિકોએ શેાધેલા અણુ તથા જડની તાકાત બતાવતા વર્તમાનના સાધને ભલે અત્યારે ઘરઘરમાં વસેલા હોય પણ તેની શોધ કરી કોણે ? ત્યાં બુદ્ધિ વપરાઈ એક માનવની કે બીજાની? તે વિચારની સ્કૂરણું થઈ એક માનવહૃદયમાંથી કે પથરમાંથી ? ત્યાં શક્તિ વપરાણી ચેતનની કે જડની ? આ બધાને જવાબ તમે આપશે કે એ શક્તિ ચેતનની છે, જડની નહિ. તો હવે શક્તિ કોની વધારે ? ચેતનની. જે ચેતન તત્ત્વ આ વિશ્વમાં ન હોય તે પાછળ શું રહે? કદાચ ન કલ્પી શકાય, ન વિચારી શકાય, અરે, બુદ્ધિમાં પણ વાત ન બેસી શકે તેવા અગમ્ય સાધને બનાવીને આજનું વિજ્ઞાન લોકોને ખુશ ખુશ કરી દેશે. સોનાની લગડીમાંથી મનગમતે હાર કે રત્નજડિત વીંટી ભલે સોની બનાવી આપે પણ આખરે શક્તિ કોની વપરાણી? સેનાને ખબર નથી કે હું સેનું છું, હીરાને ખબર નથી કે મારા મૂલ્ય આટલા બધા છે. તેની કિંમત આંકનાર આખરે તે ચૈતન્ય જ છે ને ?
જડની દુનિયામાં અજબગજબનું પરિવર્તન લાવનાર આજે મહાન બુદ્ધિશાળી પ્રજ્ઞાશીલ માનવો મળી રહેશે પણ હૃદયની દુનિયામાં ધરખમ ફેરફાર કરી હૃદયપલ્ટ કરાવનાર જે કોઈ શક્તિ હોય તો તે છે આગમ વચનની. સૂતેલાને જાગતા કરી તેમાં પ્રાણને સંચાર કરનાર, જાગતાને બેઠા કરી તેને ટેકો આપી ઉભા કરનાર, સુસ્તી ટાળીને કુર્તિ લાવનાર, પરને મેળવવા દોડતાને લાલબત્તી ધરીને થંભાવનાર તથા પડતાને પકડીને ટેકો આપીને સ્વભાવમાં સ્થિર કરવાની પ્રચંડ તાકાત ધરાવનાર છે આગમની અદ્દભૂત શક્તિ. થડે સમય મેળવીને આગમના પાના ખોલી અવલોકન કરશે તે તમને જીવન જીવવાની જડીબુટ્ટીનું દાન કરનારા અમૂલ્ય મોતી પ્રાપ્ત થશે. જડમાં પરિવર્તન કરવાની તાકાત ભલે આજના એટમ યુગમાં વિજ્ઞાનની હોય, પણ હૃદયના ભાવોમાં પરિવર્તન કરી પિતાનું ભાન કરાવીને સ્વમાં સ્થિર કરાવવાની ચાવી આગમમાં છે. એવા આગમમાં મૂળ સૂત્ર ઉત્તરાધ્યયન સૂત્રના અમૃતરસના મીઠા મધુરા પીણું આપ રોજ પી રહ્યા છે. આપણે તમિરાજાની વાત ચાલે છે. જેમની નસેનસમાં વૈરાગ્ય રસના ફુવારા ઉડી રહ્યા છે, જે સુવર્ણભૂષણોના શણગાર છેડી રત્નત્રયીના શણગાર સજવા તત્પર બન્યા છે.