________________
૬૫૪
શારદા ન
હૈ ભાઈ! અમારા રાજ્યમાં અમારા મહારાજા અચાનક સ્ત્રગવાસ થયા છે. તેમને કેાઈ સ'તાન નથી, તેથી રાજ્યગાદીએ કાણુ બેસશે ? એ વાતથી બધા ચિંતાતુર બની ગયા છે. મહારાજાના મરણ બાદ અનેક દેશના રાજાએ રાજગાદી લેવા માટે આવ્યા, તેથી અંદરોઅંદર એકબીજા ગાદી લેવા માટે ઝઘડવા લાગ્યા. પરિણામે રાજ્યમાં લેશ વધતા ગર્ચા. રાજ્યગાદીના વારસદાર નહિ હાવાથી શત્રુઓના ભય માથે ઝઝૂમી રહ્યો છે. દેશની સ્થિતિ કફેાડી બની ગઇ છે. સ`પત્તિ વૈભવના પાર નથી પણ અઢળક સપત્તિના ભાગવનાર કોઈ વારસદાર નથી. રાજકુળમાં અનેક સઘર્ષો ચાલી રહ્યા છે. મત્રીઓએ સઘર્ષી અટકાવવા ઘણી યુક્તિ કરી પશુ બધી નિષ્ફળ ગઈ. બધાના અંતરમાં ઐકય સાધવા અને પ્રજાના ભાવિ ઉત્થાન માટે ઘણી ભાવના હતી. છેવટે બધાએ એક પચ નીમ્યું તે નક્કી કર્યુ" કે પૉંચ જે ઠરાવ પાસ કરે તે બધાને માન્ય કરવાના. બધા તેમાં એકમત થયા. હવે શુ' બનશે તે અવસરે.
વ્યાખ્યાન ન-૭૨
આસા સુદ ૫ શુક્રવાર
તા. ૨-૧૦-૮૧
અનંતજ્ઞાની ભગવંતે જગતના જીવાના ઉદ્ધાર માટે, શ્રેય માટે સિદ્ધાંત રૂપ વાણીનુ પ્રકાશન કર્યુ” છે. વિષમકાળમાં માર્ગથી ભૂલા પડેલા, જ્યાં ત્યાં અથડાતાકૂટાતા જીવોને માર્ગદર્શક, દીવાદાંડી રૂપ હોય તે તે આગમ છે. ખરેખર, જો અત્યારે આગમ ન હેાત તા દૂષમકાળના દોષથી દુષિત થયેલા આપણા જેવા જીવાને આધાર કાના ? દુષમકાળના ધાર અંધકારપટમાં ભગવાનનું આગમ જ્ઞાન ભવ્ય જીવાને કલ્યાણકારી છે. હાલમાં નથી કેાઈ દેવાધિદેવની પધરામણી, નથી કોઈ ગણધર–લબ્ધિધરાની વિદ્યમાનતા કે જેમના જ્ઞાન તેજ દ્વારા અજ્ઞાની જીવો તરે, પણ વિદ્યમાન છે તેઓએ ઉપદેશેલા જ્ઞાનમા. કહ્યુ છે કે
पापरयौषधं शास्त्र शास्त्र पुन्य निबंधन | चक्षु सर्वगतं शास्त्र, शास्त्र सर्वार्थ साधनम् ॥
આવા કળિયુગમાં ભગવાનનું આગમજ્ઞાન એ પાપનુ નિરવદ્ય ઔષધ છે. જીઞને સદ્ગતિમાં સ્થાપન કરનાર પુણ્યનું અજોડ કારણ છે. જીવને ચારે બાજુથી આત્મ કલ્યાણના માર્ગ બતાવવામાં ચક્ષુભૂત છે, તેટલુ જ નહિ પણ જગતભરના તમામ પદાર્થોને મેળવવામાં યાવતુ મે!ક્ષ સુખ પ્રાપ્ત કરાવવામાં શ્રેષ્ઠ સાધનભૂત હાય તા માત્ર આગમ છે.
આગમમાં ભગવાને ખતાવ્યું કે સારી યે સચરાચર અનંત જીવોથી ભરેલી સૃષ્ટિ તરફ્ જ્ઞાન દૃષ્ટિથી જોવામાં આવે તેા માત્ર બે તત્ત્વો જણાય છે. એક છે ચતન્યની અનંત શક્તિના પુંજ તેવું આત્મદ્રવ્ય અને ખીજું છે પુદ્ગલ-જડ દ્રવ્ય. જે કાંઈ દુનિયા રૂખાય છે તે મુખ્યત્વે આ બે તત્ત્વાની બનેલી છે, પણ એ સમજવુ જરૂરી છે કે બેમાંથી