________________
૫:
શારદા રહ
ષસ ભેાજન છેાડીને સાષના ભાજન આરોગવા ઉત્સુક બન્યા છે. વિષય વાંસળીના નાદને છેાડી વૈરાગ્ય રૂપ વીણાના તાર જેણે જીવનમાં જોડવા છે એવા નમિરાજા પ્રવર્યાના પથે પ્રયાણ કરવા તૈયાર થયા છે. તે વાત સાંભળીને બધી રાણીઓને ખૂબ દુ:ખ થયું. પટરાણી તેમની પાસે આવી ત્યારે નમિરાજાએ કહ્યું, પટરાણીજી ! હવે તમે મારાથી દૂર રહેા. મને અડશો નહિ. ત્યારે પટરાણી કહે, તમે આ શુ બેલે છે ? હુ તમારી પત્ની છું, અર્ધાંગના છુ'. તમે સ્વપ્નામાં તેા નથી ખેલતા ? ના, રાણીજી! હવે તમારા ને મારા સ'સારના સંબંધ પૂરા થયા. હવે આ સ`સારના ત્યાગ કરી દીક્ષાના પથે જાઉં છું. રાણીએ ગમે તેટલી રડે કે રાકવાના પ્રયત્નો કરે પશુ નિમરાજાના અડગ નિશ્ચય તે નિશ્ચય. તે હવે તેમાંથી જરા પણ ચલિત થાય તેવા નથી. આ કંઈ કાયર નથી પણ શૂરવીર છે. ભગવાન સૂયગડાંગ સૂત્રમાં ખેલ્યા છે.
विरया वीरा समुट्ठिया, काह कायरिया पीसणा ।
વાળે ન ફળતિ સવ્વસે, વાવામો વિયામિનિમ્બુહા । અ. ૨, ઉ. ૧ ગા. ૧૨ જે હિંસા આદિ પાપેાથી દૂર છે, ક્રોધ, માન, માયા, લાભ આદિ કષાયાનું વિદ્યારણ કરવાના કારણે વીર છે તથા સમસ્ત આરંભાને છેડીને મેાક્ષમા માં ચાલવાને માટે સમુસ્થિત થયેલા છે, જે બેઇન્દ્રિયાદિ જીવોને મન-વચન-કાયાથી સથા મારતા નથી, એવા સમસ્ત પાપ કર્મોથી રહિત પુરૂષ મુક્ત જીવેાના સમાન શાંત હાય છે. તેવા આત્માને સાચા વીર કહેવાય છે.
',
“ વીર કાને કહેવાય '' ? :–જે યુદ્ધમાં લાખા જીવોના સંહાર કરે છે, જે એક આંખ ફૂંકે ને હજારા માણુસા ધ્રુજવા લાગે છે, જે પેાતાના મેાજશેાખને માટે લાખા નિર્દોષ પ્રાણીઓને મારી નાંખે છે અથવા જે પેાતાના આનંદ–પ્રમાદને માટે પચેન્દ્રિય જીવાનો શિકાર કરે છે, તે ભલે ભૌતિક ક્ષેત્રમાં વીર કહેવાતા હાય, પણ આધ્યાત્મિક ક્ષેત્રમાં તે વીર કહેવાતા નથી, પણ પાપી કહેવાય છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં વીર તેને કહેવાય કે જે હિંસા આદિ પાપોથી વિરક્ત છે, કર્માંના વિદારણ કરવાના કારણે તે સાહસી વીર છે, ક્રોધાદિ કાયાથી દૂર રહે છે, સર્વથા આરંભને છોડીને સચમી જીવનના ચીર પહેર્યા છે, મન-વચન-કાયાથી કાઈ પણ પ્રાણીના વધ કરતા નથી, પાપાથી સર્વથા નિવૃત્ત થયા છે એવા વીર સાધક વીતરાગી આત્માના સમાન પ્રશાંત છે. ક સંગ્રામમાં યુદ્ધ ખેલવા તૈયાર થયેલા મહાન વીર નિમરાજાએ પટરાણીઓને સમજાવી, પછી તેના દીકરાને કહ્યું પુત્ર! હવે હું આ રાજ્ય તને સાંપુ છું. બાપુજી ! મારે રાજ્ય નથી જોઈતું. આપની ઉંમર હજુ નાની છે. આપ હમણાં રાજગાદી લાગવા, સૌંસારમાં રહેા ને પુખ્ત ઉંમરે આપ દીક્ષા ગ્રહણ કરો. હું હજુ નાના છું. આપ મારા માથે અત્યારથી આ જો ન નાંખેા. નિમરાજાની દીક્ષાની વાત સાંભળી રાજકુમાર રડવા લાગ્યા. પુત્રને રડતા જોઇને નમિરાજાએ કહ્યું હે પુત્ર! તું રડે છે શા માટે? દુઃખી કેમ થાય છે? આ તા આપણા કુળની પરંપરા છે. પુત્રનુ તા એ કર્તવ્ય છે કે તે પોતાના