________________
૬૫૮
શારદા રત્ન
થયા. જેમના તેરમાં ૧૦૦૮ રાણીઓ હતી. તે બધી રાણીએ આજ્ઞાંકિત હતી. રાજાની નજર પડે ને એમના પગ ફ્રે. કયારે પણ તેમની આજ્ઞાનું ઉલ્લંધન કરનારી ન હતી. રૂપમાં તે દેવાંગના સમાન હતી. માત્ર રૂપ ન હતુ. પણ રૂપની સાથે ગુણુને ભંડાર હતી. આવી રાણીઓની સાથે મિરાજા સ્વગીય સુખા ભાગવતા હતા. મિરાજ પાસે વૈભવ, સ`પત્તિ અઢળક હતા. વળી તે સુદર્શન અને મિથિલા બે રાજ્યના ધણી હતા. એક રાજ્ય એટલે એક ગામ નહિ પણ આ એક રાજ્યના તાબામાં બીજા કેટલાય નાના ગામા હતા.
વિશાળ રાજ્ય હતું. શરીર પણ હવે નિરોગી બની ગયું હતું. પાંચ ઇન્દ્રિયા પણ બરાબર હતી. યુવાન અવસ્થા હતી. માથે એકે ધેાળા વાળ પણ આબ્યા નથી, છતાં સ‘સાર છાડવા તૈયાર થયા અને તમારા માથે તેા વાળ જાણે રૂ નુ ખેતર જોઈ લેા. (હસાહસ) કાને સાંભળવાનું ઓછું થયું તેથી રેડીયા મૂકયા, દાંત પડી ગયા તે બત્રીસી કરાવી, આંખે ચશ્મા આવી ગયા છતાં ઉભા થવાનું મન થતું નથી,
નમિરાજાના આત્મા ઉત્તમ છે. તે સમયને આળખીને સાવધાન બની ગયા. ગુજરાતી કહેવત છે કે • સમય વર્તે સાવધાન ” અને જ્ઞાનીપુરૂષોના શબ્દોમાં કહીએ તેા “ વળ જ્ઞાળદ્િવäિ ” । ક્ષણને, તકને જે જાણી લે છે અને જે કરવાનુ છે તે કરી લે છે તે જ પંડિત છે, તે જ ડાહ્યો છે. મનુષ્ય જન્મ અને સર્વ દુઃખથી મુક્ત કરાવનાર સ`જ્ઞકથિત ધર્મ-આ સાનેરી અવસર આપણા મહાન ભાગ્યાયે મળ્યા છે. આ તક નિરંક ન ચાલી જાય તે ખાસ લક્ષ રાખવાનું છે. આત્માને સંપૂર્ણ સુખી બનાવી દે એવી આ પળ છે. એને સદુપયેાગ કરી લેવા એ આપણા હાથની વાત છે. આ અણુમાલ તકને કેવી રીતે સફળ બનાવવી ? એકવાર આત્મામાં દૃઢ પ્રતીતિ થવી જોઇએ કે આપણે પ્રાપ્ત કરવા જેવા એક માત્ર માક્ષ છે. ખીજું કંઈ પ્રાપ્ત કરવા જેવું નથી. માક્ષ સિવાય બીજું કોઈ પણ લક્ષ્ય સ્વપ્નામાં પણ ન હાવું જોઈ એ. જેમણે મેાક્ષને પેાતાનુ લક્ષ્ય બનાવ્યું છે તેમની લક્ષ્યશુદ્ધિ થઈ ગઈ છે. લક્ષ્યશુદ્ધિ વિના જીવ અનતા કાળ રખડપટ્ટી કરે છે. સ તીર્થંકરા, સ કેવળીભગવંતા, સવ આચાર્યો, ઉપાધ્યાયા, સંત સતીજી અને શ્રાવક શ્રાવિકાઓનું લક્ષ માક્ષપ્રાપ્તિનું હોય છે, અને તેઓ મેાક્ષને પ્રાપ્ત કરીને સિદ્ધ ભગવત બનીને કૃતકૃત્ય થાય છે.
જેને મેાક્ષ મેળવવાની લગની લાગી છે એવા નિમરાજા સંસારની અસારતા જાણી અને કામભાગના ફળ કટુ છે તેથી તેઓ સંસારના ત્યાગ કરવા તૈયાર થયા છે. તેમને સમજાઈ ગયું કે આ વિષયેા તે એંઠવાડ છે. મારા આત્માએ પૂર્વ ભવામાં ઘણા કામભાગે ભાગવ્યા છે પણ અજ્ઞાન દશામાં એ ભાન ન હતું કે એનું પરિણામ કેવું ભયંકર છે. દેખાવમાં મનાહર દેખાતા કામભાગેા ભાગવતાં પરિણામે દુર્ગતિના દ્વારે લઈ જાય છે, માટે હવે
આ કામભેાગા ન જોઈએ. જ્યાં સુધી મનુષ્ય કોઈ પણ પદાર્થના સ્વરૂપને યથા રૂપથી જાણતા નથી ત્યાં સુધી તેને ગ્રહણ કરવાની કે ત્યાગ કરવાની ષ્ટિ આવતી નથી. આ