________________
શારદા રત્ન સંગ્રામમાં પાપનું નિકંદન છે, એવા યુદ્ધમાં જતી વખતે આપ એવા આશીર્વાદ આપો અને મારો ઉત્સાહ વધારે કે આપ કર્મ સંગ્રામમાં શૂરવીર થઈને કર્મ શત્રુઓ સામે ઝઝૂમ, ક્ષમાના બખ્તર પહેરી, સંયમની ઢાલ લઈ, અહિંસા રૂપી ખગ દ્વારા કર્મ શત્રુઓ ઉપર વિજય મેળવી આત્માનું શાશ્વત રાજ્ય મેળવજે. અમે પણ આપના પગલે પગલે ચાલી આત્માનું રાજ્ય મેળવીએ. આ રીતે આપ મારો ઉત્સાહ વધારી હસતા મુખડે જવાની આજ્ઞા આપે. નમિરાજે આ પ્રમાણે પટરાણીઓને સમજાવી. હવે અમિરાજા કેવી રીતે રાજ્યનો ત્યાગ કરશે ને શું બનશે તેના ભાવ અવસરે.
ચરિત્ર-ગુણદ વટેમાર્ગને બંધનમાંથી છોડાવવા બૂમ મારી તેથી વટેમાર્ગને દયા આવી. તેના હૃદયમાં કરૂણાના ઝરણું વહેવા લાગ્યા. તે ગુણદત્ત પાસે ગયો. ગુણદત્તે કહ્યું ! ભાઈ, હું ભૂત, પ્રેત, ડાકણ કેઈ નથી, માનવ છું. તે વટેમાર્ગુએ ગુણદત્તના હાથે પગે જે બંધન હતાં તે કાપી નાંખ્યાં. તેને ઝાડેથી નીચે ઉતાર્યો. ગુણદત્ત કહે છે ભાઈ! મને ખૂબ તરસ લાગી છે. મને પાણી લાવી આપોને ! વટેમાર્ગુ ગુણદત્તને ઓળખતે પીછાણ નથી પણ તેના દિલમાં દયા છે એટલે તેણે ત્યાં પાણીની તપાસ કરી. ત્યાં પાણું ન મળ્યું તે ઘણે દૂર જઈ પાણી લઈ આવ્યો. આનું નામ માનવતાની મહેક. ગુણદત્તને પાણી પીવડાવી તેની તૃષા શાંત કરી અને પોતાની પાસે ખાવાનું ભાતુ હતું તે તેને આપ્યું. બએ ય જાણે કેટલાય પરિચિત હોય તેમ વાતો કરી. ગુણદત્ત એના ચરણમાં નમીને કહે છે ભાઈ! તમે મારા પર મહાન ઉપકાર કર્યો છે. હું તમારો ઉપકાર ક્યારે પણ નહિ ભૂલું. એમ કહીને બંને છૂટા પડ્યા.
સહોદરની શોધમાં'—હવે ગુણદત્ત પોતાના ભાઈ ગુણચંદ્રની શોધ કરે છે. ભાઈની શોધ કરવા જંગલના ખૂણે ખૂણે અને રસ્તે રસ્તે ફરી વળ્યો, પણ કયાંય ભાઈ દેખાતો નથી. અરરર...મારા ભાઈનું શું થયું હશે ? ભાઈ..ભાઈના પોકારે કરતે રડતે ને ઝૂરતે ફરે છે પણ ભાઈ ક્યાંથી દેખાય? બંને ભાઈને પ્રેમ અજોડ છે. જાણે રામ લક્ષમણની જોડી ! ભાઈને ઘણું શેડ્યો પણ ભાઈ જડતું નથી. છેવટે ત્યાંથી આગળ ચાલે છે. ડું ચાલ્યું ત્યાં વચ્ચે બે રસ્તા આવ્યા. તેના મનમાં મૂંઝવણ થઈ કે કયા માર્ગે જવું ? તે રસ્તાને સાવ અજાણ હતા. તેને ખબર નથી કે આ બે રસ્તા કયાં જાય છે. હવે તેને પુણ્યદય જાગવાને છે. દુઃખના વાદળો દૂર થવાના છે. તેણે જંગલમાં મંગલ સમાન દૂરથી મુનિઓને જોયા. મુનિઓને જોતાં તેનું હૈયું હર્ષથી નાચી ઉઠયું. અહો! જંગલમાં આવા પરમપવિત્ર ગુરૂદેવના દર્શન થયા. ગુણદત્ત ગુરૂદેવને લળી લળીને વંદન કર્યા ને તેમની સ્તુતિ કરી. ગુરૂદેવ પૂછે છે હે દેવાનુપ્રિય! આપ આવા અઘેર જંગલમાં ક્યાંથી? તમારું ગામ કયું? તમારું કુળ કયું? આપનું મુખ જોતાં લાગે છે કે આપ ઉત્તમ કુળના છે. આપ ક્યાંથી આવ્યા છે ને ક્યાં જઈ રહ્યા છે? સંતને જોઈને ગુણદત્તમાં થોડી હિંમત આવી. તે ભાઈના વિયોગથી રડી રહ્યો હતો. સંતને જોતાં તેના આંસુ ક્યાંય સૂકાઈ ગયા. તેણે પિતાની બધી કથની કહી સંભળાવી. ગુરૂદેવ ! મને